________________
દવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૩| ગાથા-૭-૮
વળી, જો કારણમાં કાર્યની સત્તા માનીએ કાર્યની નિષ્પત્તિ પૂર્વે કાર્યની સત્તા છે તેમ માનીએ, તે વારે અભેદ સહેજે જ આવ્યો. અર્થાત્ કારણરૂપ દ્રવ્યથી અભિન્ન જ એવી કાર્યની શક્તિ કારણરૂપ દ્રવ્યમાં છે તેમ આવ્યું. ll૩/૭ ભાવાર્થ :
નૈયાયિક દ્રવ્યથી ગુણપર્યાયને જુદા માને છે અને કહે છે કે, દ્રવ્યથી અન્ય દ્રવ્ય નિષ્પન્ન થાય છે અને દ્રવ્યમાં જે ગુણપર્યાયો નિષ્પન્ન થાય છે, તે સર્વ ગુણપર્યાયો દ્રવ્યમાં સમવાય સંબંધથી રહે છે. જેમ, માટીરૂપ દ્રવ્યમાંથી ઘટાદિ દ્રવ્ય ઉત્પન્ન થાય છે અને ઘટાદિ દ્રવ્ય પણ શ્યામ ઘટમાંથી રક્ત ઘટ રૂપે બને છે ત્યારે, તે ઘટદ્રવ્યમાં રક્તગુણ સમવાય સંબંધથી ઉત્પન્ન થાય છે. તેથી તૈયાયિક મતાનુસાર માટી દ્રિવ્યથી ઘટરૂપ કાર્ય જુદું છે અને ઘટરૂપ દ્રવ્યમાં જે રક્તગુણ પ્રગટ થયો તે પણ ઘટથી જુદો છે.
આ પ્રકારની તેની માન્યતાને દોષ આપતાં ગ્રંથકારશ્રી કહે છે કે, દ્રવ્ય, ગુણ, પર્યાયનો અભેદ સ્વીકારવામાં ન આવે તો કારણથી કાર્યનો પણ અભેદ થાય નહીં=માટીરૂપ દ્રવ્યથી નિષ્પન્ન થતા ઘટરૂપ કાર્યનો પણ અભેદ પ્રાપ્ત થાય નહીં અને તેમ સ્વીકારીએ તો માટીરૂપ કારણથી ઘટરૂપ કાર્ય થઈ શકે નહીં.
અહીં નયાયિક કહે કે માટીરૂપ કારણથી ભિન્ન એવું ઘટરૂપ કાર્ય થાય છે તેમ સ્વીકારીએ તો શું વાંધો ? તેથી ગ્રંથકારશ્રી કહે છે –
માટીરૂપ કારણમાં ઘટનિષ્પત્તિ પૂર્વે ઘટની શક્તિ હોય તો જ માટીમાંથી ઘટરૂપ કાર્ય થઈ શકે અને જો માટીરૂપ કારણમાં ઘટરૂપ કાર્યની શક્તિ, ઘટ નિષ્પન્ન થતા પૂર્વે ન હોય તો, પાછળથી પણ તે માટીરૂપ કારણમાંથી ઘટરૂપ કાર્ય થઈ શકે નહીં. જેમ પાણીરૂપ દ્રવ્યમાં ઘટની શક્તિ નથી. તેથી પાણીમાંથી ઘટ નિષ્પન્ન થતો નથી અને તે સ્પષ્ટ કરવા અર્થે જ ગ્રંથકારશ્રી કહે છે –
કારણમાં અવિદ્યમાન એવી કાર્યવસ્તુની પરિણતિ ક્યારેય ઉત્પન્ન થતી નથી. જેમ શશવિષાણ ક્યારેય ઉત્પન્ન થતું નથી, કેમ કે શશમાં સસલામાં, ક્યારેય વિષાણ=શિંગડાં, ઉત્પન્ન થતાં નથી અને જો કારણમાં કાર્યનિષ્પત્તિ પૂર્વે કાર્યની સત્તા માનીએ=કાર્ય શક્તિરૂપે છે તેમ સ્વીકારીએ, તો કાર્યની સાથે કારણનો સહજ અભેદ પ્રાપ્ત થાય; કેમ કે કાર્યનિષ્પત્તિ પૂર્વે કારણ દેખાય છે અને કારણ સ્વરૂપ જ કાર્યની શક્તિ છે. જેમ, ઘટનિષ્પત્તિ પૂર્વે માટી દેખાય છે, તે માટી સ્વરૂપ જ ઘટરૂપ કાર્યની શક્તિ છે. માટે માટીની સાથે ઘટની શક્તિનો અભેદ પ્રાપ્ત થયો અને તે ઘટની શક્તિ સામગ્રીની પ્રાપ્તિથી કાર્યરૂપે અભિવ્યક્ત થાય છે, માટે દ્રવ્યગુણપર્યાયનો અભેદ માનવો જોઈએ. II3/ળા અવતરલિકા :
કારણમાંહિ કાર્ય ઊપના પહિલાઈ જે કાર્યની સતા છઇં, તો કાર્યદર્શન કાં નથી થાતું ?” એ શંકા ઉપરિ કહઈ છૐ –