________________
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૯ | ગાથા-૧૩
૩પ૭ અહીં નૈયાયિક કહે કે, વાસ્તવિક રીતે ઘટની પ્રથમ ક્ષણમાં ઉત્પત્તિ છે, બીજી ક્ષણમાં ઉત્પત્તિ નથી માટે જ બીજી આદિ ક્ષણમાં “ઉત્પન્ન' કહેવાય છે અને પ્રથમ ક્ષણમાં “ઉત્પદ્યમાન” કહેવાય છે. આમ છતાં તમે ટબાના પૂર્વાર્ધમાં તર્ક કરીને કહ્યું કે, બીજી આદિ ક્ષણમાં જો ઘટની ઉત્પત્તિ ન સ્વીકારવામાં આવે તો ઘટની અનુત્પન્નતા પ્રાપ્ત થાય. વસ્તુતઃ બીજી આદિ ક્ષણમાં ઘટની જે અનુત્પન્નતા બતાવી તે કલ્પિત અનુત્પન્નતા છે, અકલ્પિત નથી; કેમ કે તમે જે ઉત્પદ્યમાન હોય તેને ઉત્પન્ન સ્વીકારો છો માટે બીજી આદિ ક્ષણમાં અનુત્પન્નતા કહો છો. વાસ્તવિક રીતે તો પ્રથમ ક્ષણમાં ઘટ ઉત્પદ્યમાન હતો માટે બીજી આદિ ક્ષણમાં ઉત્પન્ન કહી શકાય. તેથી તમારી યુક્તિથી ઘટની બીજી આદિ ક્ષણમાં કલ્પિત અનુત્પન્નતા થઈ શકે. અકલ્પિત અનુત્પન્નતા થઈ શકે નહીં. તેને ગ્રંથકારશ્રી કહે છે –
જો કે, અકલ્પિત અનુત્પન્નતા ન થાય=બીજી આદિ ક્ષણમાં ઘટતી જે અનુત્પન્નતા ગ્રંથકારશ્રીએ ટબાના પૂર્વાર્ધમાં બતાવી તે અકલ્પિત અનુત્પન્નતા ન થાય, તોપણ પ્રતિક્ષણ ઉત્પત્તિ વગર પરમાર્થથી–નિશ્ચયનયની સૂક્ષ્મતાથી, અનુત્પન્નતા થવી જોઈએ. ૯/૧૩ ભાવાર્થ
ગ્રંથકારશ્રીએ ગાથા-૧૧માં સ્થાપન કર્યું કે, ઉત્પત્તિ, નાશ અને ધ્રૌવ્યની ધારા પ્રતિક્ષણ વર્તે છે તેથી પદાર્થ પ્રતિક્ષણ ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યરૂપ છે અને એની સંગતિ ગાથા-૧૨માં કરી. હવે જો ઘટની ઉત્પત્તિક્ષણ પછી જ્યાં સુધી ઘટ અવસ્થિત રહે છે ત્યાં સુધી ઘટની ઉત્પત્તિ નથી પરંતુ પ્રથમ ક્ષણમાં જ ઘટની ઉત્પત્તિ છે તેમ તૈયાયિક કહે તો ગ્રંથકારશ્રી કહે છે કે બીજી આદિ ક્ષણમાં ઘટ અનુત્પન્ન છે તેમ તૈયાયિકને માનવું પડે. ઘટ બીજી આદિ ક્ષણમાં અનુત્પન્ન છે તેમ તેમ માનવું પડે તેથી કહે છે –
જેમ ઘટનાશની પૂર્વે ઘટનાશ નહીં હોવાને કારણે ઘટ અવિનષ્ટ કહેવાય તેમ બીજી આદિ ક્ષણમાં ઘટની ઉત્પત્તિ ન હોય તો ઘટ અનુત્પન્ન કહેવો જોઈએ એ પ્રકારનો તર્ક નૈયાયિકે સ્વીકારવો જોઈએ તેથી એ ફલિત થાય કે બીજી આદિ ક્ષણમાં પણ ઘટની ઉત્પત્તિ છે અને ‘ઉત્પમાનં ૩ત્પન્ન' એ સિદ્ધાંત અનુસાર બીજી આદિ ક્ષણમાં ‘પદ: સત્પન્નઃ' એ વ્યવહાર થઈ શકે છે પરંતુ બીજી આદિ ક્ષણમાં ઘટની ઉત્પત્તિ ન હોય તો “પટ: ડનઃ' એ વ્યવહાર થઈ શકે નહીં તેથી ઘટાદિ પદાર્થમાં પ્રતિક્ષણ ઉત્પાદ-વિનાશ પરિણામ દ્વારા સ્વીકારવા જોઈએ=પદાર્થના ક્ષણિક પરિણામ દ્વારા સ્વીકારવા જોઈએ.
આ રીતે તર્કથી પ્રથમ ક્ષણમાં જેમ ઘટની ઉત્પત્તિ છે તેમ બીજી આદિ ક્ષણમાં પણ ઘટની ઉત્પત્તિ છે તે સ્યાદ્વાદીના મતે ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું પરંતુ પૂર્વ પર્યાયનો નાશ થયા પછી તૈયાયિકના મતે તે નાશ સદા રહે છે તેથી સ્યાદ્વાદીના મતે બીજી ક્ષણમાં ઉત્પત્તિની જેમ નાશનો વ્યવહાર કઈ રીતે થઈ શકે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે.
દ્રવ્યર્થ દેશથી=ઋજુસૂત્રથી અનુગૃહીત એવાં દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી, સ્યાદ્વાદીના મતે જેમ ઘટની ઉત્પત્તિ થયા પછી બીજી આદિ ક્ષણમાં પણ ઉત્પત્તિનો વ્યવહાર થાય છે તેની જેમ પ્રથમ ક્ષણના પર્યાયનો