________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૯| ગાથા-૬ કરભનઈં અનિષ્ટ થઈ. પણિ-તિહાં-વતુર્ભદ નથી, તિમ-ઇહાં પણિ જાણવું. તે બૌદ્ધનઈ નિમિતભેદ વિના વાસનારૂપ મનસ્કારની ભિન્નતા કિમ શુદ્ધ થાઈ? તમાર્ટિશકાદિકનું ઉપાદાન જિમ-ભિન્ન તિમ-નિમિત્ત પણિ અવશ્ય ભિન્ન માનવું. એક વસ્તુની પ્રમાતુર્ભદઈ ઈનિષ્ટતા છઇ, તિહાં પરિણ-એક દ્રવ્યના ઈષ્ટાનિખજ્ઞાનજનન શક્તિરૂપ પર્યાયભેદ કહવા જ. II૯/કા ટબાર્થ -
બૌદ્ધ એમ કહે છે જે-ત્રાજવાના તમન-ઉત્નમનની જેમ ત્રાજવાના બે પલ્લામાંથી એક પલ્લું તમે તો બીજું પલ્લું ઊંચું થાય, તેમ ઉત્પાદવ્યય જ એકદા છે. ક્ષણિક સ્વલક્ષણ એવાં પદાર્થને ઘીવ્ય તો છે જ નહીં. હેમથી=સુવર્ણથી, શોકાદિ કાર્ય થાય છે તેમાં ભિન્ન ભિન્ન લોકોની ભિન્ન ભિન્ન વાસના છે તેથી થાય છે પરંતુ શોકાદિ ત્રણ ભાવોથી પદાર્થ ઉત્પાદવ્ય ધોવ્યરૂપ સિદ્ધ થતો નથી)
વાસનાથી જ શોકાદિ ત્રણ થાય છે તેમાં બૌદ્ધ દષ્ટાંત બતાવે છે – જેમ-એક જ વસ્તુ કોઈકને ઈષ્ટ છે અને કોઈકને અનિષ્ટ છે તે પ્રત્યક્ષ દેખાય છે. તે દૃષ્ટાંતથી સંગત કરે છે –
શેરડી વગેરે મનુષ્યને ઈષ્ટ છે, ઊંટને અનિષ્ટ છે. પણ ત્યાં=શેરડી વગેરેમાં, વસ્તુનો ભેદ નથી પરંતુ મનુષ્યની વાસનાને કારણે મનુષ્યને ઈષ્ટ જણાય છે અને ઊંટની વાસનાને કારણે ઊંટને અનિષ્ટ જણાય છે તેમ અહીં પણ જાણવું ઘટનાશપૂર્વક મુગટના ઉત્પાદને જોઈને કોઈક પુરુષને શોક થાય છે, કોઈક પુરુષને પ્રમોદ થાય છે. કોઈક પુરુષને માધ્યસ્થભાવ થાય છે ત્યાં પણ મુગટરૂપ એક વસ્તુને જોઈને વાસનાભેદથી ત્રણ પુરુષને ત્રણ પરિણામ થાય એમ જાણવું.
તેને ગ્રંથકારશ્રી કહે છે –
તે બૌદ્ધને નિમિતભેદ વગર વાસનારૂપ મનસકારતી=વાસનાથી ઉત્પન્ન થયેલ શોકાદિરૂપ ત્રણ પ્રકારના મનની, ભિન્નતા કેમ શુદ્ધ થાય ?=કેમ સંગત થાય ? અર્થાત્ સંગત થાય નહીં. તે માટે નિમિત્તભેદ વગર શોકાદિરૂપ મનની ભિન્નતા સંગત થાય નહીં તે માટે, શોકાદિનું ઉપાદાન જેમ ભિન્ન છે શોકાદિ કરનાર ત્રણ પુરુષો જેમ ભિન્ન છે, તેમ નિમિત્ત પણ અવશ્ય ભિન્ન માનવું જોઈએ=શોકનું નિમિત્ત ઘટનાશ, પ્રમોદનું નિમિત મુગટતો ઉત્પાદ અને મધ્યસ્થતાનું નિમિત્તે તેમનું ધ્રૌવ્યપણું અવશ્ય ભિન્ન માનવું જોઈએ.
અહીં પ્રશ્ન થાય કે, શેરડીરૂપ એક વસ્તુ મનુષ્યને ઇષ્ટ જણાય છે, ઊંટને અનિષ્ટ જણાય છે, ત્યાં નિમિત્તભેદ નથી પરંતુ શેરડીરૂપ એક જ નિમિત્ત છે તેમ પ્રસ્તુતમાં પણ શોકાદિનો નિમિત્તભેદ નથી એમ સ્વીકારીએ તો શું વાંધો છે ? તેના નિવારણ માટે કહે છે –
એક વસ્તુની શેરડી વિગેરે એક વસ્તુની, પ્રમાતૃભેદથી=મનુષ્યરૂપ પ્રમાતુના અને ઊંટરૂપ પ્રમાતુના