________________
૨૩
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-9/ ગાથા-૧૪
વળી, જેમ સન્મુખ રહેલા પાણીનો બોધ કરાવવા અર્થે કોઈ “માપ:' પ્રયોગ કરે તો તે પ્રયોગ બહુવચનમાં છે અને કોઈ નનમ્' પ્રયોગ કરે તો તે પ્રયોગ એકવચનમાં છે. તેથી ‘માપ:' શબ્દથી અને “નમ્શબ્દથી સન્મુખ રહેલું પાણી ના હોવા છતાં બહુવચનના પ્રયોગથી વાચ્ય પાણી જુદું છે અને એકવચનના પ્રયોગથી વાચ્ય પાણી જુદું છે એ પ્રકારનો અર્થભેદ શબ્દનય સ્વીકારે છે.
વળી, પૂર્વ પૂર્વના નયો કરતાં ઉત્તર ઉત્તરના નયો સૂક્ષ્મ અર્થને માનનારા છે તે નિયમ અનુસાર ઋજુસૂત્રનય સૂક્ષ્મ અર્થને જોનાર છે. તેથી ઋજુસૂત્રનય કાળના ભેદથી અર્થનો ભેદ કરતો હોવા છતાં શબ્દનયની જેમ સૂમ જોનાર નહીં હોવાથી લિંગ અને વચનના ભેદથી અર્થભેદ માનતો નથી. તેને શબ્દનય કહે છે કે “વ્યવહારનયને માન્ય એવાં એક જ ઘટરૂપી અર્થનો જો તું જુસૂત્રનય, કાળના ભેદથી ભેદ કરે છે અર્થાત્ પૂર્વેક્ષણનો ઘટ જુદો છે અને વર્તમાન ક્ષણનો ઘટ જુદો છે એમ કહીને ભૂતકાળનો અને ભવિષ્યકાળનો ઘટ નથી માત્ર વર્તમાનનો જ ઘટ છે તેમ સ્વીકારે છે, તો લિંગ અને. વચનના ભેદથી પ્રતીત થતા અર્થનો ભેદ કેમ સ્વીકારતો નથી ?” એ પ્રકારે કહીને શબ્દનય પોતાને અભિમત-લિંગાદિના ભેદથી અર્થભેદ માનવો ઉચિત છે' તેમ સ્થાપન કરે છે.
વળી, સમભિરૂઢનય શબ્દનયને અભિમત લિંગવચનાદિના ભેદથી તો અર્થભેદ સ્વીકારે છે, પરંતુ ભિન્ન ભિન્ન શબ્દ પણ ભિન્ન અર્થના વાચક છે એમ પણ સ્વીકારે છે. તેથી માપ:' અને “નમ્' એ પ્રયોગમાં જેમ એકવચન અને બહુવચનના ભેદથી વાચ્ય પાણી જુદું છે તેમ માપ:' અને “ર્તમ્' એ બંને શબ્દો ભિન્ન હોવાથી ‘માપ:'થી વાગ્યે પાણી જુદું છે અને ‘નતથી વાચ્ય પાણી જુદું છે એમ સમભિરૂઢનય સ્વીકારે છે. આથી કોઈ એક ઘટને સામે રાખીને કોઈ કહે કે “આ ઘટ છે અને કોઈ કહે કે “આ કુંભ છે' ત્યારે પણ “ઘટ' શબ્દથી વાચ્ય અર્થ ભિન્ન છે અને “કુંભ” શબ્દથી વાચ્ય અર્થ ભિન્ન છે; કેમ કે ઘટન ક્રિયાને આશ્રયીને તે “ઘટ છે અને કુંભન ક્રિયાને આશ્રયીને તે “કુંભ' છે. માટે ઘટન ક્રિયાવાળો ઘટ છે અને કુંભન ક્રિયાવાળો કુંભ છે, તેથી ઘટ શબ્દથી વાચ્ય અર્થ અન્ય છે અને કુંભ શબ્દથી વાચ્ય અર્થ અન્ય છે એમ સમભિરૂઢનય માને છે.
વળી, શબ્દનય કરતાં સમભિરૂઢનય સૂક્ષ્માર્થ જોનાર હોવાથી પોતાની માન્યતા ઉચિત છે અને શબ્દનયની માન્યતા ઉચિત નથી એમ બતાવવા અર્થે શબ્દનયને કહે છે. “જો તું=શબ્દનય, લિંગ અને વચનાદિના ભેદથી વાચ્ય અર્થ ભિન્ન છે એમ સ્વીકારે છે તો, ઘટ અને કુંભ-એ રૂપ શબ્દના ભેદથી અર્થભેદ કેમ માનતો નથી ?” વસ્તુતઃ ઘટ શબ્દનો અર્થ જુદો છે અને કુંભ શબ્દનો અર્થ જુદો છે. આમ છતાં જેમનું પ્રતિક્ષણનો ઘટ જુદો હોવા છતાં વ્યવહારનયની વાસનાથી “અનેકક્ષણવર્તી આ એક જ ઘટ છે' એમ પ્રતીત થાય છે તે રીતે, ઘટ શબ્દથી અને કુંભ શબ્દથી વાચ્ય ભિન્ન અર્થ હોવા છતાં શબ્દનય અને ઋજુસૂત્રનયની વાસનાથી એક અર્થ પ્રતીત થાય છે એમ પ્રસિદ્ધ છે. છતાં વાસ્તવિક રીતે સમભિરૂઢનયની? દૃષ્ટિથી પદાર્થને જોવામાં આવે તો ઘટ, કુંભાદિ શબ્દથી વાચ્ય અર્થ પણ તે તે શબ્દથી ઘોતિત ક્રિયાના ભેદથી ભિન્ન જ છે તેવો બોધ થાય છે. IIS/૧૪