________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૬ | ગાથા-૧૧-૧૨
ટબાર્થ ઃ
જે સંગ્રહ કરે તે સંગ્રહતય કહેવાય. તેના બે ભેદ છે. ઓઘથી અને વિશેષથી. ઓઘ તે સામાન્ય કહેવાય એટલે એક સામાન્યસંગ્રહ, એક વિશેષ સંગ્રહ. એ રીતે બે ભેદ જાણવા=સંગ્રહનયના બે ભેદ જાણવા. સર્વ દ્રવ્યો અવિરોધી છે=સર્વ દ્રવ્યો પરસ્પર દ્રવ્યરૂપે સમાન છે એ પ્રથમ ભેદનું=સામાન્ય સંગ્રહનયનું, ઉદાહરણ છે. તથા જીવો સર્વ અવિરોધી છે=સર્વ જીવો જીવરૂપે સમાન છે એ, બીજા ભેદનું=વિશેષ સંગ્રહનયનું, ઉદાહરણ છે. ૬/૧૧||
ભાવાર્થ :
જે અનેક દ્રવ્યોને કોઈક સ્વરૂપે સંગ્રહ કરે, તેને સંગ્રહનય કહેવાય છે. વળી, તે સંગ્રહનય સામાન્યથી સંગ્રહ કરે છે અને વિશેષથી સંગ્રહ કરે છે તેને આશ્રયીને સંગ્રહનયના બે ભેદો પ્રાપ્ત થાય છે.
સામાન્યથી સંગ્રહ ક૨ના૨ નય ધર્માસ્તિકાયાદિ છએ દ્રવ્યોને તે છએ દ્રવ્યોમાં વર્તતા દ્રવ્યત્વભાવથી સંગ્રહ કરે છે અને કહે છે કે, સર્વ દ્રવ્યો ૫રસ્પર સમાન સ્વરૂપવાળાં હોવાથી અવિરોધી છે. ત્યાં છએ દ્રવ્યોમાં દ્રવ્યત્વરૂપ સમાન સ્વરૂપને ગ્રહણ કરીને એ છએ દ્રવ્યોને અવિરોધી કહે છે. માટે છએ દ્રવ્યોમાં પરસ્પર ભિન્ન સ્વભાવ હોવાને કા૨ણે છએ દ્રવ્યો પરસ્પર વિરોધી હોવા છતાં ‘અવિરોધી છે’ તેમ કહેવું અસંગત નથી.
૧૭
વળી, સંગ્રહનયનો બીજો ભેદ વિશેષથી સંગ્રહ કરે છે. તેથી જગતવર્તી સર્વ દ્રવ્યોનો સંગ્રહ કરવાનું છોડીને માત્ર સર્વ જીવોનો સંગ્રહ ક૨ના૨ નયનો ઉપયોગ વિશેષગ્રાહી સંગ્રહનય છે અને તે કહે છે કે, સર્વ જીવો અવિરોધી છે. ત્યાં પણ સર્વ જીવોના ચૈતન્યધર્મને ગ્રહણ કરીને સંગ્રહ કરે છે. તેથી પૃથ્વીકાયાદિના ભેદોથી જીવોનો પરસ્પર ભેદ હોવા છતાં સર્વ જીવોને અવિરોધી કહેવામાં કોઈ દોષ નથી. વળી, જીવોની જેમ જીવના અવાંતર મનુષ્યાદિ ભેદોનું ગ્રહણ કરીને પણ મનુષ્યાદિ રૂપે સંગ્રહ કરનાર નય વિશેષસંગ્રહનય છે. તેથી વિશેષસંગ્રહનયના અનેક ભેદ પ્રાપ્ત થાય અને સામાન્ય સંગ્રહનયનો તો એક જ ભેદ પ્રાપ્ત 214. 119/9911
અવતરણિકા :
હવે વ્યવહારનયના બે ભેદો બતાવે છે
ગાથાઃ
-
વ્યવહાર સંગ્રહવિષયભેદક, તિમજ દ્વિવિધ પ્રસિદ્ધ રે;
દ્રવ્ય જીવાજીવ ભાષÛ, જીવ ભવિયા સિદ્ધ રે. બહુ॰ II૬/૧૨ા
ગાથાર્થ ઃ
સંગ્રહનયના વિષયનો ભેદક વ્યવહારનય તિમ જ=તેની જેમ=સંગ્રહનયની જેમ જ, દ્વિવિધ=બે પ્રકારનો, પ્રસિદ્ધ છે. દ્રવ્ય જીવાજીવ કહે છે=સંગ્રહનયનો પ્રથમ ભેદ-જે દ્રવ્ય છે તે જીવ