________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧
ઢાળ-૩ ગાથા-૧
ઢાળ-૩
પૂર્વની ઢાળ સાથેનો સંબંધ :
એ ઢાલઈ દ્રવ્ય-ગુણ-પર્યાયનો ભેદ દેખાડ્ય. હિવઈ ત્રીજીઈ ઢાલઈ એકાંતિ જે ભેદ માનઈ છઈ, હનઈ અભેદપક્ષ અનુસરીનઈં દૂષણ દિઈ છઈ – અવતરણિકાર્ય :
એ ઢાળમાં બીજી ઢાળમાં, દ્રવ્ય, ગુણ અને પર્યાયનો ભેદ દેખાડ્યો. હવે ત્રીજી ઢાળમાં એકાંતે જે ભેદ માને છે દ્રવ્ય, ગુણ અને પર્યાયનો પરસ્પર એકાંતે જેઓ ભેદ માને છે, તેઓને અભેદ પક્ષને અનુસરીને દ્રવ્ય, ગુણ અને પર્યાયના અભેદ પક્ષને અનુસરીને, દૂષણ આપે છે –
ગાથા :
એકાંતિ જો ભાષિઇ જી, દ્રવ્યાદિકનો રે ભેદ; તો પરદ્રવ્યપરિ હુઇ જી, ગુણ-ગુણિભાવ ઉચ્છેદ ૨. I3/પા.
ભવિકા ધારો ગુરુઉપદેશ. ગાથાર્થ :
એકાંતે દ્રવ્યાદિકનો દ્રવ્ય, ગુણ અને પર્યાયનો, જો ભેદ ભાખીએ, તો પરદ્રવ્યની જેમ ઘટ કરતાં પટ જેમ પરદ્રવ્ય છે તેની જેમ, ગુણ-ગુણીભાવ ઉચ્છેદ હુઈજી=થાય છે. ભવિકા તત્વને જાણવા માટે સન્મુખ થયેલા જીવો, ગુરુઉપદેશને ધારો દ્રવ્ય, ગુણ અને પર્યાયનો કથંચિત્ અભેદ છે તેને બતાવનારા ગુરુઉપદેશને મનમાં ધારણ કરો. Il3/૧il ટબો:
દ્રાદિકનો દ્રવ્ય-ગુણ-પર્યાયન, જે એકાંતઈ ભેદ ભાષિઈ તો પરદ્રવ્યનઈ પરિ સ્વદ્રવ્યનઈં વિર્ષ પણિ ગુણ-ગુણિભાવનો ઉચ્છેદ થઈ જાઈ. જીવદ્રવ્યના ગુણ જ્ઞાનાદિક, તેહન ગુણી જીવદ્રવ્ય, પુદગલદ્રવ્યના ગુણ રૂપાદિક, ગુણી પુગલદ્રવ્ય, એ વ્યવસ્થા છ6-શાસ્ત્રપ્રસિદ્ધ. ભેદ માનતાં તે લોપાઈ. જીવદ્રવ્યનઈં પુગલગુણસું જિમ ભેદ છઈ,તિમ નિજ ગુણરૂં પણિ ભેદ છે, તો “એહન એક ગુણી, એહના એહ ગુણ એ વ્યવહારન વિલોપ થઈ આવઈ તે માટઈં દ્રવ્ય-ગુણ-પર્યાયનો અભેદ જ સંભવઈ. એહર્તા અભેદ નયન ગુરુનો ઉપદેશ ભણીનઈં ભવ્ય પ્રાણી ધા. ૩/૧iા.