________________
૧૬o.
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૪નું યોજનરવરૂપ
ઢાળ-૪
પ્રસ્તુત ઢાળનું આત્મકલ્યાણના પ્રયોજન અર્થે યોજનનું સ્વરૂપઃ
પ્રથમ ઢાળની ગાથા-કુના ટબામાં કહેલ કે દ્રવ્યાદિકના ચિંતવનથી શુક્લધ્યાન પ્રગટે છે અને તેમાં આત્મદ્રવ્યના, આત્માના ગુણના, આત્માના પર્યાયના ભેદના ચિંતવનથી શુક્લધ્યાનનો પ્રથમ પાયો પ્રાપ્ત થાય છે અને આત્મદ્રવ્યના, આત્માના ગુણના, આત્માના પર્યાયના અભેદના ચિંતવનથી શુક્લધ્યાનનો બીજો પાયો પ્રાપ્ત થાય છે. તેથી ઢાળ-૨માં દ્રવ્ય, ગુણ, પર્યાયના ભેદની અને ઢાળ-૩માં દ્રવ્ય, ગુણ, પર્યાયના અભેદની ચર્ચા કરી.
હવે જૈનમત દ્રવ્ય, ગુણ, પર્યાયના ભેદભેદને સ્વીકારે છે, તેની વિસ્તૃત ચર્ચા પ્રસ્તુત ઢાળમાં કરવામાં આવી છે. તેથી પ્રસ્તુત ઢાળમાં વર્ણન કરાયેલા દ્રવ્ય, ગુણ, પર્યાયના ભેદભેદનું ચિંતવન આત્મદ્રવ્ય સાથે યોજન કરવામાં આવે તો તેનાથી શુક્લધ્યાનને અનુકૂળ કઈ રીતે ઊહ થઈ શકે તેનો બોધ થાય. તે માટે અહીં ચોથી ઢાળને અંતે કંઈક બોધ અર્થે આત્મદ્રવ્યના વિષયમાં દ્રવ્ય, ગુણ, પર્યાયના ભેદભેદનું યોજન કરવામાં આવ્યું છે.
દ્રવ્ય, ગુણ, પર્યાયનું ચિંતવન ભેદભેદથી થાય છે. વળી, ભેદના ચિંતવનથી શુક્લધ્યાનનો પ્રથમ પાયો પ્રાપ્ત થાય છે અને અભેદના ચિંતવનથી શુક્લધ્યાનનો બીજો પાયો પ્રાપ્ત થાય છે તે બતાવ્યા પછી ભેદભેદ ખરેખર પરસ્પર વિરોધી નથી તેનું યુક્તિથી સ્થાપન કરવા અર્થે પ્રસ્તુત ઢાળની ગાથા-૧માં સ્થૂળ દૃષ્ટિથી ભેદભેદનો પરસ્પર વિરોધ છે તેનું ઉદ્ભાવન કરીને ગાથા-રમાં ભેદભેદનો પરસ્પર વિરોધ નથી તેનું યુક્તિથી સ્થાપન કર્યું છે. જેથી અનુભવથી પણ ભેદભેદ યુક્તિયુક્ત છે તેમ સ્થિર થાય. વળી, જેમ દ્રવ્યગુણપર્યાયનો પરસ્પર ભેદભેદ છે તેમ સર્વ દ્રવ્યોનો પણ પરસ્પર ભેદભેદ છે. તેથી સ્યાદ્વાદની દૃષ્ટિથી દેખાતું ચરાચર જગત ભેદાભદાત્મક જ છે તેમ પ્રસ્તુત ઢાળમાં યુક્તિથી બતાવેલ છે અને આ ભેદભેદનો સમ્યફ બોધ ઉચિત રીતે યોજવામાં આવે તો જીવના રાગાદિનો ઉચ્છેદ થાય છે અને જીવ વીતરાગભાવને અનુકૂળ શક્તિનો સંચય કરે છે. તે આ રીતે :
સંસારી જીવોને પોતાના દેહ સાથે અભેદબુદ્ધિ છે, કુટુંબ સાથે અભેદબુદ્ધિ છે. તે અભેદબુદ્ધિ પદાર્થના સ્વરૂપના અવલોકનથી થયેલ નથી, પરંતુ તે તે પ્રકારના મોહના પરિણામથી અભેદબુદ્ધિ થયેલ છે. તેથી તે સ્થાનમાં મોહના પરિણામના ત્યાગ અર્થે યોગીઓ ભેદબુદ્ધિનું ચિંતવન કરે છે, અભેદબુદ્ધિનું નહીં. આથી જ “અધ્યાત્મસાર'માં કહેલ છે –
भिन्ना प्रत्येकमात्मानो विभिन्ना पुद्गलाऽपि ।
ગુનઃ સંસઃ ફર્વ : પતિ પત્તિ છે. તેથી તે સ્થાનમાં પોતાના દેહના પુદ્ગલોથી, ધનાદિના પુદ્ગલોથી અને સ્નેહસંબંધી આદિ જીવોથી ભેદની જ ઉપસ્થિતિ કરવાથી, મોહને કારણે ઉત્પન્ન થયેલી અભેદબુદ્ધિનો નાશ થાય છે. વળી, પદાર્થની વ્યવસ્થાથી વિચારવામાં આવે તો, જીવનો કર્મની સાથે કથંચિ અભેદ છે, દેહની સાથે પણ કથંચિત્ અભેદ