________________
૨૫૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૮ | ગાથા-૯
"एक्केक्को य सयविहो, सत्तणयसया हवंति एमेव । अण्णोऽवि य आएसो, पंचेव सया नयाणं तु" ।।१।।
એહવી શારીતિ છડી, અંતર્ભાવિત-સાતમાંહિં ભલ્યા, જે-ટ્રવ્યાર્થિક, પર્યાયાર્થિકતે ઉદ્ધરી-અલગા કાઢી, નવ નવ કહિયા, તે સ્ય પ્રપંચ ? ચતુર મનુષ્ય વિચારી જીઓ. Bl૮/. ટબાર્ચ -
તત્વાર્થસૂત્રમાં સાત નય કહ્યા છે અને આદેશાંતરથી કહેતાં મતાંતરથી કહેતાં, પાંચ તયો કહ્યા છે.
આ જ કથનની સાક્ષી આપે છે – સાત મૂળ ગયો છે અને પાંચ આદેશાંતર છે એ પ્રમાણે સૂત્રમાં છે. કઈ રીતે સાત નયમાંથી પાંચ નય થયા ? તે સ્પષ્ટ કરે છે –
સાંપ્રતનય, સમભિરૂઢનય, એવંભૂતનય – આ ત્રણે તયોને શબ્દ=શબ્દનય, એક નામથી સંગ્રહ કરાય તે વખતે પ્રથમ ચાર સાથે પાંચ તય કહેવાય.
આથી જન્નતત્વાર્થમાં મૂળ સાત નય અને આદેશાંતરથી પાંચ ગયો છે આથી જ, એકેકના સો ભેદ થાય છે તેમાં પણ ૭૦૦ ભેદ અને ૫૦૦ ભેદ એમ બે મત કહ્યા છે.
જે પ્રમાણે આવશ્યકમાં કહેવાયું છે –
“એક-એક પણ સો પ્રકારનો છે તેથી સાતસો નય થાય છે એ રીતે જ અન્ય પણ આદેશ છે. નયોના પાંચસો ભેદો છે.” (આવશ્યકલિથુક્તિ, ગાથા-૭૫૯)
આવી શાસ્ત્રરીતિને છોડીને=ગ્રંથકારશ્રીએ તત્વાર્થ સૂત્રની સાક્ષી બતાવી એવી શાસ્ત્રરીતિને છોડીને, અંતભવિત=સાત તયોમાં ભેળવાયેલા એવાં જે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક, તેને ઉદ્ધરીને= જુદા કાઢીને, નવ નથી કા=દિગંબરોએ નવ નયો કહ્યા, તે સ્યો પ્રપંચ ?=તે અસમંજસ કથન છે, એ પ્રમાણે ચતુર મનુષ્યો=વિભાગવાક્યને જાણવામાં ચતુર મનુષ્યો, વિચારીને જોજો. ૮/ ભાવાર્થ :
દિગંબર મત તત્ત્વાર્થસૂત્રને સ્વીકારે છે અને તત્ત્વાર્થસૂત્રમાં નૈગમાદિ સાત નયો બતાવેલ છે અને અપેક્ષા ભેદને સામે રાખીને છેલ્લા ત્રણ નયને અર્થાત્ સાંપ્રત, સમભિરૂઢ અને એવંભૂત-એ ત્રણ નયને, શબ્દનયથી સંગ્રહ કરીને પાંચ નય બતાવ્યા છે. વળી, તે સાત નયોમાંથી એકેકના સો ભેદો થાય છે તેથી સાતસો નય બને છે અને તત્ત્વાર્થસૂત્રમાં આદેશાંતરથી જે પાંચ નો કહ્યા, તેના પણ સો સો ભેદ થાય છે, તેથી પાંચસો નય બને છે તેને સામે રાખીને આવશ્યક સૂત્રમાં સાતસો અને પાંચસો નયો બતાવ્યા છે તેથી