SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૮ | ગાથા-૧-૨ જોનારી દૃષ્ટિરૂપ વ્યવહા૨નય છે. વળી, તે બે નયોમાં પ્રથમ જે નિશ્ચયનય છે, તેના બે ભેદો દિગંબરો કહે છે. એક શુદ્ધ નિશ્ચયનય=શુદ્ધ આત્માના પારમાર્થિક સ્વરૂપને જોનારી દૃષ્ટિરૂપ શુદ્ધ નિશ્ચયનય અને બીજો અશુદ્ધ નિશ્ચયનય=અશુદ્ધ એવાં સંસારી જીવોમાં વર્તતા અશુદ્ધ ભાવોને જોનારી દૃષ્ટિરૂપ અશુદ્ધ નિશ્ચયનય. ૨૪૮ આ પ્રકારના દિગંબરના નયોના વર્ણનને સાંભળીને હે જીવો ! તમે ભગવાને કહેલા આગમના ભાવોને જિનવચનાનુસાર સમ્યક્ પરીક્ષા કરીને દિગંબર જે કહે છે, તેમાંથી જે ભાવો જિનવચનાનુસાર હોય તેને ગ્રહણ કરો, જેથી નિર્મળ મતિ પ્રગટ થાય. Il૮/૧/ અવતરણિકા : નિશ્ચયનયના શુદ્ધ, અશુદ્ધરૂપ બે નયોના ભેદોનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે ગાથા = ગાથાર્થઃ યથા=જે પ્રમાણે, નિરુપાધિ=કર્મની ઉપાધિથી રહિત, શુદ્ધ એવાં આત્માના વિષયરૂપ કેવલજ્ઞાનાદિ જીવ છે. (એ પ્રમાણે શુદ્ધ નિશ્ચયનય કહે છે.) જીવ કેવલાદિક યથા રે, શુદ્ધવિષય નિરુપાધિ; મઇનાણાદિક આતમા રે, અશુદ્ધ તે સોપાધિ રે. પ્રાણી૰ ll૮/૨ સોપાધિ=કર્મની ઉપાધિથી સહિત, અશુદ્ધ તે=અશુદ્ધ વિષય, મતિજ્ઞાનાદિ આત્મા છે. (એ પ્રમાણે અશુદ્ધ નિશ્ચયનય કહે છે.) II૮/૨/ા ટો : જીવ-તે-કેવલજ્ઞાનાદિરૂપ છઈ, ઈમ-જે નિરુપાધિ કહિઈં-કર્મોપાધિરહિત, કેવલજ્ઞાનાદિ શુદ્ધ વિષય લેઈ આત્માનઈં અભેદ દેખાડિઈં, તે-શુદ્ધ નિશ્ચયનય. મતિજ્ઞાનાદિક અશુદ્ધ ગુણનઈં આત્મા કહિઈં, તે અશુદ્ધ નિશ્ચયનય. II૮/૨// ટબાર્થ : જીવ, તે કેવળજ્ઞાનાદિરૂપ છે, એમ, જે નિરુપાધિ=કર્મની ઉપાધિથી રહિત, કહીને, કેવળજ્ઞાનાદિ શુદ્ધ વિષય=આત્માના કેવળજ્ઞાનાદિ શુદ્ધ વિષય, લઈને આત્માના અભેદ દેખાડે છે=આત્માને કેવળજ્ઞાનાદિ ગુણો સાથે અભેદ દેખાડે છે, તે શુદ્ધનિશ્ચયનય છે=તે શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિ છે. મતિજ્ઞાનાદિક અશુદ્ધ ગુણને આત્મા કહે તે અશુદ્ધ નિશ્ચયનય છે=તે અશુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિ છે. ।।૮/૨।।
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy