________________
૩/૨
० गुण-गुणिस्वरूपसम्बन्धप्रयोजनप्रस्थान रहस्यवृत्तेः (भाग-१/का.१/पृ.४८) विज्ञेयम् ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'द्रव्य-गुण-पर्यायाणां मिथः अभेदः' इति सिद्धान्तः प्रकृते गा इत्थं योज्यः यदुत ध्रुवात्मद्रव्ये शुद्धगुण-पर्यायतादात्म्यं वर्त्तत एव। नवरम् अयं विशेषो यत् । शुद्धगुणादयः प्रादुर्भावनीयाः। शुद्धगुणादिप्रादुर्भावकाल एव आत्मद्रव्यं तद्पतया परिणमति, । अतिरिक्तसम्बन्धानपेक्षणात् । तत आत्मार्थिना शुद्धगुणादिप्रादुर्भावाय यतितव्यम् । ततश्च “निर्विकारं । निराहारं सर्वसङ्गविवर्जितम् । परमानन्दसम्पन्नं शुद्धं चैतन्यलक्षणम् ।” (प.प.३) इति परमानन्दपञ्चविंशतिका- क दर्शितं शुद्धचैतन्यस्वरूपं कात्स्न्यू न आविर्भवति ।।।३/२।। સ્વીકાર કરો છો. તેથી ગુણ-ગુણીનો અભેદ જ સંબંધ રૂપે સ્વીકારવો જોઈએ. આ બાબતની અધિક જાણકારી સ્યાદ્વાદરહસ્ય ગ્રંથ ઉપર અમે રચેલ “જયેલતા' નામની સંસ્કૃત વ્યાખ્યામાંથી મેળવવી.
છે જેનમતમાં સંબંધલાઘવ છે સ્પષ્ટતા :- ગુણને ગુણીમાં (= દ્રવ્યમાં) રહેવા માટે અતિરિક્ત સમવાય સંબંધ માનવો અને તે સમવાયને દ્રવ્યમાં રહેવા માટે સ્વાત્મકસ્વરૂપ સંબંધ માનવો - આ માન્યતા દ્રાવિડ પ્રાણાયામ પદ્ધતિ જેવી ગૌરવદોષગ્રસ્ત છે. તેના કરતાં લાઘવથી એવું માનવું જરૂરી છે કે દ્રવ્યમાં ગુણાદિ સ્વાત્મક સ્વરૂપ સંબંધથી રહે છે. મતલબ કે જેમ સમવાયનું સ્વરૂપ જ સમવાયને દ્રવ્યમાં રહેવા માટે, નૈયાયિક મતાનુસાર, સંબંધનું કામ કરે છે, તેમ જૈનમતાનુસાર ગુણાદિનું સ્વરૂપ જ ગુણાદિને દ્રવ્યમાં રહેવા માટે સંબંધનું કામ કરી શકે છે. આવું માનવાથી સ્વતંત્ર સમવાય પદાર્થની કલ્પના આવશ્યક ન હોવાથી લાઘવ છે. આ
* અભેદસંબંધમાં વિલંબનો અભાવ આધ્યાત્મિક ઉપનય :- ‘દ્રવ્યમાં ગુણ-પર્યાયનો અભેદ સંબંધ છે' - આ વાત આધ્યાત્મિક દૃષ્ટિએ એ રીતે ઉપયોગી છે કે ધ્રુવ આત્મદ્રવ્ય તો હાજર જ છે તથા શુદ્ધ ગુણ-પર્યાયનું તાદાભ્ય પણ તેમાં સ વિદ્યમાન છે. ફક્ત વિશેષતા એટલી જ છે કે શુદ્ધ ગુણપર્યાય પ્રગટ થવા જોઈએ. જે સમયે આંતરિક મોક્ષપુરુષાર્થ કરીને પોતાના શુદ્ધ ગુણ-પર્યાયને સાધક પ્રગટાવે છે, તે જ સમયે સાધકનો આત્મા શુદ્ધ ગુણ-પર્યાયરૂપે પરિણમી જાય છે. શુદ્ધ ગુણ-પર્યાય પ્રગટ થયા પછી તેને રહેવા માટે અતિરિક્ત સંબંધને શોધવાની આવશ્યકતા ન હોવાથી શુદ્ધ ગુણ-પર્યાય પ્રગટ થવાના સમયે જ આત્મા તન્મય બની જાય છે. જેમ બટનને શર્ટમાં કે પેન્ટમાં જોડાઈ જવા માટે અતિરિક્ત દોરાની આવશ્યકતા હોવાથી, દોરાની પ્રાપ્તિમાં વિલંબ થવાથી બટનને શર્ટમાં કે પેન્ટમાં જોડાઈ જવાની ક્રિયામાં વિલંબ થાય છે. આવા પ્રકારનો કાળક્ષેપ પ્રગટ થયેલા શુદ્ધ ગુણ-પર્યાયને આત્મામાં રહેવા માટે થતો નથી. આવું જાણીને આત્માર્થી જીવે શુદ્ધ ગુણ વગેરેને પ્રગટ કરવા સતત પ્રયત્ન કરવો જોઈએ. તેનાથી “જે નિર્વિકારી, આહારશૂન્ય, સર્વસંગરહિત, પરમાનંદયુક્ત છે, તે શુદ્ધ ચૈતન્યનું લક્ષણ છે' - આ મુજબ પરમાનંદપંચવિંશતિકામાં દર્શાવેલ શુદ્ધચૈતન્યસ્વરૂપ સંપૂર્ણતયા પ્રગટ થાય છે. (૩૨)