________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૧ | ગાથા-૧ (૨) ગણિતાનુયોગ-સંખ્યાશાસ્ત્ર છે અને તે ચંદ્રપ્રજ્ઞપ્તિપ્રમુખ શાસ્ત્રરૂપ છે. (૩) ધર્મકથાનુયોગઆખ્યાયિકાવચન છે અને તે જ્ઞાતાપ્રમુખ શાસ્ત્રરૂપ છે=જ્ઞાતાધર્મકથા આદિ આગમો છે. (૪) દ્રવ્યાનુયોગ-પદ્ધવ્યનો વિચાર છે અને તે સૂત્રમાં આગમમાં, સૂત્રકૃતાંગ શાસ્ત્રરૂપ છે. પ્રકરણમાં=આગમતા પદાર્થોને ગ્રહણ કરીને પાછળના સૂરિઆચાર્યો વડે રચાયેલા પ્રકરણ ગ્રંથોમાં, સમ્મતિ-તત્વાર્થ પ્રમુખ મહાશાસ્ત્ર છે. તે માટે શાસ્ત્રમાં ચાર અનુયોગ કહ્યા છે અને તે ચાર અનુયોગમાં દ્રવ્યાનુયોગ છે તે માટે, એ પ્રબંધ કરાય છે દ્રવ્યગુણપર્યાયનો રાસ” રૂપ પ્રબંધ કરાય છે અને તેમાં પણ “દ્રવ્યગુણપર્યાયનો રાસ” એ રૂપ પ્રબંધમાં, દ્રવ્ય, ગુણ, પર્યાયનો વિચાર છે. તેથી આને દ્રવ્યાનુયોગ જાણવો. ૧/૧
ભાવાર્થ :
દ્રવ્યગુણપર્યાયના રાસની પ્રથમ મૂળ ગાથામાં ગ્રંથકારશ્રીએ પ્રથમ ગુરુને નમસ્કાર કરીને ગ્રંથનું પ્રયોજન અને ગ્રંથનો વિષય બતાવ્યો છે અને ગુરુ તરીકે શ્રી જિતવિજયજી પંડિત અને શ્રી નયવિજયજી પંડિતને સંભારીને ગ્રંથકારશ્રીએ જ્ઞાનરુચિવાળા જીવના ઉપકાર માટે દ્રવ્યાનુયોગનો વિચાર કરવાની પ્રતિજ્ઞા કરી છે; કેમ કે ભગવાનના શાસનની મર્યાદાનુસાર છ દ્રવ્યનો વિચાર કરવામાં આવે તો જગતની યથાર્થ વ્યવસ્થાનું જ્ઞાન થાય છે અને તે વ્યવસ્થાને જાણીને જ્ઞાનરુચિજીવો દ્રવ્યાનુયોગના ચિંતવનના બળથી સંસારસાગરને પાર પામી શકે છે.
ગ્રંથકારશ્રીએ કહ્યું કે, દ્રવ્યાનુયોગનો હું વિચાર કરીશ. તેથી જિજ્ઞાસા થાય કે, અનુયોગ શું છે? તેથી ગ્રંથકારશ્રી કહે છે કે, સૂત્રના અર્થનું યથાર્થ વ્યાખ્યાન કરવામાં આવે તે અનુયોગ કહેવાય; કેમ કે “મનુયોગને અનુયો1:' એ પ્રકારની વ્યુત્પત્તિ છે. તેથી સૂત્રોનું અર્થ સાથેનું યોજન તે અનુયોગ કહેવાય અને તે અનુયોગના ચાર ભેદો શાસ્ત્રમાં કહ્યા છે; કેમ કે શાસ્ત્રના પદાર્થો આ ચાર વિભાગમાં વિભક્ત છે અને તે ચાર અનુયોગના સ્વરૂપને જાણીને જે જે અનુયોગ જે જે પ્રકારે ઉપકારક થાય છે તે પ્રકારે તે તે અનુયોગનું આલંબન લઈને આત્માને ભાવિત કરવામાં આવે તો સૂત્રના અર્થથી આત્મા ભાવિત બને.
(૧) વળી, આ ચારે અનુયોગમાં પૂર્વ પૂર્વ કરતાં ઉત્તર ઉત્તરનો અનુયોગ અધિક ગુણકારી છે, તોપણ ચરણકરણાનુયોગનું સેવન કર્યા વગર ઉત્તરના અનુયોગો આત્મામાં નિષ્પન્ન થઈ શકે નહીં. તેથી શાસ્ત્રકારોએ સર્વપ્રથમ ચરણકરણાનુયોગને કહ્યો છે.
(૨) વળી, ચરણાનુયોગનો યથાર્થ બોધ કરીને અને જીવનમાં સેવીને મહાત્મા અધિક નિર્લેપતા અર્થે ગણિતાનુયોગનાં શાસ્ત્રોને ભણે છે અને ગણિતાનુયોગથી આત્માને વાસિત કરે છે. જેથી આચારના સેવનથી થયેલી શુદ્ધિ અતિશયવાળી થાય છે.
(૩) વળી, ગણિતાનુયોગના સેવન પછી ધર્મકથાનુયોગના સેવનથી આત્માને વાસિત કરવામાં આવે ત્યારે વિશેષ નિર્લેપતા પ્રગટે છે.
(૪) વળી, ધર્મકથાનુયોગથી મુનિનો આત્મા વાસિત થયા પછી દ્રવ્યાનુયોગના ચિંતવનથી ભાવિત થાય અને વીર્યનો પ્રકર્ષ થાય તો ક્ષપકશ્રેણી માંડે છે, માટે ચારેય અનુયોગમાં દ્રવ્યાનુયોગ સર્વશ્રેષ્ઠ છે અને તે દ્રવ્યાનુયોગનો વિચાર કરવાનો ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથમાં પ્રારંભ કરેલ છે. /૧/પા.