SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ६३८ • सिखसुखस्वरूपसन्दर्शनम् । प इत्थं भेदकल्पनानिरपेक्षशुद्धद्रव्यार्थिकनयाभिप्रायं स्थिरीकृत्य निर्विकल्पदशाऽप्रमत्तताऽपूर्वकरणादि- लाभेन द्रुतं केवलज्ञान-सिद्धसुखादिकमाविर्भावनीयम् । सिद्धसुखञ्च भगवती आराधना '“अणुवमममेय નવરીયમમમનરમરુનમમમમવું વ| ચંતિમāતિયમથ્વીવીઘં સુમનેયં T(મ.સા.ર૦૧રૂ/મા-ર/g.9૮૪૧) - इत्येवं वर्णयति । ततश्च आत्मार्थिनैतत्प्रापकोऽयमन्तरङ्गापवर्गमार्गो नैव त्यक्तव्यो जातुचिदित्युपदेशः ર I:/9રા છોડી, ભેદના વિકલ્પોથી નિરપેક્ષ બનીને શુદ્ધ, અખંડ, પરિપૂર્ણ આત્મદ્રવ્ય ઉપર પોતાની દૃષ્ટિને રુચિપૂર્વક પ્રતિદિન દીર્ઘ સમય સુધી સ્થાપિત કરવી જોઈએ, અખંડ આત્માને ગ્રહણ કરવો જોઈએ. આ રીતે શું ભેદકલ્પનાનિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકનયના દૃષ્ટિકોણને આત્મસાત્ કરી નિર્વિકલ્પદશા, અપ્રમત્તતા, અપૂર્વકરણ વગેરેને મેળવી ઝડપથી કેવલજ્ઞાન, સિદ્ધસુખ વગેરેને પ્રગટ કરવાનું છે. સિદ્ધ ભગવંતના સુખને ભગવતી G! આરાધના ગ્રંથમાં દિગંબર શિવાર્યજી આ રીતે વર્ણવે છે કે “(૧) અનુપમ, (૨) અમાપ, (૩) અક્ષય, (૪) અમલ, (૫) અજર, (૬) રોગરહિત, (૭) ભયશૂન્ય, (૮) સંસારાતીત, (૯) ઐકાન્તિક, (૧૦) આત્મત્તિક (૧૧) પીડારહિત, (૧૨) કોઈના દ્વારા જીતી ન શકાય તેવું સિદ્ધોનું સુખ હોય છે. તેથી તેને પ્રગટ કરાવનાર, પ્રાપ્ત કરાવનાર પ્રસ્તુત આંતરિક મોક્ષમાર્ગને આત્માર્થી સાધકે ચૂકવો જોઈએ નહિ - તેવા પ્રકારનો ઉપદેશ અહીં ધ્વનિત થાય છે. (૫/૧૨) - લખી રાખો ડાયરીમાં.....૪) • વાસનાને અંધકાર ગમે છે. ઉપાસનાને જ્ઞાન-શ્રદ્ધાની તેજોમય રોશની ગમે છે. • સાધના ભવાંતરમાં સલામતી બક્ષે છે. ઉપાસના સર્વત્ર સબુદ્ધિ પણ અર્પે છે. • વાસનાપૂર્તિ નિર્લજ્જ, બેશરમ થયા વિના શક્ય નથી. ઉપાસનાની પરિપૂર્તિ લાજ-શરમ છોડનાર માટે શક્ય નથી. • ઉપાસના વગરની સાધના એટલે મડદાના શણગાર. દા.ત. મંગૂ આચાર્ય. ઉપાસના તો છે ધબકતો પ્રાણ અને રક્ષણહાર. દા.ત. પ્રભુભક્ત દેવપાળ. 1. अनुपमममेयमक्षयममलमजरमरुजमभयमभवञ्च। ऐकान्तिकमात्यन्तिकमव्याबाधं सुखमजेयम् ।।
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy