________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૧ | ગાથા-૭
આશય એ છે કે “પ્રમાણવાર્તિક”ના પ્રસ્તુત શ્લોકની પૂર્વના શ્લોકમાં યોગાચારવાદીએ કહેલ કે, “અલગ અલગ રંગથી યુક્ત એવાં વસ્ત્રને જોઈને બુદ્ધિમાં અનેક વર્ણનો બોધ થાય છે તેનાથી નક્કી થાય છે કે, ચિત્રવર્ણવાળું એક દ્રવ્ય છે તેમ સ્વીકારીએ તો શું વાંધો ?” એ પ્રકારની શંકા ‘ત્રિં સ્થાત્ ?’થી પ્રસ્તુત શ્લોકમાં કરેલ છે. તેને ઉત્તર આપતાં સર્વ શૂન્યવાદી કહે છે કે, “ચિત્રવર્ણવાળું દ્રવ્ય તો નથી પરંતુ તે એક મતિમાં ચિત્રવર્ણનો બોધ પણ થઈ શકે નહીં; કેમ કે જુદા જુદા આકારનો બોધ એ ભેદનું લક્ષણ છે તેથી તે જુદા જુદા આકારવાળી મતિ વસ્તુતઃ જુદી જુદી હોવી જોઈએ અને જુદી જુદી મતિ નથી તેથી જે ચિત્રવર્ણને ગ્રહણ કરનાર મતિ દેખાય છે તે પણ વાસ્તવિક નથી પરંતુ ભ્રમાત્મક છે. અહીં પ્રશ્ન થાય કે જો ચિત્રરૂપવાળું વસ્ત્ર નથી અને ચિત્રરૂપનું અવગાહન કરનાર તિ પણ નથી તો જોનાર પુરુષને ચિત્રરૂપની પ્રતીતિ કેમ થાય છે ? તેથી શ્લોકના ઉત્તરાર્ધથી કહે છે
—
333
ભાસમાન એવાં નીલાદિ અર્થોનું એવું સ્વરૂપ છે કે વાસ્તવિક નથી છતાં તેના સ્વરૂપે છે તેવું જણાવું સ્વયં તે અર્થોને રુચતું હોય તો અમે કઈ રીતે તેનો નિષેધ કરી શકીએ ? અર્થાત્ બુદ્ધિથી જણાય છે કે, જગતમાં ચિત્રરૂપવાળી વસ્તુ નથી અને ચિત્રરૂપવાળી બુદ્ધિ પણ નથી છતાં બુદ્ધિમાં જણાતું હોય તો અમે તેનો કેવી રીતે નિષેધ કરી શકીએ ? વાસ્તવિક રીતે ચિત્રરૂપવાળી વસ્તુ અને ચિત્રરૂપવાળી બુદ્ધિ પણ નથી પરંતુ શૂન્ય જ છે છતાં તેવો પ્રતિભાસ થાય છે.
અહીં સર્વશૂન્યવાદી બૌદ્ધ કહે કે તે અમને ઇષ્ટ છેયોગાચારવાદી બૌદ્ધને ગ્રંથકારશ્રીએ આપત્તિ આપી કે તને સર્વશૂન્યવાદ સ્વીકારવો પડશે તે આપત્તિ સર્વશૂન્યવાદી બૌદ્ધ કહે કે તે અમને ઇષ્ટ છે માટે શોક, પ્રમોદાદિના બળથી પદાર્થ ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક છે એમ સિદ્ધ કરી શકાય નહીં તેથી સર્વશૂન્યવાદી એવાં બૌદ્ધ મતનું નિરાકરણ કરતાં કહે છે –
ગ્રંથકારશ્રી શૂન્યવાદીને પૂછે કે, શૂન્યવાદ પ્રમાણથી સિદ્ધ છે કે અસિદ્ધ છે ? જો શૂન્યવાદી કહે કે શૂન્યવાદ પ્રમાણથી સિદ્ધ છે તો ગ્રંથકારશ્રી કહે છે કે પ્રમાણ નામની વસ્તુ સિદ્ધ થવાથી શૂન્યવાદનું સ્થાપક પ્રમાણ વિદ્યમાન છે માટે સર્વશૂન્ય છે તેમ કહી શકાય નહીં અને જો શૂન્યવાદી કહે કે શૂન્યવાદનું સ્થાપક પ્રમાણ અસિદ્ધ છે તો પ્રમાણથી અસિદ્ધ એવાં શૂન્યવાદને કોઈ વિચારક સ્વીકારી શકે નહીં. માટે શૂન્યવાદનું કથન કરનાર પુરુષ ‘મારી માતા વંધ્યા છે' તેના જેવો અસંબદ્ધ પ્રલાપ કરે છે. તે માટે=નિમિત્તભેદ વગર શોકપ્રમોદાદિ ત્રણ ભાવો થઈ શકે નહીં અને માત્ર સંકલ્પવિકલ્પથી શોકપ્રમોદાદિ સ્વીકારીએ તો શૂન્યવાદ આવે અને તે શૂન્યવાદ પણ યુક્તિરહિત છે તે માટે, સર્વનયથી શુદ્ધ એવો સ્યાદ્વાદ જ વીતરાગપ્રણીત છે તેને સ્વીકારવો જોઈએ.
આશય એ છે કે પદાર્થને જોનારી જેટલી દૃષ્ટિઓ છે તે સર્વ દષ્ટિઓનું ઉચિત સ્થાને યોજન ક૨વાથી દરેક નયદૃષ્ટિઓ પરસ્પર અવિરુદ્ધરૂપે ભાસે છે અને તેવો સર્વનયશુદ્ધ સ્યાદ્વાદ છે. આથી જ સ્યાદ્વાદની સર્વ દૃષ્ટિઓના ઉત્પત્તિના સ્થાનભૂત એવી દ્રવ્યને જોનારી દૃષ્ટિ અને પર્યાયને જોનારી દૃષ્ટિરૂપ દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિકનય છે અને તે બંને દૃષ્ટિ વીતરાગપ્રણીત છે અને તે દૃષ્ટિથી પદાર્થને જોવામાં આવે તો