________________
૭૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૧, ૨નું યોજનરવરૂપ તે ત્રણેનાં લક્ષણો આદિ જુદાં છે. તેથી તે ત્રણેનો ભેદ છે એમ ચિંતવન કરવામાં આવે ત્યારે તેના ભેદની ઉપસ્થિતિ થાય.
(૨) અશુદ્ધ આત્મા - સંસારવર્તી જીવો માત્ર આત્મદ્રવ્ય નથી, પરંતુ દેહ, કર્મ આદિથી મિશ્ર અર્થાત્ કથંચિતું એકત્વભાવને પામેલો અશુદ્ધ આત્મા વર્તે છે અને તે અશુદ્ધ આત્મદ્રવ્યમાં અશુદ્ધ જ્ઞાનગુણ, કથંચિતુ મૂર્તત્વ ગુણ, વીર્યગુણ, કથંચિત્ રૂપી આદિ ગુણો વર્તે છે. વળી, સંસારી જીવો વારંવાર નવા નવા ભવોને પ્રાપ્ત કરે છે. પ્રતિક્ષણ મોહના જુદા જુદા પરિણામો કરે છે. તે સર્વે અશુદ્ધ આત્મદ્રવ્યના પર્યાયો છે.
આ રીતે અશુદ્ધ આત્મદ્રવ્ય, અશુદ્ધ આત્માના ગુણો અને અશુદ્ધ આત્માના પર્યાયો જીવને માટે વિડંબનાસ્વરૂપ છે, તેમ વિચારીને તે ભાવોથી પર થવા માટે શુદ્ધ આત્મદ્રવ્ય, શુદ્ધ આત્માના ગુણ, શુદ્ધ આત્માના પર્યાયનું ચિંતવન કરાય છે.
સામાન્યથી સંસારી જીવો આત્માના અશુદ્ધ ગુણો અને અશુદ્ધ પર્યાયોમાં સદા યત્ન કરતાં હોય છે, તેથી પોતાની જ્ઞાનશક્તિ અને પોતાની વીર્યશક્તિને તે ભાવોને જ દઢ કરવા પ્રવર્તાવે છે. તે ભાવોમાંથી બહાર નીકળવા માટે યોગીઓ શુદ્ધ આત્મદ્રવ્ય, શુદ્ધ આત્માના ગુણો અને શુદ્ધ આત્માના પર્યાયોને લક્ષ કરીને તેને પ્રગટ કરવા માટે પોતાની જ્ઞાનશક્તિ અને પોતાની વીર્યશક્તિને પ્રવર્તાવે છે અને જ્યારે શ્રુતના સમ્યફ પર્યાલોચનના બળથી તે યોગીઓ શુદ્ધ આત્મદ્રવ્ય-ગુણ-પર્યાયના પ્રકૃષ્ટ બોધવાના થાય છે ત્યારે તે યોગીઓ દ્રવ્યગુણપર્યાયના ભેદના ચિંતવનના બળથી શુક્લધ્યાનના પ્રથમ પાને પ્રાપ્ત કરે છે.
આ રીતે પ્રસ્તુત ઢાળની પ્રથમ બે ગાથામાં દ્રવ્ય, ગુણ, પર્યાયનું જે સૂમ વર્ણન કર્યું છે, તે શુદ્ધ આત્માના દ્રવ્ય, ગુણ અને પર્યાયનો બોધ કરવા માટે ઉપકારક બને છે અને તેથી શુકલધ્યાનની પ્રાપ્તિમાં કારણ બને છે. | વળી, ગાથા-૩માં મોતીની માળાના દ્રષ્ટાંતથી બતાવ્યું. એ પ્રમાણે આત્માના વિપક્ષમાં વિચારીએ તો, શુદ્ધ આત્મદ્રવ્ય, શુદ્ધ આત્માના ગુણો અને શુદ્ધ આત્માના પર્યાયો અલગ હોવા છતાં એકપ્રદેશસંબંધથી વળગેલા છે. તેથી તે આત્માના ગુણ અને પર્યાયો સંસારી અવસ્થામાં કર્મથી તિરોધાન પામેલા હોવા છતાં આત્માથી ક્યારેય પૃથક્ થતા નથી.
વળી, અશુદ્ધ આત્માના વિષયમાં વિચારીએ તો, અશુદ્ધ આત્મદ્રવ્ય, તેના અશુદ્ધ એવાં ક્ષયોપશમ ભાવવાળા ગુણો કે અશુદ્ધ પર્યાયો પરસ્પર ભિન્ન હોવા છતાં તે અશુદ્ધ આત્માની સાથે એકપ્રદેશસંબંધથી વળગેલા છે. આમ છતાં તે અશુદ્ધ આત્મા જ્યારે શુદ્ધ બને છે ત્યારે તે અશુદ્ધ ગુણો અને અશુદ્ધ પર્યાયો આત્મામાં રહેતા નથી. જેમ, સંસારી અવસ્થામાં શરીર સાથે એકત્વને પામેલો આત્મા હોવાને કારણે શરીર અને આત્મા એકપ્રદેશસંબંધથી વળગેલા છે, તો પણ જીવ જન્માંતરમાં જાય છે ત્યારે વર્તમાનના દેહનો સંબંધ રહેતો નથી, પરંતુ વર્તમાનનો દેહ આત્માથી પૃથફ થાય છે તેમ, અશુદ્ધ આત્મા શુદ્ધ થાય છે ત્યારે