________________
૧૩૫
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૪| ગાથા-૯
એક અંશ પરરૂપઈ, એક અંશ યુગપત-ઉભયરૂપઈ વિવક્ષીઈં તિવારઈ-નથી નઈં અવા”૬.
એક અંશ સ્વરૂપઈ, એક પરરૂપઈ, એક યુગપ-ઉભયરૂપઈ વિવક્ષીઈ, તિવારઈ“છઈ, નથી નઈં અવાધ્યમ9. I૪/. બાર્થ :
દ્રવ્યાદિકના વિશેષણથી ભંગ થાય=એક વસ્તુમાં દ્રવ્યના વિશેષણથી અને પર્યાયતા વિશેષણથી ભેદભેદ કરીને વિચારણા કરીએ તો ભેદભેદની એક સપ્તભંગી થાય. તેમ ક્ષેત્રાદિકના વિશેષણથી અનેક ભાંગા થાય=ભેદભેદના અનેક વિકલ્પો થાય, અને તેને આશ્રયીને અનેક સપ્તભંગીઓ થાય.
તે સ્પષ્ટ કરવા અર્થે તથાથી કહે છે –
દ્રવ્યઘટને સ્વ કરીને વિવક્ષા કરીએ, તે વારે ત્યારે, ક્ષેત્રાદિવટ પર થાય. એમ=પૂર્વમાં વર્ણન કર્યું એમ, પ્રત્યેકની ઘટાદિ પ્રત્યેક દ્રવ્યની, સપ્તભંગી પણ કોડીગમે નીપજે અનેક રીતે પ્રાપ્ત થાય, અર્થાત એક ઘટ દ્રવ્યને આશ્રયીને અનેક પ્રકારની સપ્તભંગી પ્રાપ્ત થાય. તથાપિ =તોપણ, લોકપ્રસિદ્ધ જે કંબુ-ગ્રીવાદિપર્યાયથી યુક્ત એવો ઘટ છે–ચંબુ જેવા આકારના પર્યાયથી યુક્ત એવો ઘટ છે, તેને જ, સ્વત્રેવડી એક ઘટને ત્રણ રીતે ગ્રહણ કરીને અર્થાત્ એક વખત પૂર્ણ ઘટને ગ્રહણ કરીને, બીજી વખત ઘટના અગ્ર ભાગ અને પશ્ચાત્ ભાગરૂપ બે અંશોને ગ્રહણ કરીને અને ત્રીજી વખત ઘટના અગ્રભાગ, મધ્યભાગ અને અંતિમ ભાગરૂપ ત્રણ અંશોને ગ્રહણ કરીને; સ્વરૂપે અસ્તિત્વ અને પરરૂપે નાસ્તિત્વ એમ લઈ સપ્તભંગી દેખાડીએ છીએ. તે આ પ્રમાણે –
(૧) સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવની અપેક્ષાએ ઘટ “છે જ".
(૨) પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવની અપેક્ષાએ ઘટ “નથી જ. પ્રથમ ભાંગામાં જે ઘટ છે તેમ કહ્યું તે ઘટ નથી જ.
(૩) એક વખત=એકસાથે, ઉભયની વિવક્ષાએ=સ્વદ્રવ્યાદિ અને પરવ્યાદિ ઉભયની વિવક્ષાએ “અવક્તવ્ય જ છે"; કેમ કે બે પર્યાય મુખ્યરૂપે એક શબ્દથી કહી શકાય નહીં.
આ ત્રણ ભાંગા પૂર્ણ ઘટને ગ્રહણ કરીને થાય છે.
તથી જ
અવક્તવ્ય (૪) એક અંશ સ્વરૂપથી અને એક અંશ પરરૂપથી વિવફા કરીએ=એક ઘટના બે ભાગની કલ્પના કરીને અગ્ર ભાગ સ્વરૂપની અપેક્ષાએ અને પશ્ચાત્ ભાગ પરરૂપની અપેક્ષાએ વિવેક્ષા કરીએ, ત્યારે “છે અને નથી"=અગ્રભાગથી ઘટ છે અને પશ્ચાત ભાગથી ઘટ નથી એમ ચોથો ભાંગો પ્રાપ્ત થાય.