SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ६४६ ☼ तरङ्गस्य सामुद्रत्वेऽपि समुद्रो न तारङ्गः ૧/૪ -व्यययोश्च गौणत्वेनेति न प्रमाणरूपतापत्तिः । प्रमाणं तु मुख्यवृत्त्यैव त्रैलक्षण्यग्राहकमिति भावार्थः । अथैवं द्वितीय-पञ्चमद्रव्यार्थिकनययोरैक्यापत्तिः, उभयत्रैव उत्पाद - व्ययगौणत्वेन मुख्यतया सत्ताया रा ग्रहणादिति चेत् ? मैवम्, द्वितीयद्रव्यार्थिके उत्पाद-व्यययोः गौणभावेन ग्रहणे सत्यपि शब्दतः तदनुल्लेखः, पञ्चमद्रव्यार्थिके च तयोः कथञ्चिदादिशब्दतः उल्लेखो वर्तत इत्यनयोः भेदादित्यवधेयम् । र्णि द्रव्यार्थिकनयदृष्ट्या अखण्डमेव सर्वं वस्तु । अतः तद्दृष्ट्या द्रव्य-पर्यायादीनामभेद एव पारमार्थिकः, भेदस्तु काल्पनिकः । पर्यायादीनां द्रव्यत्वे सत्यत्वं, द्रव्यव्यतिरिक्तत्वे मिथ्यात्वमिति यावत् तात्पर्यम्। सागरे दृश्यमानानां तरङ्गादीनां सद्रूपतैव, सत्सागराऽभिन्नत्वात् । सर्वथा सागरव्यतिरिक्तत्वे तु तेषां काल्पनिकत्वमेव । अतः समुद्र - तरङ्गादिभेदस्य काल्पनिकत्वमिति द्रव्यार्थिकनयाभ्युपगमः। विनश्वरस्य तरङ्गस्य सामुद्रत्वेऽपि न अनश्वरस्य समुद्रस्य तारङ्गत्वमितिवत् ગૌણ-મુખ્યભાવે વસ્તુના વિભિન્ન અંશોનું વિભજન કરવું પ્રમાણને અભિપ્રેત નથી. વસ્તુના જુદા જુદા અંશોનું ગૌણ-મુખ્યભાવે વિભાગ કરવાનું કામ નયનું છે, પ્રમાણનું નથી. શંકા : (ગ્રંથ.) જો દ્રવ્યાર્થિકનો પાંચમો ભેદ ઉત્પાદ-વ્યયને ગૌણરૂપે અને સત્તાને મુખ્યરૂપે ગ્રહણ કરે તો દ્રવ્યાર્થિકનો બીજો ભેદ અને પાંચમો ભેદ એક થવાની આપત્તિ આવશે. કારણ કે દ્રવ્યાર્થિકનયનો બીજો ભેદ પણ ઉત્પાદ-વ્યયને ગૌણ કરીને સત્તાનું મુખ્યરૂપે ગ્રહણ કરે છે. * બીજા અને પાંચમા દ્રવ્યાર્થિક વચ્ચે ભેદ र्श 4 સમાધાન :- (મૈવમ્.) ના. તમારી શંકા વ્યાજબી નથી. આનું કારણ એ છે કે દ્રવ્યાર્થિકનયનો બીજો ભેદ ઉત્પાદ-વ્યયને ગૌણરૂપે ગ્રહણ કરવા છતાં કોઈ પણ શબ્દથી ઉત્પાદ-વ્યયનો ઉલ્લેખ કરતો નથી. જ્યારે દ્રવ્યાર્થિકનયનો પાંચમો ભેદ ઉત્પાદ-વ્યયનો કથંચિત્ વગેરે શબ્દથી ઉલ્લેખ કરીને તે બન્નેને ॥ ગૌણરૂપે ગ્રહણ કરે છે. આટલો તે બન્ને વચ્ચે તફાવત છે. તેથી દ્રવ્યાર્થિકનો બીજો અને પાંચમો ભેદ એક થવાની આપત્તિ નહિ આવે. ચ. * નયાન્તરવિષયગ્રાહકત્વ નયગત અશુદ્ધત્વ (દ્રવ્યાર્થિજ.) દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિમાં સર્વ વસ્તુ અખંડ જ છે. તેથી દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી દ્રવ્ય -પર્યાય વગેરેનો અભેદ જ પારમાર્થિક છે. તેમાં ભેદ તો કાલ્પનિક છે. મતલબ કે ગુણ અને પર્યાય દ્રવ્યસ્વરૂપે માનવામાં આવે તો વાસ્તવિક છે. દ્રવ્યથી ભિન્નરૂપે માનવામાં આવે તો કાલ્પનિક છે. દરિયામાં દેખાતાં મોજાં, લહેર કે તરંગ કાલ્પનિક નથી પણ વાસ્તવિક છે. કેમ કે તે દરિયાસ્વરૂપ જ છે. તથા સાગર કાલ્પનિક નથી, વાસ્તવિક છે. તેથી સાગરસ્વરૂપ તરંગ વગેરે પણ વાસ્તકવિક જ છે. દરિયાથી તેને તદ્દન ભિન્ન માનવામાં આવે તો તે કાલ્પનિક જ છે. આથી દરિયા અને મોજાનો ભેદ કાલ્પનિક છે. આ પ્રમાણે દ્રવ્યાર્થિકનયનો અભિગમ છે. અહીં ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે તરંગ વગેરે સાગરસ્વરૂપ છે. પરંતુ સમુદ્ર એ તરંગાદિસ્વરૂપ નથી. કારણ કે તરંગ અલ્પક્ષેત્રવ્યાપી છે. જ્યારે સમુદ્ર અસીમ છે, વિશાળ છે. તરંગ ક્ષણભંગુર છે, કાદાચિત્ક છે. જ્યારે સાગર સ્થાયી છે. બરાબર આ
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy