________________
દવ્યગણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૫ | ગાથા-૧
૧૬૫
[ ઢાળ
પૂર્વની ઢાળ સાથેનો સંબંધ -
એ ચૈથઈ ઢાલઈ ભેદાભેદ દેખાડ્યું અનઈ સપ્તભંગીનું સ્થાપન કરિઉં. હિવઈં પાંચમઈ ઢાલૐ નથ-પ્રમાણ વિર્વક કરઈ છઈ – અવતરણિકાર્ય :
એ ચોથી ઢાળમાં ભેદભેદ દેખાડ્યો દ્રવ્યગુણપર્યાયનો ભેદભેદ દેખાડ્યો, અને સપ્તભંગીનું સ્થાપન કર્યું. હવે પાંચમી ઢાળમાં નવ-પ્રમાણનો વિવેક કરે છે – ભાવાર્થ
ગ્રંથકારશ્રીએ દ્રવ્યગુણપર્યાયનો બોધ કરાવવા અર્થે પ્રસ્તુત ગ્રંથની રચના કરેલ છે. તેમાં પ્રથમ ઢાળમાં દ્રવ્યાનુયોગનું મહત્ત્વ બતાવી દ્રવ્યગુણપર્યાયનો કઈ અપેક્ષાએ ભેદ છે ? તે બીજી ઢાળમાં બતાવ્યું અને દ્રવ્યગુણપર્યાયનો કઈ અપેક્ષાએ અભેદ છે ? તે ત્રીજી ઢાળમાં બતાવ્યું. આમ છતાં પરમાર્થથી તો દ્રવ્યગુણપર્યાયનો ભેદભેદ જ છે, માત્ર ભેદ નથી કે માત્ર અભેદ નથી. તેથી ચોથી ઢાળમાં દ્રવ્યગુણપર્યાયનો ભેદભેદ બતાવ્યો.
વળી, દ્રવ્યગુણપર્યાયનો ભેદભેદ વિચારતાં તેની સાથે સંલગ્ન એવી ભેદભેદની સપ્તભંગી બતાવવી આવશ્યક છે. તેથી ચોથી ઢાળમાં સપ્તભંગીનું સ્થાપન કર્યું. આ રીતે દ્રવ્યગુણપર્યાયના ભેદભેદનો સપ્તભંગીથી બોધ કરાવ્યા પછી નય અને પ્રમાણ દ્વારા સર્વ પદાર્થોનો બોધ કરાવનાર જિનશાસન છે. તેથી દ્રવ્યગુણપર્યાયના બોધમાં નય-પ્રમાણનો બોધ પણ ઉપયોગી છે; કેમ કે નય પ્રમાણનો બોધ થાય તો નયની દષ્ટિથી અને પ્રમાણની દૃષ્ટિથી પણ દ્રવ્યગુણપર્યાયનો વિચાર થઈ શકે છે. તેથી પાંચમી ઢાળમાં નયપ્રમાણનો વિવેક કરે છે –
ગાથા -
એક અરથ ટયરૂપ છઈ, દેખ્યો ભલઈ પ્રમાણઈ રે; મુખ્યવૃત્તિ ઉપચારથી, નયવાદી પણિ જાણઈ રે. પ/વા
ગ્યાનદષ્ટિ જગ દેખિઇ. ગાથાર્થ -
એક અર્થ કોઈપણ એક પદાર્થ, ત્રણરૂપ છે દ્રવ્યગુણપર્યાયરૂપ છે, પ્રમાણઈ=પ્રમાણદષ્ટિથી, ભલઈ દેખ્યો-વ્યથાર્થ દેખાય છે. નયવાદી પણ એક નયની દષ્ટિથી જોનાર પુરુષ પણ, મુખ્યવૃત્તિ