________________
પરમપૂજ્ય પિતાશ્રી રમણલાલ ભોગીલાલ ગાંધી સ્વ. તા. ૨૦-૮-૧૯૯૯, શુક્રવાર
પરમપૂજ્ય માતુશ્રી વિમળાબેન રમણલાલ ગાંધી
સ્વ. તા. ૨૪-૩-૨૦૦૭, શનિવાર
મારા માતાપિતાના અવિરત સ્નેહથી અને ધર્મસંસ્કારના સિંચનથી મારું જીવન ધન્ય બન્યું છે. વળી, આધ્યાત્મિક વિકાસમાં પણ તેમનો પ્રત્યક્ષ અને પરોક્ષ ઉપકાર વર્તી રહ્યો છે. ‘શ્રાદ્ધવિધિ પ્રકરણ'માં કહ્યું છે કે માતાપિતાનો ઉપકાર દુનિયાની ઉત્તમોત્તમ ભૌતિક સામગ્રીથી પણ વાળી શકાતો નથી, માટે જિનવચનરૂપ દ્રવ્યાનુયોગના સારભૂત ‘દ્રવ્યગુણપર્યાયનો રાસ' ગ્રંથના અધ્યયનથી જ્યારે મને નવી દષ્ટિ પ્રાપ્ત થઈ છે ત્યારે એ ઉપકારી માતાપિતાને પ્રસ્તુત પુસ્તક વડે શ્રદ્ધાંજલિ...
- ઉત્તમભાઈ રમણલાલ ગાંધી વિ.સં. ૨૦૬૮, માગશર સુદ આઠમ તા. ૨-૧૨-૨૦૧૧, શુક્રવાર