________________
૨૨૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૬ગાથા-૧૩ નવ દ્વિભેદ કહર્તા-એક સૂમ, બીજી સ્કૂલ, સૂક્ષ્મ-તે ક્ષણિક પર્યાય માનઈં. સ્થૂલ-તે મનુષાદિ પર્યાય માનશું, પણિ-કાલત્રયવર્તી પર્યાય ન માનઈં. વ્યવહારનય-તે ત્રિકાલ પર્યાય માનઈં, તે માર્ટિ-સ્થૂલ જુસૂત્ર, વ્યવહારનયનઈ સંકર ન જાણોં. Is/૧૩
ટબાર્થ :
ઋજુસૂત્રનય વર્તતો અર્થ બોલે છે પરંતુ અતીત અર્થ અને અનાગત અર્થને માનતો નથી=પદાર્થરૂપે સ્વીકારતો નથી, વર્તમાન પણ તિજ અનુકૂળ-પોતાના કામનો અર્થ માને છે પરંતુ પરકીય એવો વર્તમાન અર્થ પણ માનતો નથી. તે ઋજુસૂત્રમય બે પ્રકારનો કહેવો. એક સૂક્ષ્મ, બીજો સ્થૂલ. સૂક્ષ્મ ઋજુસૂત્રનય તે ક્ષણિકપર્યાયને માને. સ્થૂલ ઋજુસૂત્રનય તે મનુષ્યાદિ પર્યાય માટે પણ કાલત્રયવર્તી મનુષ્યપર્યાય ન માને અને વ્યવહારનય તે ત્રિકાલ પર્યાયને માને તેથી સ્થૂલ ઋજુસૂત્ર અને વ્યવહારનયનો સંકર નથી એમ જાણવું. ૬/૧૩ ભાવાર્થ : -
પોતાને ઉપયોગી હોય અને વર્તમાનમાં જે વર્તતો હોય તેવા પદાર્થને જોવાની દૃષ્ટિ તે ઋજુસૂત્રનય છે. આથી પરકીય ધનને ઋજુસૂત્રનય ધનરૂપે સ્વીકારતો નથી; કેમ કે પરકીય ધન વ્યવહારનયની દૃષ્ટિથી ધન હોવા છતાં પોતાને અનુપયોગી છે. વળી, અતીત ધન કે અનાગત ધન પણ ઋજુસૂત્રનય સ્વીકારતો નથી. આ ઋજુસૂત્રનયના બે ભેદ છે. (૧) સૂક્ષ્મ (૨) સ્કૂલ
(૧) સૂક્ષ્મ ઋજુસૂત્રનય એક ક્ષણના જ પર્યાયને સ્વીકારે છે. તેથી વર્તમાનની ક્ષણમાં જે વસ્તુ છે તેને જ વસ્તૃરૂપે કહે છે. પૂર્વની અને ભાવિની ક્ષણવાળી વસ્તુને ઋજુસૂત્રનય વસ્તુરૂપે સ્વીકારતો નથી.
(૨) વળી, સ્થૂલ ઋજુસૂત્રનય સ્થૂલથી મનુષ્યાદિ પર્યાયને માને છે અર્થાત્ તે જીવની વર્તમાનના મનુષ્યભવની આખી ક્ષણને વર્તમાનક્ષણરૂપે માને છે. તેથી મનુષ્યભવના પૂર્વના પર્યાયોને ભૂતરૂપે કહીને અસ્વીકાર કરે છે અને મનુષ્યભવ પછીના પર્યાયોને ભાવિરૂપે કહીને અસ્વીકાર કરે છે; કેમ કે ભૂત કે ભવિષ્યવાળી વસ્તુ નથી પરંતુ આખા મનુષ્યભવરૂપી ક્ષણ જ વર્તમાનમાં છે.
વળી, વ્યવહારનય મનુષ્યભવના ત્રણ કાળના પર્યાયને સ્વીકારે છે અને સ્કૂલ ઋજુસૂત્રનય મનુષ્યપર્યાયથી આખા મનુષ્યભવને સ્વીકારે છે. તેથી વ્યવહારનયે સ્વીકારેલા મનુષ્યભવના ત્રણ કાળના પર્યાય અને સ્કૂલ ઋજુસૂત્રનયે સ્વીકારેલ આખા મનુષ્યભવની ક્ષણરૂપ પર્યાય એ બે સ્થૂલથી એક થાય છે તો પણ ઋજુસૂત્રનય વર્તમાનના આખા મનુષ્યભવને મનુષ્યભવરૂપે સ્વીકારે છે, જ્યારે વ્યવહારનય તો મનુષ્યભવની વર્તમાનની ક્ષણને વર્તમાનરૂપે સ્વીકારે છે, ભૂતની ક્ષણને ભૂતરૂપે સ્વીકારે છે અને ભવિષ્યની ક્ષણને ભવિષ્યરૂપે સ્વીકારે છે. માટે સ્થૂલ ઋજુસૂત્રનયના વિષયનો અને વ્યવહારનયના વિષયનો સંકર નથી; કેમ કે ઋજુસૂત્રનય માત્ર મનુષ્યપર્યાયરૂપ વર્તમાનક્ષણનો વિષય સ્વીકારે છે, જ્યારે વ્યવહારનય તો મનુષ્યભવના ત્રણે કાળના પર્યાયોને ત્રણ કાળરૂપે સ્વીકારે છે. /૧૩