________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૯ | ગાથા-૧૨
૩૫૩ ઉત્પત્તિધારારૂપ નાશ સ્વીકારવામાં આવે તો, ભૂતાદિક પ્રત્યય થઈ શકે નહીં, તેમ તૈયાયિક કહે; કેમ કે ઉત્પત્તિની ધારારૂપ જ નાશ સ્વીકારીએ તો, પ્રતિક્ષણ અને નર્યાતિ એટલો જ પ્રયોગ થઈ શકે પરંતુ ભૂતકાળમાં નાશ થયો' એ પ્રત્યય થઈ શકે નહીં અને ભવિષ્યમાં નાશ થશે એ પ્રત્યય પણ થઈ શકે નહીં; કેમ કે પ્રતિક્ષણ નાશ થતો હોય તો ભૂતકાળમાં નાશ થયો તેમ અને ભવિષ્યકાળમાં નાશ થશે તેમ ન કહી શકાય અને ભૂતાદિક પ્રત્યયની સંગતિ અર્થે જો નૈયાયિક કહે કે “શું' ધાતુના બે અર્થ છે : એક નાશ અને બીજી ઉત્પત્તિ તેથી જ્યારે ઘટ નાશ પામે છે ત્યારે ઘટના નાશની પ્રાપ્તિ છે અને તે જ સમયે મુગટની ઉત્પત્તિની પ્રાપ્તિ છે અને મુગટની ઉત્પત્તિને કાલત્રયનો અન્વય સંભવે છે; કેમ કે મુગટની ઉત્પત્તિ થયા પછી જ્યાં સુધી મુગટ રહે ત્યાં સુધી મુગટનું ઉત્પત્તિરૂપે અસ્તિત્વ છે અને ઘટનો જે નાશ થઈ રહ્યો છે તે વખતે નરણ્યતિ' એ પ્રમાણે પ્રયોગ થાય પરંતુ “નષ્ઠ:' એ પ્રયોગ થાય નહીં; કેમ કે તે નાશની પ્રથમ ક્ષણમાં તે નાશનું અતીતત્વ નથી.
એ પ્રકારે તૈયાયિક નાશના વ્યવહારનું સમર્થન કરે અર્થાત્ કહે કે ઘટના નાશસમયમાં “નતિ' પ્રયોગ થાય, બીજી આદિ ક્ષણોમાં “નષ્ઠ:' પ્રયોગ થાય અને ઘટના નાશની પૂર્વે '
નસ્યતિ' પ્રયોગ થાય. તેને ગ્રંથકારશ્રી કહે છે – મુગટની ઉત્પત્તિનો તેણે જે કાલત્રયનો અન્વય કહ્યો તેને બદલે મુગટની ઉત્પત્તિનો માત્ર ક્ષણસંબંધ તેણે કહેવો જોઈએ; કેમ કે ઉત્પત્તિ એ આદ્યક્ષણસંબંધરૂપ છે તેથી મુગટઉત્પત્તિ દીર્ઘકાળ અવસ્થિત નથી. આ રીતે ઉત્પત્તિ ક્ષણસંબંધરૂપ બતાવીને હવે તૈયાયિક મતાનુસાર ધ્રુવનું સમર્થન કરે છે.
મુગટની ઉત્પત્તિ પહેલાં મુગટની ઉત્પત્તિ અછતી હતી અને તે પ્રાગુ અભાવરૂપ હતી અને મુગટની ઉત્પત્તિ થાય ત્યારે તેના પ્રાગુ અભાવનો ધ્વંસ થાય છે તેથી મુગટના પ્રાગુ અભાવનો ધ્વંસ મુગટની ઉત્પત્તિ વખતે ઉત્પન્ન થાય છે, તે ધ્વસ તૈયાયિકના મતાનુસાર ત્રણ કાળમાં વર્તે છે તેથી મુગટના પ્રાગુ અભાવના ધ્વસની સતત પ્રતીતિ થાય છે માટે ઘટનાશ થાય છે ત્યારે ઘટનાશ અને મુગટની ઉત્પત્તિની પ્રાપ્તિ છે. વળી, મુગટની ઉત્પત્તિવિશિષ્ટ ઘટનાશ પ્રથમ સમયે જ છે; કેમ કે ઉત્પત્તિ આઘક્ષણસંબંધરૂપ છે અને તે ધ્રુવ એવાં પ્રાગુ અભાવના ધ્વંસમાં ભળ્યાં અને મુગટના પ્રાગૂ અભાવનો ધ્વંસ સતત રહે છે. તેથી મુગટના અવસ્થિતકાળ સુધી પણ ઉત્પાદવ્યયધ્રૌવ્યની સતત પ્રાપ્તિ છે તેમ તૈયાયિકે માનવું જોઈએ. અનઈ જો... સંભવઈનો ભાવાર્થ - ટબાનુસાર:
ગ્રંથકારશ્રીએ ઉત્પાદવ્યયધ્રૌવ્ય નૈયાયિક મતે કઈ રીતે પ્રતિક્ષણ સંગત થાય તેની સ્પષ્ટતા અત્યારસુધી કરી. ત્યાં તૈયાયિક કહે કે, જેમ ઘટના વર્તમાનત્વાદિકમાં પટના વર્તમાનત્વાદિકનો વ્યવહાર થઈ શકે નહીં, તેમ મુગટના સતત નાશ અને ઉત્પત્તિ તમે સ્વીકારો તો નાશઉત્પત્તિવર્તમાનત્વાદિકમાં નાશવર્તમાનત્વાદિકનો વ્યવહાર થઈ શકે નહીં પરંતુ નાશઉત્પત્તિના વર્તમાનતાદિકનો જ વ્યવહાર થઈ શકે અથવા બીજું દષ્ટાંત કહે છે – - જેમ ઘટધર્મવર્તમાનત્વાદિકમાં ઘટવર્તમાનત્વાદિકનો વ્યવહાર થઈ શકે નહીં અર્થાત્ ઘટમાં રહેલ ઘટવધર્મના વર્તમાનતાદિકમાં ઘટત્વના વર્તમાનતાદિકનો વ્યવહાર થઈ શકે પરંતુ ઘટવર્તમાનતાદિકનો