________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ ઢાળ-૫ | ગાથા-૧૮-૧૯
૧૯૮
ટબો ઃ
તે માંહિ-દ્રવ્યાધિકમાંહિ, પર-ઢવ્વાદિ ગ્રાહક નવો ભેદ કહિઓ છઈ. જિમ-અર્થ ઘટાદિક, પઢ઼વ્યાદિક ૪થી છતો નહીં. પરઢુ-તંતુ પ્રમુખ-તેહથી ઘટ અસત્ કહીઈ, પરક્ષેત્ર-જે કાશી પ્રમુખ તેહથી, પરકાલ-અતીત, અનાગતકાલ તેહથી, પરભાવથીકાલાદિક ભાવઈં વિવક્ષિત વિષયઈં અછતા પર્યાય-તેહથી. “પદ્રવ્યાતિપ્રાહજો દ્રવ્યાથિજો નવમઃ"| ||૫/૧૮]
ટબાર્થ ઃ
તે માંહી=દ્રવ્યાર્થિકનયમાં, પરદ્રવ્યાદિકગ્રાહક નવમો ભેદ કહ્યો છે=દિગંબર સંપ્રદાયવાળાએ કહ્યો છે. જેમ, ઘટાદિ અર્થ પરદ્રવ્યાદિક ચારથી છતો નથી=વિદ્યમાન નથી.
કઈ રીતે વિદ્યમાન નથી ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે
-
પરદ્રવ્ય તંતુ વગેરે, તેહથી ઘટ અસત્ કહેવાય છે અર્થાત્ ઘટ નથી એમ કહેવાય છે. પરક્ષેત્ર જે કાશી વગેરે, તેહથી ઘટ નથી. પરકાળ=અતીત અનાગતકાળ=ઘટના વિદ્યમાન કાળથી અતીત અને અનાગતકાળ, તેહથી ઘટ નથી. પરભાવથી=કાલાદિક ભાવથી વિવક્ષિત વિષયવાળા અછતા પર્યાય તેહથી=વિવક્ષિત એવાં ઘટમાં અવિધમાન એવાં શ્યામ આદિ પર્યાયથી, ઘટ નથી. એ પ્રમાણે કહેનાર પરદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિકનયનો નવમો ભેદ છે.
૫/૧૮
ભાવાર્થ:
વર્તમાનમાં કોઈ ઘટ વિદ્યમાન છે તે ઘટ, તંતુદ્રવ્યથી વિદ્યમાન નથી કે તે ઘટની મૃથી અન્ય એવી મૃથી પણ ઘટ વિદ્યમાન નથી તેથી તંતુને કે તે ઘટના મૃથી અન્ય મૃદ્ધે ગ્રહણ કરીને તે સ્વરૂપે પુરોવર્તી ‘ઘટ નથી’ એમ કહેવાય છે.
વળી, જે ક્ષેત્રમાં ઘટ નિષ્પન્ન થયો છે અથવા વિદ્યમાન છે, તે ક્ષેત્રથી અન્ય ક્ષેત્રને ગ્રહણ કરીને ‘તે ક્ષેત્રથી આ ઘટ નથી' એમ કહેવાય છે.
વળી, ઘટના વિદ્યમાન કાળથી પૂર્વના કાળની અપેક્ષાએ કે ભવિષ્યના કાળની અપેક્ષાએ ‘આ ઘટ નથી' એમ કહેવાય છે.
વળી, તે વિવક્ષિત ઘટમાં જે શ્યામાદિ ભાવો વિદ્યમાન નથી તેનો વિષય કરીને તે ભાવ સ્વરૂપે ‘આ ઘટ નથી' એમ કહેવાય છે.
આ પ્રકારનું કથન પરદ્રવ્યાદિનું ગ્રહણ કરનાર દ્રવ્યાર્થિકનયનો નવમો ભેદ કરે છે. ૫/૧૮
અવતરણિકા :
દ્રવ્યાર્થિકનયનો દસમો ભેદ બતાવે છે