SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૫ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૧ | ગાથા-૯-૧૦ રંધાયેલા છે' એ પ્રકારના ભૂતકાળના પ્રત્યયનો વિષય છે અર્થાત્ “આ રંધાયેલા છે' એ પ્રકારના જ્ઞાનનો વિષય છે. તેના મતે કાંઈક પક્વ અને કાંઈક પકાય છે'= ચોખા કંઈક રંધાયેલા છે અને કંઈક રંધાય છે' એ પ્રકારનો પ્રયોગ ન થવો જોઈએ. તે માટેeત્રીજા પ્રકારના વૈગમના ભેદમાં કાંઈક પક્વ છે અને કાંઈક પકાવાય છે' એ પ્રકારનો પ્રયોગ થાય છે તેને આશ્રયીને વૈગમનયનો ત્રીજો ભેદ પ્રાપ્ત થાય છે તે માટે, વર્તમાનના આરોપરૂપ વર્તમાન તેગમભેદ જ ભલો જાણવો. I૬/૧૦I. ગાથા-૯ના અંતિમ ચરણનો અન્વય ગાથા-૧૭ના પ્રથમ ચરણના પ્રથમ શબ્દ સાથે છે. તેથી બંને ગાથાનો ભાવાર્થ એક સાથે લીધેલ છે. ભાવાર્થ - નગમનયના બીજા ભેદમાં, ભાવિમાં થનાર વસ્તુના ભૂતનો ઉપચાર કરાય છે. જેમ વર્તમાનમાં કોઈ મહાત્મા કેવળજ્ઞાન પામેલા હોય તેઓ તે ભવમાં અવશ્ય સિદ્ધ થવાના છે તેથી ભાવિમાં થનારા તેઓના સિદ્ધભાવમાં ભૂતનો ઉપચાર કરીને, “આ સિદ્ધ ભગવંત છે એમ કહેવાય છે. આથી આત્માને માટે ઉપાસ્ય દેવ સિદ્ધ ભગવંત જ છે છતાં કેવલી અવસ્થામાં વિચરતા તીર્થકરોને ઉપાસ્યદેવરૂપે સ્વીકારાય છે; કેમ કે ભવિષ્યમાં થનારા અવશ્યભાવી સિદ્ધ અવસ્થાને ભૂતની જેમ ઉપચાર કરીને તેઓને સિદ્ધ કહેવાય છે અર્થાત્ સર્વ પ્રયોજનો સિદ્ધ થઈ ચૂકેલાં છે એમ કહેવાય છે. ત્રીજા નગમનો ભેદ બતાવતાં કહે છે – કાંઈક સિદ્ધ થયેલા હોય અને કાંઈક અસિદ્ધ હોય તેને વર્તમાન તરીકેનો વ્યવહાર કરે તે વર્તમાનનગમ છે. જેમ, રંધાતા દરેક ચોખાના કંઈક અવયવો રંધાઈ ચૂકેલા છે તેથી સિદ્ધ છે અને કંઈક અંશથી રંધાવાના બાકી છે તેથી અસિદ્ધ છે. છતાં કહેવાય છે કે “ચોખા રાંધીએ છીએ.” ત્યાં રંધાયેલા અને રંધાવાના બાકી રહેલા એવાં સર્વ ચોખામાં વર્તમાનની રંધાવાની ક્રિયાનો આરોપ કરીને “ચોખા રંધાય છે” એમ કહેવાય છે. આ ત્રીજા નગમનયનું તાત્પર્ય ટબામાં સ્પષ્ટ કરતાં કહે છે – ચોખાનો જે અંશ રંધાઈ ગયો છે તે પૂર્વ અવયવ કહેવાય અને જે અંશ રંધાવાનો બાકી છે તે અપર અવયવ કહેવાય. વળી, તે પૂર્વ અને અપર અવયવ વચ્ચે રંધાવાની ક્રિયાનું સંતાન રાંધવાની ક્રિયાને પ્રારંભથી માંડીને રંધાવાની સમાપ્તિ સુધી ચાલે છે તેને એક બુદ્ધિમાં આરોપણ કરીને ક્રિયાના પ્રારંભથી માંડીને ક્રિયાની સમાપ્તિ સુધીની ક્રિયાને એક બુદ્ધિમાં આરોપણ કરીને અર્થાત્ વર્તમાનમાં ચાલતી ક્રિયાને ભિન્ન ભિન્ન ક્રિયા સ્વીકાર્યા વગર એક ક્રિયા છે એ રીતે બુદ્ધિમાં આરોપણ કરીને, “તે વર્તમાનમાં રંધાય છે' તેમ કહેવાય છે. આ પ્રકારનો આરોપ કરવાનો વ્યવહાર હોવાથી તે ચોખાના કોઈક અવયવની ભૂતક્રિયાને લઈને “ચોખા રંધાય છે ને સ્થાને “ચોખા રંધાઈ ગયા” એવો પ્રયોગ કોઈ કરતું નથી. નૈયાયિકાદિ જે આ પ્રમાણે કહે છે કે રાંધવાની ક્રિયાની સમાપ્તિ પછી રાંધવાની ચરમ ક્રિયાનો ધ્વસ પ્રાપ્ત થાય છે. તે અતીત પ્રત્યયનો વિષય છે= ચોખા રંધાઈ ગયા છે એમ કહેવાનો વિષય છે. તેથી તેના
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy