________________
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૯ | ગાથા-૧૨
૩પ૧
પરમત=Rયાયિકના મતે, “હમણાં ઘટ નાશ પામ્યો' એ લોકમાં જે વ્યવહાર થાય છે તે, આધક્ષણમાં સર્વથા વ્યવહાર ઘટે નહીં. અમારા મતે નથભેદથી સંભવેત્રવ્યવહારનયથી તેવો પ્રયોગ સંભવે નહીં તોપણ નિશ્ચયનયથી “નાથમાણમ્ નમ્' એ વચન અનુસાર નાશની પ્રથમ ક્ષણમાં પણ ન ધ્વસ્તો વ:' એ વ્યવહાર થઈ શકે છે.
આમાં=નથભેદથી ઘટના નાશની ક્ષણમાં ‘પદ રદ:' એ વ્યવહાર થાય છે એમાં, સંમતિ બતાવે છે–સાક્ષી આપે છે –
“પુષ્પમાળાનં ૩પ્પv=ઉત્પદ્યમાનકાળમાં ઉત્પન્ન (દ્રવ્યને અને) વિષ્ઠિતં=વિગચ્છકાળમાં=નાશ પામતા કાળમાં, વિયં વિગત નાશ પામેલા, તિ વિષે પવળવવંતો એ દ્રવ્યને કહેતો પુરુષ, તિવIનવસથે વિરેસે ત્રિકાળ વિષયને વિશેષિત કરે છે–ત્રિકાળ વિષયવાળા દ્રવ્યનું પ્રતિપાદન કરે છે.” ૩/૩ળા (સમ્મતિ, ત્રીજો કાંડ, ગાથા-૩૭) I૯/૧૨ાા ભાવાર્થ:- ગાથા અનુસાર :
ગ્રંથકારશ્રીએ પૂર્વમાં સ્થાપન કર્યું કે, ઘટનો નાશ થાય છે ત્યારે મુગટની ઉત્પત્તિ થાય છે અને તે વખતે સુવર્ણ ધ્રુવ છે તેથી મુગટને જોઈને ઘટના અર્થીને શોક થાય છે, મુગટને જોઈને મુગટના અર્થીને હર્ષ થાય છે અને ઘટકાળમાં વર્તતું સુવર્ણ મુગટકાળમાં અવસ્થિત હોવાથી સુવર્ણના અર્થીને મધ્યસ્થભાવ થાય છે તેથી નક્કી થાય છે કે, પદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ છે.
ત્યાં શંકા થાય કે, ઘટનાશપૂર્વક મુગટની ઉત્પત્તિ થાય છે, તે સ્થાનમાં તો મુગટને જોઈને ત્રણ પુરુષોને ત્રણ ભાવો થાય છે પરંતુ મુગટની ઉત્પત્તિ પછી મુગટ દીર્ઘકાળ સુધી અવસ્થિત રહે છે ત્યારે પ્રતિક્ષણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ભાવોની પ્રતીતિ નથી પરંતુ જેમ સુવર્ણ અવસ્થિત છે તેમ મુગટ પણ અવસ્થિત છે. તેનું સમાધાન ગ્રંથકારશ્રીએ કર્યું કે, મુગટના ઉત્પત્તિકાળમાં જે ઘટનાશ થયો તે વખતે જે ઉત્પત્તિ અને નાશ થાય છે, તે ધ્રુવ એવાં સુવર્ણમાં ભળે છે અને મુગટની દ્વિતીયાદિ ક્ષણમાં તે ઉત્પત્તિ-નાશ દ્રવ્યરૂપ સંબંધથી પ્રતિક્ષણમાં છે તેથી મુગટના અવસ્થિતકાળમાં પણ ઉત્પત્તિ-નાશ-ધ્રૌવ્ય ત્રણેની પ્રાપ્તિ છે. ત્યાં પ્રશ્ન થાય કે, જો આ રીતે પ્રથમ ક્ષણની ઉત્પત્તિ અને નાશનો દ્રવ્યરૂપ સંબંધથી અનુગમ કરીએ તો “ઉદ્ય, સત્પન્ન, ત્યારે નર, નદ:,
નિતિ ” એ વ્યવહાર કઈ રીતે સંગત થઈ શકે ? તેનું સમાધાન કરતાં ગાથા-૧૧માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે ઋજુસૂત્રનયથી અનુગૃહીત એવાં વ્યવહારનયથી તે પ્રયોગ સંગત થશે.
ત્યાં નૈયાયિક કહે છે કે ઉત્પત્તિને અને નાશને ધારારૂપે સ્વીકારીએ તો ભૂતાદિક પ્રત્યય થઈ શકે નહીં, કેમ કે ઉત્પત્તિને અને નાશને ધારરૂપે સ્વીકારીએ તો સતત “આ ઘટ ઉત્પન્ન થઈ રહ્યો છે અને પિંડ નાશ પામી રહ્યું છે તેમ કહી શકાય પરંતુ “આ ઘટ બે દિવસ પહેલાં ઉત્પન્ન થયો છે અને બે દિવસ પહેલાં પિંડ નાશ પામ્યું છે તેમ કહી શકાય નહીં માટે “ઉત્પન્ન થયેલા પિંડનો નાશ ધ્રુવ છે અને ઘટ જ્યાં સુધી અવસ્થિત છે ત્યાંસુધી ધ્રુવ છે' તેમ માનવું જોઈએ પણ પ્રતિક્ષણ ઉત્પત્તિ-નાશ થઈ રહ્યાં છે તેમ માની શકાય નહીં. એ પ્રકારની તૈયાયિકની શંકાને સામે રાખીને ગ્રંથકારશ્રી કહે છે –