________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૫ | ગાથા-૧૩-૧૪
૧૯૧
તોપણ તે અગ્નિરૂપ જણાય છે. તેમ, સંસારી જીવોનો આત્મા ક્રોધમોહનીયાદિ કર્મોના ઉદયથી ક્રોધાદિ ભાવથી પરિણત બને છે ત્યારે લોહની જેમ ૫૨માર્થથી આત્મા તો આત્મા જ છે તોપણ જેમ લોહ અગ્નિરૂપે જણાય છે તેમ તે સંસારી આત્મા ક્રોધાદિરૂપ દેખાય છે. આ રીતે અશુદ્ધ આત્માને જોનારી જે દૃષ્ટિ, તે દ્રવ્યાર્થિકનયનો ચોથો ભેદ છે.
વળી, દ્રવ્યાર્થિકનયનો ચોથો ભેદ કર્મઉપાધિથી અશુદ્ધ આત્માને સ્વીકારે છે તેથી માત્ર શુદ્ધ આત્માના ભેદો ન સ્વીકારતાં, શુદ્ધ અને અશુદ્ધ બંને આત્માને ગ્રહણ કરીને સિદ્ધાંતમાં આઠ ભેદો કહ્યા છે.
‘શ્રી ભગવતીસૂત્ર’ના ૧૨મા શતકના ૧૦મા ઉદ્દેશમાં અને ‘પ્રશમરતિ પ્રક૨ણ'માં આત્માના દ્રવ્યાત્મા, કષાયાત્મા, યોગાત્મા, ઉપયોગાત્મા, જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ચારિત્રાત્મા અને વીર્યાત્મા એ આઠ ભેદો દર્શાવ્યા છે. એમાંથી ‘કષાયાત્મા'ના ક્રોધાત્મા આદિ પેટાભેદ જાણવા.
ગાથા-૯માં કર્મની ઉપાધિથી રહિત શુદ્ધ દ્રવ્યાર્થિકનયનો ભેદ બતાવેલો ત્યાં કર્મવાળી અવસ્થામાં પણ રહેલા એવાં આત્માને જોવાની દૃષ્ટિથી પ્રવર્તતો શુદ્ધ દ્રવ્યાર્થિકનયનો પહેલો ભેદ હતો. જ્યારે તેનાથી વિરુદ્ધ એવી કર્મની ઉપાધિથી યુક્ત અશુદ્ધ આત્મદ્રવ્યને જોવા માટે પ્રવૃત્ત એવો આ ચોથો ભેદ છે. II૫/૧૩॥
અવતરણિકા :
દ્રવ્યાર્થિકનયનો પાંચમો ભેદ બતાવે છે
ગાથા :
—
તે અશુદ્ધ વલી પાંચમો, વ્યય-ઉતપતિસાપેખો રે;
ઉત્પાદ, વ્યય, ધ્રુવ-એકઈં, સમઈં દ્રવ્ય જિમ પેખો રે. ગ્યાન૦ ||૫/૧૪]
ગાથાર્થ ઃ
વળી, તે પાંચમો=દ્રવ્યાર્થિનયનો પાંચમો, અશુદ્ધ દ્રવ્યાર્થિક, વ્યય-ઉત્પત્તિસાપેક્ષ છે. જેમ, એક સમયમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવ દ્રવ્ય જુઓ. II૫/૧૪॥
ટબો ઃ
તે ટ્રવ્યાર્થિક ભેદ પાંચો – વ્યય-ઉત્પત્તિસાપેક્ષ જાણવો.
“उत्पादव्ययसापेक्षसत्ताग्राहकोऽशुद्धद्रव्यार्थिकः " पञ्चमः ।
જિમ-એક સમયઈં દ્રવ્ય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય રૂપ કહિઈં. જે કટકાવ્યુત્પાદસમય, તેહજ કેયૂરાદિવિનાશસમય; અનઈં-કનકસત્તા તો અવર્જનીય જ છઈં.
“एवं सति-त्रैलक्षण्यग्राहकत्वेनेदं प्रमाणवचनमेव स्यात्, न तु नयवचनम्” इति चेत् ? "न मुख्यगौणभावेनैवानेन नयेन त्रैलक्षण्यग्रहणात् मुख्यतया स्वस्वार्थग्रहणे नयानां સપ્તમળીમુàનેવ વ્યાપારાત્ ।” ||૫/૧૪||