________________
૨૫૦
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૮ | ગાથા-૩
દેખાડે છે અને વ્યવહારનય આત્મામાં વર્તતા ભાવોને આત્મા સાથે ભેદ દેખાડે છે. તેથી નિશ્ચયનય અને વ્યવહારનયમાં શો ભેદ છે તે બતાવીને હવે વ્યવહારનયના ભેદો બતાવવા અર્થે કહે છે –
ગાથા :
દોઇ ભેદ વ્યવહારના જી, સદભૂતાસદભૂત.
એક વિષય સદભૂત છઈ જી, પરવિષયાસભૂત રે. પ્રાણી II૮/3II ગાથાર્થ :
વ્યવહારનયના બે ભેદ છે, સદ્ભુત અને અસદ્ભૂત. એક વિષયએક દ્રવ્યાશ્રિત જે વિષય, તેને ગ્રહણ કરે તે સદ્ભુત છે. પર વિષય પરદ્રવ્યાશ્રિત જે વિષય, તેને ગ્રહણ કરે તે અસદ્ભુત વ્યવહાર. l/3II ટબો :, વ્યવહારનયના ૨ ભેદ કહ્યા છઈ. એક-સભૂત વ્યવહાર, બી અસભૂત વ્યવહાર. એક વિષય કહતાં-એક દ્રવ્યાશ્ચિત, તે સદ્દભૂત વ્યવહાર. પરવિષય-તે અસદ્દભૂત વ્યવહાર. ૮/૩ાા.
ટબાર્થ
વ્યવહારનયના બે ભેદ કહ્યા છે. એક સદ્ભત વ્યવહાર, બીજો અસભૂત વ્યવહાર. એક વિષય કહેતાં-એક દ્રવ્યાશ્રિત વિષયને, ગ્રહણ કરે તે સદ્ભુત વ્યવહાર. પરવિષય=એક દ્રવ્યથી અન્ય દ્રવ્યના વિષયને, જે ગ્રહણ કરે તે અસદ્ભુત વ્યવહાર. ll૮/૩ ભાવાર્થ :
અધ્યાત્મના મૂળ બે નયો છે. તેમાંથી નિશ્ચયનય ભેદ સહિત બતાવ્યા પછી હવે વ્યવહારનયના ભેદ બતાવે છે. વ્યવહારનયના બે ભેદો છે :- (૧) સદ્ભૂત અને (૨) અસભૂત. ગુણ-ગુણીનો ભેદ દેખાડે તે વ્યવહારનય છે.
(૧) સભૂત વ્યવહારનય :- જે વ્યવહારનય આત્મારૂપ એક દ્રવ્યમાં વર્તતા ભાવોને ગ્રહણ કરીને ગુણ-ગુણીનો ભેદ દેખાડે તે સદ્ભુત વ્યવહારનય છે અર્થાત્ આત્મામાં વિદ્યમાન સભૂત એવાં ગુણોને ગ્રહણ કરીને આત્માના જ્ઞાનાદિ ગુણોના ભેદનું કથન કરે છે માટે સભૂત વ્યવહાર છે.
(૨) અસભૂત વ્યવહારનય - જે વ્યવહારનય આત્મારૂપ એક દ્રવ્યની સાથે લાગેલાં કર્મોનો કે દેહનો આત્મા સાથે ભેદ દેખાડીને આત્માનાં કર્મો અથવા આત્માનો દેહ એ પ્રમાણે બતાવે તે અસદ્દભૂત વ્યવહારનય છે. આ વ્યવહારનય આત્માના સદ્ભૂત એવાં ભાવોને ગ્રહણ કરનાર નથી પરંતુ આત્માથી ભિન્ન એવાં કર્માદિરૂપ વિષયને ગ્રહણ કરનાર છે તેથી અસદ્ભુત વ્યવહારનય છે. II૮/3II