________________
२७२ • तत्तदन्त्यावयवित्वेन कारणतादिविमर्श:
३/४ प तावच्छेदकत्व-प्रतिबन्धकतावच्छेदकत्वे कल्पनीये इति नैयायिकपक्षे गौरवम् । किञ्च, अन्त्यावयवित्वरा मपि परिवर्तनशीलम्, यतः द्वितन्तुकपटलक्षणान्त्यावयविसमुत्पादानन्तरं तत्रैवैकदीर्घतन्तुप्रवेशेन कुविन्दः - कदाचित् त्रितन्तुकपटमुत्पादयति, क्वचित् तत्रैवैकतन्तुप्रवेशेन चतुष्तन्तुकपटं निष्पादयतीति ।
अनया रीत्या अन्त्यावयविपरम्परा सुदीर्घा सम्पद्यते इति अन्त्यावयवित्वस्याऽनवस्थितत्वात् र तादृशकारणता-प्रतिबन्धकते अपि अनवस्थिते। इत्थं नानाकारणता-प्रतिबन्धकतानियामकतया + तत्तदन्त्यावयवित्वकक्षीकारेऽपरिमिततथाविधकारणता-तदवच्छेदक-तादृशप्रतिबन्धकता-तदवच्छेदककल्पनया णि महागौरवमापद्येत नैयायिकमते । अतः अवयवेभ्यः सर्वथाऽतिरिक्तावयविकल्पनमनुचितमेवेति । का तदुक्तं धर्मकीर्तिनाऽपि प्रमाणवार्तिके “अविशिष्टस्य चान्यस्य साधने सिद्धसाधनम् । गुरुत्वाधोगती
ગુરુત્વની પ્રતિબંધકતા તેમજ (૩) તાદશ કારણતાઅવરચ્છેદક ધર્મ અને (૪) તથાવિધ પ્રતિબંધકતાઅવચ્છેદક ધર્મ - આમ ચાર નવીન કલ્પના કરવાનું ગૌરવ તૈયાયિક મતમાં આવશે. અર્થાત્ અંત્ય અવયવીમાં (૧) તાદશ કારણતા અને (૨) તથાવિધ પ્રતિબંધકતા આમ બે ગુણધર્મની કલ્પના કરવી પડશે. તથા અંત્ય અવયવિત્વમાં (૩) તાદેશ કારણતાઅવચ્છેદકતા અને (૪) તથાવિધ પ્રતિબંધકતાઅવચ્છેદતા નામના બે ગુણધર્મોની કલ્પના કરવાનું ગૌરવ નૈયાયિકમતમાં આવી પડશે. વળી, કલ્પનાગૌરવની આ કરુણ કથની આટલેથી અટકતી નથી. કેમ કે અંતિમ અવયવી પણ નિયત નથી હોતા. દ્વિતંતુક પટ
સ્વરૂપ અંત્ય અવયવી તૈયાર થયા બાદ વણકર તે જ પટમાં ત્રીજો એક તંતુ ઉમેરીને ત્રિતંતુક પટ સ બનાવે તેવું પણ સંભવે. તેથી પૂર્વતન દ્વિતંતુક પટ અંતિમ અવયવી તરીકે રહેવાના બદલે અચરમ - અવયવી બનશે તથા ત્રિતંતુક પટ ચરમ અવયવી દ્રવ્ય બનશે. ફરી તે જ પટમાં એક તંતુ ઉમેરીને વણકર ચતુર્નાતક પટ બનાવે તો ત્રિતંતુક પટ ચરમ અવયવી તરીકે રહેવાના બદલે અચરમ અવયવી બનશે અને ચતુર્નાતક પટ ચરમ અવયવી બનશે. - (ન.ય.) આ પ્રક્રિયા મુજબ એક એક તંતુ ઉમેરતાં કલ્પના બહાર અંતિમ અવયવીની પરંપરા લંબાવી શકાશે. આમ આપણે જોઈ શકીએ છીએ કે અંત્ય અવયવિત્વ નામનો તાદશ કારણતાઅવચ્છેદક ધર્મ અને તથાવિધ પ્રતિબંધકતાઅવચ્છેદક ધર્મ સતત પરિવર્તનશીલ હોવાથી તાદશ કારણતા અને તથાવિધ પ્રતિબંધકતા પણ પરિવર્તનશીલ બની જશે. તેથી તે તે જુદી જુદી કારણતાના અને પ્રતિબંધકતાના નિયામક રૂપે તત્ તત્ અંત્ય અવયવિત્વનો સ્વીકાર કરવો પડશે. તથા આવા તત્ તત્ અંત્ય અવયવિત્વ નામના ગુણધર્મો તો અપરિમિત બની જશે. આમ અપરિમિત કલ્પનાતીત તાદશ કારણતા, કારણતાઅવચ્છેદક ગુણધર્મો, તથાવિધ પ્રતિબંધકતા અને પ્રતિબંધકતાઅવચ્છેદક ગુણધર્મોની કલ્પના કરવાનું મહાગૌરવ નૈયાયિકના મતમાં અપરિહાર્ય બનશે. માટે અવયવો કરતાં સર્વથા અતિરિક્ત અવયવીની કલ્પના કરવી જરા પણ ઉચિત લાગતી નથી.
* અવયવ-અવયવી અભેદ : ધર્મકીર્તિ પર (તકુ.) ધર્મકીર્તિ નામના બૌદ્ધ વિદ્વાને પણ પ્રમાણવાર્તિક નામના ગ્રંથમાં જણાવેલ છે કે “અવયવો કરતાં અવિશિષ્ટ ( = અભિન્ન) એવા અવયવીને સાધવા માટે તમે જો પ્રયત્ન કરતા હો તો તમને