________________
૩૪૬
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૧૧
ભાવાર્થ :- ગાથાઅનુસાર :
પૂર્વની ગાથામાં શિષ્યના પ્રશ્નનો ઉત્તર આપતાં ગુરુએ કહેલ કે, પ્રથમ ક્ષણમાં ઉત્પન્ન થયેલ ઘટની ઉત્પત્તિ અને ઘટના પૂર્વપર્યાયરૂપ પિંડનો નાશ-તે ધ્રુવતામાં ભળ્યાં અને તે ધ્રુવતા ત્યાર પછી સતત રહે છે તેથી ઘટના અવસ્થિતિકાળ સુધી પ્રથમ ક્ષણનાં ઉત્પત્તિ અને નાશ બીજી. આદિ ક્ષણમાં દ્રવ્યરૂપ સંબંધથી છે માટે ઘટના અવસ્થિતિકાળ સુધી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની સંગતિ છે, તે પ્રમાણે સંગતિ સ્વીકારીએ તો પ્રસ્તુત ગાથામાં જે કહે છે કે ઉત્પત્તિનાશના અનુગમથી ભૂતાદિક પ્રત્યયનું ભાન થાય છે તે સંગત થાય છે.
આશય એ છે કે પ્રથમ ક્ષણમાં ઉત્પત્તિ-નાશથી યુક્ત ધ્રુવ એવી માટી હતી તેનો અનુગમ થવાથી બીજી આદિ ક્ષણમાં કહેવાય છે કે, “આ ઘટ હમણાં ઉત્પન્ન થયો નથી, પરંતુ અમુક ક્ષણો પૂર્વે કે અમુક દિવસો પૂર્વે ઉત્પન્ન થયો છે' આ પ્રકારના ભૂતના પ્રત્યયનું ભાન બીજી આદિ ક્ષણમાં થાય છે અને આદિથી ભવિષ્યના પ્રત્યયનું ભાન થાય છે તે ઉત્પત્તિ-નાશના અનુગામથી થઈ શકે છે અર્થાત્ “આ ઘટ ભવિષ્યમાં હજી આટલા દિવસ રહી શકે તેમ છે' તેવું ભાન થાય છે અને ઉત્પત્તિ-નાશના અનુગમથી ભૂતાદિક પ્રત્યયનું ભાન થાય છે તેમ ન સ્વીકારવામાં આવે તો એ પ્રતીતિ થવી જોઈએ કે, “આ ઘટ ઉત્પન્ન થયો છે' અને ત્યારપછી તેના અવસ્થિતિકાળ સુધી અવસ્થિત છે પરંતુ “આ ભૂતકાળમાં ઉત્પન્ન થયેલો ઘટ છે તેનું ભાન થઈ શકે નહીં. અહીં પ્રશ્ન થાય કે, ઘટ ઉત્પન્ન થયો તે ક્ષણમાં તો ઘટની ઉત્પત્તિ દેખાય છે અને પૂર્વપર્યાયનો નાશ પણ દેખાય છે અને તેના અનુગમથી ભૂતાદિક પ્રત્યય છે તેમ કહીએ તો ઉત્પાદ-નાશ અને ધ્રુવતાયુક્ત વસ્તુ ભૂતકાળની છે, વર્તમાનકાળની છે, ભવિષ્યકાળની છે તેમ કહી શકાય પરંતુ તે કઈ રીતે સંગત થઈ શકે ? તે ગાથાના ઉત્તરાર્ધથી કહે છે –
ઋજુસૂત્રરૂપ પર્યાયથી અનુગૃહીત એવાં વ્યવહારનયથી તે સર્વ ઘટે છે; કેમ કે ઋજુસૂત્રનય વસ્તુને સમય પ્રમાણ માને છે તેથી એ પ્રાપ્ત થાય છે, જે ક્ષણમાં ઘટની ઉત્પત્તિ થઈ, ઘટના પૂર્વપર્યાયનો નાશ થયો અને તે બંને મૃદ્રવ્યમાં અનુગમરૂપે છે, તેથી ઉત્પત્તિ-નાશ અને ધ્રુવતારૂપ વસ્તુ ઋજુસૂત્રનયથી વિચારીએ તો એકસમય છે અને જેટલા સમય પસાર થાય તેટલી તે ત્રણથી યુક્ત વસ્તુ નવી નવી થાય; કેમ કે ઋજુસૂત્રનયને વસ્તુ એકસમયપ્રમાણ માન્ય છે, માટે વસ્તુ દસ સમયપ્રમાણ અવસ્થિત દેખાતી હોય તો તે ઉત્પત્તિ, નાશ અને ધ્રુવતાવાળી વસ્તુ દસ સમય પૂર્વની અતીત જે હતી તે જ પ્રતિક્ષણ તદ્દશ પર્યાયરૂપે પરિણમન પામે છે તેથી “દસ સમય પૂર્વનો આ ઘટ છે” એ પ્રકારનો વ્યવહાર ઋજુસૂત્રનયથી અનુગૃહીત વ્યવહારનય સ્વીકારે છે.
ટબા અનુસાર :
નિશ્ચયનયથી “કરાતું હોય તે કરાયું કહેવાય” તે વચનને અનુસરીએ તો “ઉત્પદ્યમાન વસ્તુને ઉત્પન્ન થયેલી” કહેવાય પરંતુ વ્યવહારનય ઉત્પદ્યમાન વસ્તુને ઉત્પન્ન થયેલ છે તેમ સ્વીકારતો નથી પરંતુ “ઉત્પન્ન થાય છે” તેમ કહે છે, ઉત્પન્ન થયા પછી બીજી આદિ ક્ષણમાં “ઉત્પન્ન થયેલું છે” તેમ કહે છે અને ભવિષ્યમાં જે ઉત્પન્ન થવાનું હોય તેને “ઉત્પન્ન થશે” તેમ કહે છે. વળી, જે નાશ પામતું હોય તેને