________________
૩૪૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૯ | ગાથા-૧૦-૧૧ આવે ત્યારે આ ક્ષણથી વિશિષ્ટતાવાળા ઉત્પત્તિ-નાશ જણાય છે, તે બીજી આદિ ક્ષણમાં નથી તે માટે બીજી આદિ ક્ષણમાં “હમણાં ઉત્પન્ન થયો' ઇત્યાદિ પ્રયોગ થતો નથી. તેથી એ ફલિત થાય કે, આ ક્ષણથી વિશિષ્ટ ઉત્પત્તિ અને નાશને ગ્રહણ કરીને કહેવામાં આવે કે “ઘટ ઉત્પન્ન થયો ત્યારે પ્રથમ ક્ષણમાં જ ઘટની ઉત્પત્તિ, પૂર્વપર્યાયનો નાશ અને મૃદુદ્રવ્યની ધ્રુવતા પ્રાપ્ત થાય છે. બીજી આદિ ક્ષણમાં એ તત્કણવિશિષ્ટ ઉત્પત્તિ, નાશ, ધ્રુવતા નથી તોપણ બીજી આદિ ક્ષણમાં પ્રથમ ક્ષણના દ્રવ્યરૂપ સંબંધતાથી પ્રથમ ક્ષણના ઉત્પત્તિ-નાશની અનુવૃત્તિ છે. માટે સર્વકાળ પદાર્થ ઉત્પાદવ્યયધ્રૌવ્યરૂપ છે.
માટીમાંથી ઘટ ઉત્પન્ન થાય છે ત્યારે ઉત્પત્તિ, નાશ અને ધ્રૌવ્ય શું છે? તે સ્પષ્ટ કરતાં કહે છે. ઘટ કહીએ ત્યારે=ઘટ ઉત્પન્ન થયો ત્યારે, દ્રવ્યર્થના આદેશથી=ઘટરૂપ પર્યાયના આધારને બતાવવાની દૃષ્ટિથી, મૃદ્ધવ્ય લેવું; કેમ કે ઉત્પત્તિ-નાશની આધારતા સામાન્યરૂપ કહેવાય છે તેથી ઘટની ઉત્પત્તિ અને ઘટના પૂર્વપર્યાયરૂપ પિંડાદિ પર્યાયની નાશતાનો આધાર સામાન્યરૂપે મૃદ્રવ્ય છે અર્થાત્ મુદ્રવ્ય પુદ્ગલનો પર્યાય હોવા છતાં વસ્તુત: ઘટરૂપ પર્યાયનો આધાર છે અને પિંડરૂપ પર્યાયના નાશનો આધાર છે માટે ઘટપર્યાયની ઉત્પત્તિ અને પિંડપર્યાયના નાશનો આધાર મૃદ્રવ્ય છે અને તેની પ્રતિયોગિતા તે વિશેષરૂપે કહેવાય છે=આધારમાં જે આધેય હોય તે પ્રતિયોગિક કહેવાય અને માટીરૂપ જે સામાન્ય દ્રવ્ય છે તે દ્રવ્યરૂપ આધારમાં આધેય એવી ઘટની ઉત્પત્તિ છે તે પ્રતિયોગી છે અને પિંડનાશ છે તે પણ પ્રતિયોગી છે તેથી ઘટની ઉત્પત્તિમાં અને પિંડનાશમાં જે પ્રતિયોગિતા છે તે વિશેષરૂપે કહેવાય છે. આથી જ ન્યાયની ભાષામાં ઘટપ્રતિયોગી મૃદ્દઅનુયોગી' એ પ્રકારનો વ્યવહાર થાય છે. અથવા “પિંડનાશ પ્રતિયોગી મૃઅનુયોગી' એ પ્રકારનો વ્યવહાર થાય છે. વળી, આધાર હંમેશાં દ્રવ્ય હોય અને આધેય હંમેશાં પર્યાય હોય. આથી દ્રવ્ય સામાન્યરૂપ કહેવાય છે અને પર્યાય વિશેષરૂપ કહેવાય છે.
ષષ્ઠી વિભક્તિનો અર્થ ‘પ્રતિયોગી થાય છે તેથી વીર ભગવાનની પ્રતિમા હોય તો “વીરપ્રતિયોગી પ્રતિમા' કહેવાય છે.
તેમ ઘટનો આધાર અથવા પિંડનાશનો આધાર મૃદ્રવ્ય છે. તેથી “ઘટના આધારમાં” અને “પિંડનાશના આધારમાં રહેલ ષષ્ઠી વિભક્તિનો અર્થ પ્રતિયોગી કરીએ તો ઘટરૂપ પર્યાય અને પિંડનાશરૂપ પર્યાય તે પ્રતિયોગી' કહેવાય. ll૯/૧ના અવતરણિકા :
પૂર્વ ગાથામાં ગ્રંથકારશ્રીએ શિષ્યને ઉત્તર આપતાં કહ્યું કે, ઉત્પન્ન થયેલા ઘટમાં બીજી આદિ ક્ષણમાં પણ ઉત્પત્તિ, વાશની અનુગમશક્તિથી ત્રિલક્ષણની પ્રાપ્તિ છે તેને જ યુક્તિથી સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
ગાથા :
ઉત્પત્તિનાશનઈ અનુગમઈ, ભૂતાદિક પ્રત્યય ભાન રે; પર્યાયારથથી સવિ ઘટઇ, તે માનઇ સમય પ્રમાન રે. જિન II૯/૧૧ના