________________
૨૪૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢળ-૭ | ગાથા-૧૬ થી ૧૮ (૧) સ્વજાતિ ઉપચરિત અસભૂત વ્યવહાર:- જેમ કોઈ પુરુષ કહે કે “હું પુત્રાદિ છું, “મારાં પુત્રાદિક છે –તે કથનમાં પિતાને સામે રાખીને પુત્ર કહે કે, “પુત્ર છું અને પુત્રને સામે રાખીને પિતા કહે કે, “આ પુત્ર મારો છે” આ કથનમાં “હું પુત્રાદિ છું' એમ કહેતી વખતે પુત્રની સાથે પોતાનો અભેદ સંબંધ કલ્પાય છે અને મારા પુત્રો છે એમ કહેતી વખતે પુત્રની સાથે પોતાનો ભેદ સંબંધ કલ્પાય છે. વળી, પુત્રાદિ એ જીવપર્યાયરૂપ છે તેથી સ્વજાતિ છે પરંતુ કલ્પિત છે; કેમ કે પિતાથી જન્ય જેમ પુત્રાદિ છે તેમ તે પિતાથી જન્ય માંકડાદિ પણ છે અને તે માંકડાદિને “આ મારા પુત્રો છે' એવો વ્યવહાર પિતા કરતાં નથી તેથી શરીરથી જન્ય જીવરૂપ પુત્ર છે અને શરીરથી જન્ય જીવરૂપ માંકડ છે છતાં માંકડને પુત્ર ન કહેવો અને પોતાના શરીરથી જન્ય એવાં મનુષ્યને પુત્ર કહેવો એ કલ્પિત વ્યવહાર છે તેથી પુત્રમાં મારાપણારૂપ કલ્પના એ ઉપચાર છે તેથી ઉપચરિત વ્યવહાર છે અને શરીરજન્ય માંકડ અને પુત્ર બંને હોવા છતાં માંકડને પુત્ર ન કહેવો અને શરીરથી જન્ય એવાં પુત્રને જ પુત્ર કહેવો એ કલ્પિત વ્યવહાર છે માટે અસદ્ભત છે અને તેમાં જીવરૂપ સ્વજાતિમાં ઉપચાર હોવાથી સ્વજાતિ ઉપચરિત અસદ્ભુત વ્યવહારરૂપ પ્રથમ ભેદ થયો.
સંક્ષેપથી, પ્રથમ ભેદમાં સ્વજાતિ, ઉપચરિત અને અસભૂત એમ ત્રણ શબ્દો છે. તેમાં “સ્વજાતિ' શબ્દથી જીવની સ્વજાતિ એવાં પુત્રાદિ ગ્રહણ થાય છે. વળી, “ઉપચરિત' શબ્દથી પુત્રમાં મારાપણાનો ઉપચાર અથવા હુંપણાનો ઉપચાર ગ્રહણ થાય છે. વળી, “અસભૂત” શબ્દથી એ ગ્રહણ કરવાનું છે કે પુત્ર અને માંકડ બંનેનો સ્વશરીરજન્યત્વ ધર્મ સમાન હોવા છતાં માંકડને પુત્ર કહેવાતો નથી. તેથી માંકડ અને પુત્ર વચ્ચે નામાદિનો ભેદ છે, તે કલ્પિત છે માટે અસભૂત છે.
(૨) વિજાતિ ઉપચરિત અસભૂત વ્યવહાર - સંસારી જીવો “આ વસ્ત્ર મારાં છે એમ કહે છે, ત્યાં વસ્ત્ર સાથે પોતાના ભેદનો સંબંધ ઉપચારથી કરાય છે; કેમ કે વાસ્તવિક રીતે આત્મા આત્મા છે અને વસ્ત્ર વસ્ત્ર છે. વસ્ત્ર અને આત્માનો પારમાર્થિક કોઈ સંબંધ નથી, પરંતુ પોતે ખરીદેલાં વસ્ત્રોને “આ મારાં વસ્ત્રો છે' તેમ ઉપચારથી સંબંધની કલ્પના કરાય છે. વળી, વસ્ત્ર શરીરના આચ્છાદનનું કારણ છે તેમ વલ્કલ પણ શરીરના આચ્છાદનનું કારણ છે=શરીરને ઢાંકવા માટે વપરાતી ઝાડની છાલ પણ શરીરના આચ્છાદનનું કારણ છે તેથી પુદ્ગલપર્યાયરૂપ વલ્કલાદિને વસ્ત્ર ન કહેવામાં આવે અને પુગલપર્યાયરૂપ વસ્ત્રને વસ્ત્ર કહેવામાં આવે ત્યાં શરીરના આચ્છાદનરૂપ કાર્ય સમાન હોવા છતાં “આ વસ્ત્ર છે' અને “આ વલ્કલ છે' એ પ્રકારનો નામનો ભેદ કલ્પિત છે અને એ પ્રકારનો લોકમાં જે વ્યવહારનો ભેદ થાય છે તે પણ કલ્પિત છે. વળી, “તે વસ્ત્ર મારાં છે' તે વચનમાં “આ પુત્ર મારા છે' એની જેમ સ્વજાતિ સંબંધનો ઉપચાર કરાયો નથી પરંતુ વિજાતિ સંબંધનો ઉપચાર કરાયો છે. માટે વિજાતિ ઉપચરિત અસદ્ભુત વ્યવહારરૂપ આ બીજો ભેદ પ્રથમ ભેદ કરતાં વિલક્ષણ છે.
સંક્ષેપથી, બીજા ભેદમાં વિજાતિ, ઉપચરિત અને અસભૂત એમ ત્રણ શબ્દ છે. તેમાં વિજાતિ' શબ્દથી આત્માના વિજાતિ એવાં વસ્ત્રનું ગ્રહણ થાય છે. વળી, “ઉપચરિત’ શબ્દથી વસ્ત્રનો આત્માની સાથે