________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૩ | ગાથા-પ-૬ ટબાર્થ -
ભિન્ન દ્રવ્ય – જે પાષાણ, કાષ્ઠ, પૃથ્વી, જલાદિક – તેનો પર્યાય જે ભવનાદિક=ધર વિગેરે, એને તું એક કહે છે. કેમ એક કહે છે? તેથી કહે છે – “આ એક ઘર છે.” ઈત્યાદિ લોકવ્યવહાર છે માટે.
તો એક દ્રવ્યમાં દ્રવ્ય, ગુણ અને પર્યાયનો અભેદ છે એવો વિવેક કેમ કરતો નથી ? એક દ્રવ્યમાં દ્રવ્ય, ગુણ, પર્યાયનો અભેદ કઈ રીતે છે ? તે બતાવે છે –
જે માટે, આત્મદ્રવ્ય તે જ આત્મગુણ અને તે જ આત્મપર્યાય છે તેવો વ્યવહાર અનાદિસિદ્ધ છે. ૩/પા. ભાવાર્થ -
પાષાણ, કાષ્ઠ આદિ અનેક દ્રવ્યોથી ઘર બને છે. તેથી ચોક્કસ રીતે પરસ્પર સંકળાયેલા પાષાણાદિ દ્રવ્યમાં ઘરરૂપ પર્યાય પ્રગટ થાય છે. તે પર્યાયને “આ એક ઘર છે” એમ લોકવ્યવહાર થાય છે. માટે સર્વ વિચારકો તેને એક કહે છે, પરંતુ એમ કહેતાં નથી કે, “પાષાણ, કાષ્ઠાદિનો આ સમૂહ છે.” તે રીતે અનેક દ્રવ્યથી પેદા થયેલા એવાં ભવનરૂપ પર્યાયમાં એકતાની પ્રતીતિ થતી હોય તો એ દ્રવ્યમાં રહેલા દ્રવ્ય, ગુણ અને પર્યાયનો અભેદ છે એવો વિવેક કેમ સ્વીકારતા નથી ?
અહીં પ્રશ્ન થાય કે, એક દ્રવ્યમાં રહેલા દ્રવ્ય, ગુણ અને પર્યાયમાં અભેદ છે તેમ કઈ રીતે સ્વીકારી શકાય ? તેથી કહે છે –
કોઈનું આત્મદ્રવ્ય સામે રાખીને એમ કહેવામાં આવે છે કે, “આ આત્મદ્રવ્ય છે તે જ આત્મગુણરૂપ છે અને તે જ આત્મપર્યાયસ્વરૂપ છે' – તેવો વ્યવહાર અનાદિસિદ્ધ છે.
આશય એ છે કે, કોઈ એક આત્માને સામે રાખીને વિચારીએ તો આત્મદ્રવ્યથી અન્યત્ર આત્મગુણ ઉપલબ્ધ નથી, પરંતુ તે ગુણસ્વરૂપ જ આત્મા છે તેમ પ્રતીત થાય છે અને તેનો મનુષ્યાદિરૂપ આત્મપર્યાય પણ તેના આત્માથી જુદો પ્રતીત થતો નથી, પરંતુ તે આત્મસ્વરૂપ જ દેખાય છે. તેથી ત્રણેનો અભેદવ્યવહાર અનાદિસિદ્ધ છે. lls/પા અવતરણિકા:
તૈયાયિક દ્રવ્યમાં વર્તતા ગુણનો દ્રવ્યથી ભેદ માને છે અને સમવાય સંબંધથી દ્રવ્યમાં ગુણ રહે છે તેમ માને છે. તેના તે કથનનું નિરાકરણ પૂર્વના શ્લોકમાં કર્યું. હવે વ્યવહારના બળથી પણ દ્રવ્યની સાથે ગુણપર્યાયનો અભેદ છે તે દઢ કરવા અર્થે કહે છે – ગાથા:
ગુણ-પર્યાય અભેદથી જી, દ્રવ્ય નિયત વ્યવહાર; પરિણતિ જે છઇ એકતા જી, તેહિં તે એક પ્રકાર રે. ભવિકા ||૩/ળા