SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૫ દ્રવ્યગુણપર્યાનો રાસ ભાગ-૧] ઢાળ-૯ | ગાથા-૩ ભાવાર્થ : જગતના સર્વ પદાર્થો ઉત્પાદ, વ્યય, ધ્રુવ સ્વરૂપ છે, તે લોકઅનુભવના દષ્ટાંતથી ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે – જેમ, કોઈ ત્રણ પુરુષમાંથી કોઈ એક પુરુષ સુવર્ણઘટનો અર્થી હોય, બીજો પુરુષ સુવર્ણમુગટનો અર્થી હોય, ત્રીજો પુરુષ સુવર્ણમાત્રનો અર્થી હોય અને કોઈ તે સુવર્ણના ઘટને તોડીને મુગટ બનાવે ત્યારે સુવર્ણના ઘટનો અર્થી પુરુષ સુવર્ણઘટના વ્યયને જોઈને પોતાના પરિણામથી દુ:ખવાળો થાય છે; કેમ કે સુવર્ણના ઘટનો અર્થી હોવાથી સુવર્ણના અઘટની પ્રાપ્તિથી તેને દુઃખ થાય છે. વળી, બીજો પુરુષ, જે સુવર્ણના મુગટનો અર્થી છે, તે પુરુષ સુવર્ણના ઘટમાંથી મુગટની ઉત્પત્તિ જોઈને પોતાના પરિણામથી હર્ષવાળો થાય છે, કેમ કે તેને ઇષ્ટ એવાં સુવર્ણના મુગટની પ્રાપ્તિ દેખાય છે. વળી, સુવર્ણના ઘટના નાશથી સુવર્ણનો મુગટ બને છે ત્યારે તે બન્ને અવસ્થામાં સુવર્ણની સ્થિતિ છે તેથી સુવર્ણમાત્રના અર્થી પુરુષને સુવર્ણઘટના નાશથી મુગટની ઉત્પત્તિમાં પણ સુવર્ણની અવસ્થિતિ દેખાય છે તેથી દુઃખ કે હર્ષવાળો થતો નથી પરંતુ ઉપેક્ષાવાળો થાય છે તેથી તે ત્રણ પુરુષના અનુભવથી જણાય છે કે સુવર્ણરૂપ અવસ્થિત દ્રવ્ય ઘટરૂપ પર્યાયનો ત્યાગ કરીને મુગટરૂપ પર્યાયને પ્રાપ્ત કરે છે. માટે પર્યાયરૂપે વસ્તુની ઉત્પત્તિ અને નાશ છે અને દ્રવ્યરૂપે અવસ્થિતિ છે. એમ સર્વ પદાર્થોમાં ઉત્પાદ, વ્યય પર્યાયરૂપે છે અને સ્થિતિ દ્રવ્યરૂપે છે. આ અનુભવને સ્પષ્ટ કરવા અર્થે ટબામાં કહે છે કે ઉત્પાદવ્યયભાગી સુવર્ણથી ભિન્ન એવું કોઈ સ્થિર દ્રવ્ય અને સ્થિતિભાગી સુવર્ણથી ભિન્ન એવું ઉત્પાદવ્યયવાળું કોઈ દ્રવ્ય દેખાતું નથી તેથી ઉત્પાદ, વ્યય પામનાર અન્ય દ્રવ્ય છે અને ધ્રુવ રહેનાર અન્ય દ્રવ્ય છે એમ માની શકાય નહીં. કેમ માની શકાય નહીં તેમાં યુક્તિ બતાવે છે. ઘટ, મુગટ આદિ આકારને ન સ્પર્શતું હોય એવું હેમદ્રવ્ય જગતમાં નથી, જે સદા એકસ્વરૂપ ધ્રુવ હોય. વળી, ઘટમુગટાદિ આકારના પરિવર્તનમાં પણ સુવર્ણના ધ્રુવપણાની પ્રતીતિ છે તેથી તેના ભાવનો વ્યય ન થાય એ નિત્ય સ્વીકારી શકાય અર્થાત્ સુવર્ણના ભાવનો વ્યય ન થાય પરંતુ સુવર્ણનો આકાર બદલાય તે નિત્ય સ્વીકારી શકાય અને નિત્યનું લક્ષણ તેના ભાવના અવ્યયરૂપ સ્વીકારવાથી એ પ્રાપ્ત થાય કે, વસ્તુ કોઈક પરિણામે ધ્રુવ છેસુવર્ણના પરિણામથી સુવર્ણ ધ્રુવ છે અને કોઈક પરિણામે અધ્રુવ છે=ઘટાકારમાંથી મુગટાકાર પરિણામથી અધ્રુવ છે, એ પ્રમાણે સર્વ ઠેકાણે ભાવન કરવું. આ કથનથી જ જેઓ અપ્રશ્રુત, અનુત્પન, સ્થિર એકસ્વભાવવાળું દ્રવ્ય ધ્રુવ છે એમ કહીને, પરમાણુને અને આત્માને એકાંત ધ્રુવ માને છે અને કચણુકાદિ પદાર્થોને એકાંત અધ્રુવ માને છે તે નૈયાયિકના કથનનું નિરાકરણ થાય છે; કેમ કે પરમાણુ પણ પ્રતિક્ષણ તે તે ભાવરૂપે પરિણામાંતર પામે છે આથી જ તે પરમાણુ ક્યારેક રક્તભાવરૂપે હોય છે અને ક્યારેક શ્વેતભાવરૂપે બને છે તેથી પરમાણુભાવરૂપે સ્થિર સ્વીકારીએ તોપણ તે તે અવસ્થાથી પરમાણુ અનિત્ય છે અને આત્મા પણ આત્મારૂપે નિત્ય હોવા
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy