________________
૩૭૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૨૧-૨૨ પ્રતિબંધકાભાવ સહિત અવસ્થિત અવયવના સંયોગને નાના વસ્ત્રની ઉત્પત્તિ પ્રત્યે કારણ સ્વીકારવામાં આવે તો મહાગૌરવની પ્રાપ્તિ થાય.
આશય એ છે કે, મોટા વસ્ત્રને ફાડવાથી તેના જે વિભાગ થયા તેનાથી નાનું વસ્ત્ર ઉત્પન્ન થયું તેમ સ્વીકારવામાં લાઘવ છે અને અનુભવ પણ તેમ કહે છે, “આમ છતાં વિભાગથી ઉત્પાદ થઈ શકે નહીં તેમ સ્વમતિથી નિર્ણય કરીને જે સ્થાનમાં વિભાગથી નાના વસ્ત્રની ઉત્પત્તિ થતી દેખાય છે ત્યાં પણ મોટા વસ્ત્રને નાના વસ્ત્રની ઉત્પત્તિ પ્રત્યે પ્રતિબંધક સ્વીકારવો અને તેનો અભાવ થાય તો નાના વસ્ત્રના અવયવોના સંયોગથી તે નાનું વસ્ત્ર ઉત્પન્ન થાય છે તેમ સ્વીકારવામાં કલ્પનાગૌરવ છે, ઉપસ્થિતિકૃતિ ગૌરવ છે અને કારણતાઅવચ્છેદક શરીરકૃત ગૌરવ છે અર્થાત્ કારણનું શરીર લાંબુ થવાથી ગૌરવની પ્રાપ્તિ છે માટે અનુભવ અને યુક્તિ અનુસાર માનવું પડે કે કોઈક સ્થાને સંયોગથી દ્રવ્યનો ઉત્પાદ થાય છે અને કોઈક સ્થાને વિભાગથી ઉત્પાદ થાય છે. તેથી ઢિપ્રદેશાદિ સ્કંધોમાંથી પરમાણુનો ઉત્પાદ વિભાગથી થાય છે અને સિદ્ધપર્યાયનો ઉત્પાદ કર્મના વિભાગથી થાય છે તેમ માનવું ઉચિત છે, તેથી વિભાગથી પરમાણુનો ઉત્પાદ પણ અર્થસિદ્ધ છે. તેથી પરમાણુ નિત્ય છે એ પ્રકારનું નૈયાયિકાદિનું વચન અસંગત છે.
નૈયાયિક પરમાણુનો ઉત્પાદ માનતો નથી તેને સામે રાખીને સમ્મતિની ગાથા-૩/૩૮માં ઉત્પાદના અર્થમાં “અકુશલ એવાં તેઓ વિભાગથી થયેલા ઉત્પાદને ઇચ્છતા નથી” એમ કહેલ છે અને ગાથા૩૩૯માં “યણુક અને ચણકમાંથી અણનો ઉત્પાદ થાય છે તેમ બતાવીને વિભાગથી પરમાણુનો ઉત્પાદ થાય છે” તેમ સ્થાપન કરેલ છે, જે એકત્વિક વિશ્વસા ઉત્પાદ છે. ૯/૨૧ અવતરણિકા -
પૂર્વમાં એકત્વિક ઉત્પાદ બતાવ્યો. હવે અન્ય પ્રકારનો પણ એકત્વિક ઉત્પાદ છે તે બતાવે છે – ગાથા -
વિણ બંધહેતુ સંયોગ છે, પરસંયોગઈં ઉત્પાદ રે; વલી જે ષિણ ષિણ પર્યાયથી, તે એકત્વ જ અવિવાદ રે.
જિન ll૯/૨રી ગાથાર્થ :
સંયોગ વિણ=સંયોગ વગર=અવયવોના સંયોગ વગરખંઘહેતુ ધર્માસ્તિકાયાદિ સ્કંધરૂપ હેતુ છે જેમાં એવો જે, પરસંયોગે=જીવ-પુદગલાદિ પરસંયોગે, ઉત્પાદકધર્માસ્તિકાયાદિ દ્રવ્યમાં પરને ગતિસહાયતાદિના પરિણામરૂપ જે ઉત્પાદ, તે એકત્વ જ અવિવાદ રે-તે એકત્વિક જ ઉત્પાદ છે એમાં અવિવાદ છે. (તેમ અન્વય છે)
વળી, જે ક્ષણ ક્ષણ પર્યાયથી ઉત્પાદEઘટાદિ સર્વ દ્રવ્યોમાં પ્રતિક્ષણ નવા નવા પર્યાયોનો ઉત્પાદ, તે એકત્વ જ એકત્વિક ઉત્પાદ જ, જાણવો. અવિવાદ છે=ઐકત્વ ઉત્પાદ છે તેમાં કોઈ વિવાદ નથી. II૯/૨શી