SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ☼ परमाणौ उत्कृष्टगुरुत्वविचारः ૩/૪ અનઈં પરમાણુમાંહઈં જ ઉત્કૃષ્ટ ગુરુત્વ માનિયઈં તો રૂપાદિક વિશેષ પણિ પરમાણુમાંહઈ માન્યાં જોઈઇં, દ્વિપ્રદેશાદિકમાંહઈ ન માંન્યાં જોઈઈં.” ,, નમસ્કાર २७० न च परमाणावेवोत्कृष्टगुरुत्वाऽङ्गीकारान्नेयमापत्तिरिति वाच्यम्, एवं सति उत्कृष्टगुरुत्ववद् रूपादिविशेषगुणोऽपि परमाणावेवाऽभ्युपगम्यताम्, न तु द्विप्रदेशादिके रा स्कन्धे इति नवीनं महत्कष्टमायुष्मतः । म वस्तुतः परमाणावेवोत्कृष्टगुरुत्वनियमनाय तत्तदन्त्यावयवित्वेन उत्कृष्टगुरुत्वं प्रति प्रतिबन्धकतायाः अपकृष्टगुरुत्वं प्रति च कारणतायाः कथनीयत्वाद् महद् गौरवं भवेत् । इदमेवाऽभिप्रेत्योक्तं स्याद्वादकल्पलतायां प्रथमस्तबके यशोविजयवाचकोत्तमैः “ शतमाषकेभ्यः शतमाषकाऽऽरब्धावयविनि गुरुत्वाऽऽधिक्यादवनतिविशेषः स्यात् । પરમાણુમાં ઉત્કૃષ્ટ ગુરુત્વ : નવ્ય નૈયાયિક ) નવ્યનેયાયિક :- (7 T.) અમે તો પરમાણુમાં જ ઉત્કૃષ્ટ ગુરુત્વ માનીએ છીએ. માટે પટનું વજન કરવામાં આવે તો પટ અત્યન્ત હળવો થઈ જવાની આપત્તિ નહીં આવે. પરમાણુ સ્વયં જ વજનદાર હોય તો પછી પટ વજનદાર હોય એમાં નવાઈ શી ? * અવયવી નીરૂપ થવાની આપત્તિ સ્યાદ્વાદી :- (ડ્યું.) જો આવું તમારે માનવું હોય તો ઉત્કૃષ્ટભારની જેમ રૂપાદિ વિશેષગુણ પણ પરમાણુમાં જ સ્વીકારો. દ્વિપ્રદેશાદિક સ્કન્ધમાં (ક્ષણુક, ઋણુક વગેરેમાં) રૂપાદિ વિશેષગુણને માનવાની સુ જરૂર નહિ રહે. અને આ રીતે માનવામાં આવશે તો અવયવી પટાદ નીરૂપ, નીરસ વગેરે થવાની બીજી એક નવી મોટી આફત નવ્યનૈયાયિકને આવશે. Qu (વસ્તુ.) વાસ્તવમાં તો પરમાણુમાં જ ઉત્કૃષ્ટ ગુરુત્વનું નિયમન કરવા માટે નવ્યનૈયાયિકે તે તે અંત્ય અવયવીસ્વરૂપે ઉત્કૃષ્ટ ગુરુત્વ પ્રત્યે પ્રતિબંધકતા માનવી પડશે તથા અપકૃષ્ટગુરુત્વ પ્રત્યે તે જ તે સ્વરૂપે કારણતા માનવી પડશે. આ રીતે માનવામાં તો મોટું ગૌરવ નવ્યનૈયાયિકમતમાં લાગુ પડશે. અવનમનવિશેષ વિચાર ક (વ.) આ અભિપ્રાયથી જ સ્યાદ્વાદકલ્પલતામાં પ્રથમ સ્તબકમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે કે “સો માસાના (પાંચ રતિ વજન = એક માસો) વજનવાળા દ્રવ્યકણોથી જો એક અતિરિક્ત અવયવીની ઉત્પત્તિ થતી હોય તો શતમાષભારવાળા અવયવોથી બનેલા અવયવીમાં સો માસાના વજન કરતાં અધિક વજન થશે. એક તો અવયવીનો ભાર અને તેના અવયવભૂત દ્રવ્યકણોનો ભાર. આમ ઉભયનું મિલિતગુરુત્વ કેવલ અવયવોના ગુરુત્વ (= ભાર) કરતાં અધિક હશે. ફલતઃ ત્રાજવાનાં એક પલ્લામાં છૂટા છવાયા સો માસાઓ મૂકવામાં આવે અને બીજા પલ્લામાં શતમાષ અવયવી મૂકવામાં આવે તો અવયવીવાળું પલ્લું નીચે ઝૂકી જવું જોઈએ. કારણ કે નૈયાયિકમતે અવયવો કરતાં અવયવી ભિન્ન હોવાથી અવયવીવાળા પલ્લામાં અવયવી અને અવયવો બન્નેનું વજન હોવું જોઈએ. ♦ ધ.માં ‘પરમાંહે’ પાઠ. ... ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ આ.(૧) + સિ.+કો.(૯)માં નથી.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy