SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ |ઢાળ-૯નું યોજન સ્વરૂપ ઢાળ-લ ૩૯૧ પ્રસ્તુત ઢાળનું આત્મકલ્યાણના પ્રયોજન અર્થે યોજનનું સ્વરૂપ : ઢાળ-૯માં દરેક પદાર્થ ત્રણ લક્ષણવાળા છે એમ બતાવેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જગતમાં ૨હેલા તમામ પદાર્થો પ્રતિક્ષણે કોઈક રીતે ઉત્પન્ન થાય છે, કોઈક રીતે નાશ પામે છે અને તે સમયે કોઈક રીતે ધ્રુવ પણ છે એ પ્રમાણે પોતાનો આત્મા પણ પ્રતિક્ષણ નવા નવા પરિણામરૂપે ઉત્પન્ન થાય છે તે વખતે કોઈક પરિણામરૂપે નાશ પામે છે અને તે પરિણામનો આધારભૂત પોતાનો આત્મા ધ્રુવ છે એ પ્રકા૨નો બોધ થવાથી ધ્રુવ એવાં આત્માને જાણીને વિચારકને અવશ્ય ચિંતા થાય કે ‘હું શું કરું તો શાશ્વત એવાં મારા આત્માને સદા શાશ્વત એવાં સુખની પ્રાપ્તિ થાય અને દુઃખથી નિવૃત્તિ થાય.’ વળી, પોતાનો આત્મા એકાંતે ધ્રુવ જ હોય તો તેના પરિણામમાં કોઈ પરિવર્તન થઈ શકે નહીં તેથી તેના હિતની પ્રવૃત્તિ કે અહિતની નિવૃત્તિનો વિચાર પણ થઈ શકે નહીં પરંતુ ‘મારો આત્મા ધ્રુવ છે તથા મારા આત્મામાં પરિણામો સદા ફર્યા કરે છે તેથી કયા પરિણામોમાં હું યત્ન કરું કે જેથી મારું હિત થાય અને કયા પરિણામોથી હું મારા આત્માનું રક્ષણ કરું જેથી મારું અહિત ન થાય.’ તે પ્રકારની માર્ગાનુસા૨ી વિચારણા ત્રિપદીના બોધથી વિચા૨કને થાય છે અને તે વિચારણામાંથી જ આખી દ્વાદશાંગીનો ઉદ્ભવ છે અને આ ત્રિપદીના નિયમ અનુસાર જ યોગમાર્ગમાં ઉ૫કા૨ક એવાં જીવાદિ નવ તત્ત્વોની વિચારણા થાય છે. તેથી કોઈ બુદ્ધિમાન પુરુષ ત્રિપદી સાથે જીવાદિ સાત તત્ત્વો જોડાયેલાં છે તેનો કે જીવાદિ નવ તત્ત્વો જોડાયેલાં છે તેનો, ૫૨માર્થ જાણીને તેના ઉપ૨ સૂક્ષ્મ ઊહ કરે તો તે મહાત્માને ધર્મધ્યાનની પ્રાપ્તિ થાય છે અને તે ઉહાપોહ ત્રિપદીમાંથી નિષ્પન્ન થયેલી દ્વાદશાંગીના નિયંત્રણ અનુસાર હોય તો અવશ્ય તે ઊહાપોહથી આત્મા સંવ૨ભાવ તરફ જાય છે અને વિદ્યમાન આસ્રવઅંશ અલ્પ અલ્પતર થાય છે. તેથી સંસારના ઉચ્છેદને અનુકૂળ માર્ગાનુસારી ઊહાપોહનું પ્રબળ બીજ પદાર્થના ઉત્પાદવ્યયૌવ્યના સ્વરૂપનું ચિંતવન છે અને આથી જ ક્ષપકશ્રેણીમાં ચડેલા પણ મહાત્માઓ ધ્રુવ એવાં પોતાના આત્મામાં વર્તતા અશુદ્ધ આત્માના પર્યાયના વ્યયપૂર્વક શુદ્ધ પર્યાયના ઉત્પાદને અનુકૂળ વ્યાપાર કરે છે. તે ઉત્પાદવ્યયૌવ્યના પારમાર્થિક બોધપૂર્વક માર્ગાનુસા૨ી ઊહરૂપ હોવાથી શુદ્ધ આત્માને પ્રગટ ક૨વાનું કારણ બને છે. તેથી યોગમાર્ગની સર્વ ભૂમિકાઓમાં જવા માટેના પ્રબળ ઉપાયભૂત ઉત્પાદવ્યયૌવ્યનું સમ્યક્ અવલોકન કરીને જે પ્રકારના ઉત્પાદથી પોતાનું હિત થાય તેમાં યત્ન કરવો જોઈએ અને જે પ્રકારના વ્યયથી પોતાનું અહિતથી રક્ષણ થાય તે પ્રકારે યત્ન ક૨વો જોઈએ. વળી, જેમ આત્મલક્ષી ઉત્પાદવ્યયૌવ્યનો માર્ગાનુસા૨ી ઊહ થઈ શકે છે તેમ ભગવાને કહેલાં છએ દ્રવ્યોમાં કઈ રીતે ઉત્પાદવ્યયધ્રૌવ્ય સતત વર્તે છે તેનું અવલોકન ક૨વામાં આવે તો વીતરાગના વચન અનુસાર છએ દ્રવ્યોનું ચિંતવન ક૨વાથી સંસારના
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy