________________
૩૮૦
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૨૩ થાય છે તે પરસંયોગથી થતો એકત્વિક ઉત્પાદ નિશ્ચયનયથી નિજપ્રત્યય છે અને વ્યવહારનયથી પરપ્રત્યય છે તે ગ્રંથકારશ્રી બતાવે છે –
વ્યવહારનય ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાં જીવ અને પુગલદ્રવ્યના ગમનાદિને આશ્રયીને ઉત્પાદ માને છે તેથી ધર્માસ્તિકાયમાં જીવની ગમનની ક્રિયાને કારણે જે ઉત્પાદ થયો તે પરપ્રત્યય છે; કેમ કે જીવની કે પુદ્ગલની ગતિમાં સહાયક થવાનો જે ધર્માસ્તિકાયનો પરિણામ છે તે જીવ કે પુદ્ગલની ગતિના નિમિત્તે જ છે માટે પરપ્રત્યય છે.
વળી, જીવ કે પુગલાદિની ગતિને નિમિત્તે જ ધર્માસ્તિકાયમાં કોઈક પરિણામ થાય છે તેથી તે પરિણામ ધર્માસ્તિકાય અને જીવ કે પુદ્ગલ એ ઉભયજનિત છે અને જે ઉભયજનિત હોય તે એકજનિત પણ કહેવાય. જેમ, બે પદાર્થોમાં કોઈક ક્રિયા થાય અને તેના કારણે તે બેનો સંયોગ થાય ત્યારે તે બેનો સંયોગ, તે ઉભયજનિત સંયોગ કહેવાય તેમ, ધર્માસ્તિકાય અને ગતિમાન એવાં જીવ કે પુગલ એ ઉભયજનિત એવો જે ઉત્પાદ છે તે એકજનિત પણ કહેવાય, માટે તેને નિજપ્રત્યય ઉત્પાદ પણ કહી શકાય અર્થાત્ પરપ્રત્યય ઉત્પાદ તો કહી શકાય અને નિજપ્રત્યય ઉત્પાદ પણ કહી શકાય.
કેમ પરપ્રત્યય ઉત્પાદ કહી શકાય અને નિજપ્રત્યય ઉત્પાદ પણ કહી શકાય ? તેથી ગ્રંથકારશ્રી કહે છે –
નિશ્ચયનય પોતાનાથી થતો પરિણામ જ પોતાનો કહે છે આથી આત્મા પોતાના જ પરિણામો કરે છે અને ઘટાદિ કૃત્યો આત્મા કરતો નથી તેમ માને છે; કેમ કે માટીમાંથી જે ઘટ થાય છે તે જીવના પ્રયત્નથી થાય છે એમ કહેવામાં આવે તો, પરની ક્રિયા જીવ કરે છે તેમ માનવું પડે. વસ્તુત: જીવનો પ્રયત્ન પોતાના પરિણામમાં જ વ્યાપારવાળો છે. પોતાનાથી ભિન્ન એવાં દેહમાં જીવનું વીર્ય પ્રવેશ પામતું નથી. તેથી દેહની ક્રિયા પણ નિશ્ચયનયથી જીવ કરતો નથી. તેમ નિશ્ચયનયથી જીવ અને પુદ્ગલમાં જે ગતિસહાયતાને અનુકૂળ પરિણતિ પ્રગટ થઈ તેમાં નિમિત્તભાવ થવારૂપ પરિણામ ધર્માસ્તિકાય સ્વયં કરે છે માટે નિજપ્રત્યય છે.
વળી, શરીરની ક્રિયા જીવ કરે છે તેમ વ્યવહારનય સ્વીકારે છે; કેમ કે શરીર સાથે એકત્વને પામેલ જીવ શરીરની ક્રિયાઓ કરે છે તે પ્રકારનો વ્યવહાર છે, તેમ, ગતિ પરિણામને પામેલ જીવપુગલને જે સહાયતાનો પરિણામ ધર્માસ્તિકાયમાં થયો તે ગત્યાદિપરિણત જીવપુદ્ગલાદિન નિમિત્તે જ થયો છે માટે વ્યવહારનય પરપ્રત્યય ધર્માસ્તિકાયનો એકત્વિક ઉત્પાદ સ્વીકારે છે.
વળી, ગ્રંથકારશ્રીએ નિજપ્રત્યય ધર્માસ્તિકાયનો ઉત્પાદ સ્વીકાર્યો તેની સાક્ષીરૂપે કહે છે કે “સમ્મતિ'ની ગાથામાં જે નિયમા” શબ્દ છે ત્યાં “અકારનો પ્રશ્લેષ કરીને ટીકાકારશ્રીએ “અનિયમા” અર્થ કર્યો છે તેથી એ પ્રાપ્ત થાય છે, પરપ્રત્યય નિયમ નથી પરંતુ નિશ્ચયનયથી નિજપ્રત્યય પણ છે તેથી ગ્રંથકારશ્રીએ ધર્માસ્તિકાયાદિનો ઉત્પાદ પરપ્રત્યયનો કહ્યા પછી નિજપ્રત્યય બતાવીને પરપ્રત્યયના ઉત્પાદનો એકાંત અનિયમ =કથંચિત્ પરપ્રત્યય છે અને કથંચિત્ નિજપ્રત્યય છે, તે બતાવેલ છે. I૯/૨all