________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૩| ગાથા-૪ ભાવાર્થ :
નૈયાયિકના મત પ્રમાણે વિચારીએ તો, સ્કંધ અવયવી છે અને સ્કંધોનો દેશ અવયવ છે. વળી, નિયાયિક માને છે તેમ સ્કંધ અને દેશનો ભેદ માનીએ તો, સ્કંધના અવયવોનો જેટલો ભાર છે, તેટલો જ ભાર અવયવીમાં પ્રાપ્ત થાય. તેથી જુદા પડેલા અવયવોમાં જે વજન છે તે અવયવીમાં બમણું પ્રાપ્ત થવું જોઈએ. જેમ સો તંતુમાં જેટલું વજન છે તેટલું વજન તો તંતુથી બનેલા પટમાં પણ પ્રાપ્ત થવું જોઈએ અને તેમ સ્વીકારીએ તો, સો તંતુનું વજન અને પટનું વજન – એ બે મળીને બમણું વજન પ્રાપ્ત થાય.
આશય એ છે કે, નૈયાયિકના મતાનુસાર સો તંતુ પડેલા હોય અને તેનું વજન એક કિલો હોય, અને તેનાથી જે વસ્ત્રરૂપ પટ બને તે જુદો હોય તો, સો તંતુનું વજન એક કિલો અને પટનું વજન એક કિલો, એમ કુલ બે કિલો વજનની પ્રાપ્તિ થવી જોઈએ, પરંતુ સો તંતુથી બનેલા પટમાં બમણા વજનની પ્રાપ્તિ થતી નથી. માટે સો તંતુથી બનેલા પટનો તંતુ સાથે અભેદ જ માનવો ઉચિત છે એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે.
નૈયાયિકો અવયવથી અવયવીનો એકાંત ભેદ સ્વીકારે છે. તેથી તેઓને અવયવીમાં બમણો ભાર પ્રાપ્ત થવાનો કોઈક દોષ આપે છે. તેના નિવારણ માટે નવ્ય તૈયાયિક કહે છે કે, અવયવના ભારથી અવયવીનો ભાર અત્યંત હીન છે. અર્થાત્ સો તંતુમાં જે ભાર છે તેનાથી બનેલા અવયવીરૂપ પટમાં ભાર ગણના ન થઈ શકે તેવો હીન છે. તેથી સો તંતુરૂપ અવયવો અને પટ બેય જુદા હોવા છતાં બમણા ભારની પ્રાપ્તિ નથી. આ રીતે નવ્ય તૈયાયિક પોતાના મતમાં આવતા દોષનું નિવારણ કરે છે.
તેને ગ્રંથકારશ્રી કહે છે કે, નવ્ય તૈયાયિકો કહે છે તેમ સ્વીકારીએ તો પરમાણુમાં સૌથી અધિક ભાર છે તેમ માનવું પડે; કેમ કે બે પરમાણુમાંથી બે પ્રદેશનો સ્કંધ બને છે ત્યારે, બે પરમાણુ અવયવ છે અને યણુક અવયવી છે. વળી, અવયવ કરતાં અવયવીનો ભાર અત્યંત હીન સ્વીકારવાથી ચણુકનો ભાર અત્યંત હીન છે તેમ પ્રાપ્ત થાય અને તેમ સ્વીકારીએ તો ઉત્કૃષ્ટ ગુરુતા પરમાણમાં છે તેમ માનવાની આપત્તિ આવે. તેથી એ ફલિત થાય કે, કોઈપણ મોટા સ્કંધમાં જે ભારની પ્રાપ્તિ છે, તે સર્વ ભાર તેમાં રહેલા પરમાણુમાં છે, તે પરમાણુઓથી થતા સ્કંધોમાં ભાર અત્યંત હીન છે અને તેમ સ્વીકારવું અત્યંત વિરોધી છે; કેમ કે પરમાણુ ઉત્કૃષ્ટ ગુરુતાવાળો છે. અર્થાત્ ઉત્કૃષ્ટ ભારવાળો છે તેમ કોઈ સ્વીકારતું નથી. આમ છતાં નવ્ય તૈયાયિકો પરમાણુમાં ઉત્કૃષ્ટ ગુરુતા સ્વીકારી લે તો રૂપાદિક વિશેષ પણ પરમાણમાં જ માનવા જોઈએ, બે પ્રદેશાદિક સ્કંધમાં માનવા જોઈએ નહીં.
આશય એ છે કે, જેમ પરમાણુમાં જ ભાર છે, ઢિપ્રદેશાદિકમાં ભાર નથી, તેમ પરમાણુમાં જ રૂપ, રસાદિ ભાવો છે. પરમાણુથી બનેલા ઢિપ્રદેશાદિક સ્કંધોમાં રૂપ, રસાદિ ભાવો નથી, તેમ નવ્ય તૈયાયિકોએ માનવું જોઈએ અને તેમ નવ્ય તૈયાયિકો સ્વીકારે તો તંતુમાં રૂપ છે, પરંતુ તંતુથી બનેલા પટમાં રૂપ નથી તેમ તેને માનવું પડે.
વસ્તુતઃ તંતુમાં રૂપ નથી, પરંતુ તંતુના પરમાણુમાં રૂપ છે તેમ સ્વીકારીને પરમાણુથી બનેલા સર્વ