SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ २६४ • मृद्घटाऽभेदप्रदर्शनम् । अधिकञ्च वक्ष्यतेऽग्रे द्वादश्यां शाखायाम् (१२/६)। पार्थसारथिमिश्रेण शास्त्रदीपिकायां “प्रत्यभिज्ञा च यथा बदरफलं श्यामावस्थायां रक्तावस्थायां च, यथा - वा घट-पिण्ड-कपालावस्थासु मृद्रव्यम् । अस्ति हि तत्र पिण्डावस्थाभेदे श्याम-रक्तरूपभेदेऽपि द्रव्यप्रत्यभिज्ञा रा - ‘मृदियं पिण्डाऽवस्थामपहाय घटावस्था सञ्जाता, श्यामिमानं च त्यक्त्वा पक्वा सती अरुणिमानं गृहीतवती, म अनन्तरं घटावस्थामपहाय कपालिका जाता' इति” (शा.दी.१/१/५/पृ.४३) इति यदुक्तं तदत्राऽनुयोज्यं પૈથા મમ્ | ___ इत्थञ्च द्रव्याऽनुगमे द्रव्य-पर्यायाऽभेदे चोत्पाद-व्ययौ अपि सङ्गच्छेताम्। इदमभिप्रेत्योक्तं क मेघविजयोपाध्यायेन अर्हद्गीतायाम् “उत्पादो वा विपत्तिश्च द्रव्येऽवस्थान्तरोदयात् । नावस्था तद्वतो भिन्ना णि सर्वथाऽऽश्रयवर्जिता ।।” (अ.गी.१५/९) इति। तदुक्तं तत्त्वार्थराजवार्तिके अकलङ्काचार्येण अपि “न च कार्य-कारणयोः कश्चिद्रूपभेदः, तदुभयम् एकाकारम् एव, पूर्वाङ्गुलिद्रव्यवद् इति द्रव्यार्थिकः” (त.रा.वा. 9/રૂરૂ/9/૧૧/૬) તિા. ગણિવરે જણાવેલ છે. હજુ આગળ બારમી શાખામાં (૧૨/૬) પણ આ અંગે અધિક વિસ્તારથી નિરૂપણ આવશે. [ પ્રત્યભિજ્ઞા પૂર્વોત્તરકાલીન દ્રવ્યમાં અભેદ સિદ્ધિ (વર્ષ) પાર્થસારથિમિશ્ર નામના મીમાંસકે શાસ્ત્રદીપિકા ગ્રંથમાં આ અંગે જણાવેલ છે કે “પ્રત્યભિજ્ઞા પણ પૂર્વોત્તરકાલીન દ્રવ્યમાં અભેદની સાધક છે. જેમ કે (૧) ચણીબોર પૂર્વે શ્યામ અવસ્થામાં અને ઉત્તરકાલીન લાલ અવસ્થામાં એક જ જણાય છે. અથવા તો (૨) ઘટ, પિંડ, કપાલ અવસ્થામાં માટીદ્રવ્ય એક જ અનુભવાય છે. માટીદ્રવ્યમાં પિંડ અવસ્થા બદલાય કે શ્યામ-રક્તરૂપ બદલાય તો પણ “આ 2 તે જ દ્રવ્ય છે” એવી પ્રત્યભિજ્ઞા થાય જ છે. તે આ રીતે - “આ માટીદ્રવ્ય પિંડઅવસ્થાને છોડીને છે ઘટાવસ્થા રૂપે બનેલ છે. પૂર્વકાલીન શ્યામિકાને છોડીને નિભાડામાં પાકીને લાલાશને માટીએ ધારણ વા કરેલ છે. પાછલી ઘટ અવસ્થાને છોડી માટી કપાલિકા બની ગઈ છે.' - આવી પ્રત્યભિજ્ઞા જોવા મળે છે.” આ વાતને પણ પ્રસ્તુતમાં આગમાનુસારે જોડવી. છે દ્રવ્ય-પર્યાયમાં અભેદ છે (લ્ય.) આ રીતે દ્રવ્યનો કાલાન્તરમાં અનુગમ હોય અને દ્રવ્ય-પર્યાય વચ્ચે અભેદ હોય તો ઉત્પાદ -વ્યય પણ સંગત થાય. આ અભિપ્રાયથી મેઘવિજયજી ઉપાધ્યાયે અહદ્ગીતામાં જણાવેલ છે કે ‘દ્રવ્યમાં અન્ય અવસ્થાનો ઉદય થવાથી ઉત્પાદ અને વ્યય સંગત થાય. કારણ કે અવસ્થા પોતાના આશ્રયથી ભિન્ન નથી કે સર્વથા આશ્રયશૂન્ય અવસ્થા નથી.' તત્ત્વાર્થસૂત્રની રાજવાર્તિક વ્યાખ્યામાં અકલંક નામના દિગંબર આચાર્યું પણ જણાવેલ છે કે “કાર્યના સ્વરૂપમાં અને કારણના સ્વરૂપમાં કોઈ ભેદ રહેલ નથી. કાર્ય અને કારણ બન્ને એકાકાર જ છે. જેમ વાંકી આંગળીને કોઈ સીધી કરે તો પૂર્વની વક્ર આંગળીથી ઉત્તરકાલીન ઋજુ અંગુલીદ્રવ્યમાં કોઈ ભેદ નથી, તેમ કાર્ય-કારણમાં મૌલિક સ્વરૂપે અભેદ સમજવો. આ પ્રમાણે દ્રવ્યાર્થિકનયનું મંતવ્ય છે.”
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy