SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ☼ सकल-विकलादेशत्वबीजद्योतनम् ૪/૪ प सकलादेशस्वभावत्वञ्च अस्तित्वादिधर्माणां शेषानन्तधर्मैः समं द्रव्यार्थिकनयप्राधान्ये पर्यायार्थिकनयगौणभावे चाऽभेदवृत्त्या पर्यायार्थिकनयप्राधान्ये द्रव्यार्थिकनयगौणभावे चाऽभेदोपचारेण युगपदनन्तधर्मारात्मकप्रतिपादकत्वम् । विकलादेशस्वभावत्वञ्च भेदवृत्ति - तदुपचाराभ्याम् एकशब्दस्य अनेकार्थप्रत्यायनशक्त्यभावलक्षणक्रमेण તત્પ્રતિપાવત્વમ્” (ગુ.ત.વિ. ૧/૧૨ રૃ.) તા द्रव्यार्थिकनयदृष्ट्या एकस्मिन् वस्तुनि ये गुणाः ते अभिन्ना एव । पर्यायार्थिकनयाभिप्रायेण च कृ ते भिन्ना इति पर्यायास्तिकनयार्पणे पदशक्त्या वस्तुगतधर्माणामभेदो नैव ज्ञायते । ततः तदा Ø સકલાદેશ બે પ્રકારે છે (સત્તા.) દ્રવ્યાર્થિકનયની મુખ્યતા રાખવામાં આવે અને પર્યાયાર્થિકનયને ગૌણ કરવામાં આવે તો વસ્તુમાં રહેલ અસ્તિત્વ આદિ કોઈ એક ધર્મમાં બાકીના અનંત ગુણધર્મોની અભેદવૃત્તિથી એકીસાથે વસ્તુની અનંતધર્માત્મકતાનું પ્રતિપાદન કરનાર વાક્ય સકલાદેશસ્વભાવને ધારણ કરે છે. તથા જ્યારે પર્યાયાર્થિકનયને મુખ્ય બનાવી દ્રવ્યાર્થિકનયને ગૌણ બનાવવામાં આવે તો વસ્તુમાં રહેલ અસ્તિત્વ આદિ કોઈ એક ગુણધર્મમાં બાકીના અનંત ગુણધર્મોના અભેદનો ઉપચાર = આરોપ કે લક્ષણા કરીને એકીસાથે વસ્તુની અનંતધર્માત્મકતાસ્વરૂપ સમગ્રતાનું પ્રતિપાદન કરનારું વાક્ય સકલાદેશસ્વભાવને ધરાવે છે. કારણ કે લક્ષણા કર્યા વિના પર્યાયાર્થિકનય વસ્તુના એક ગુણધર્મમાં બાકીના અનંત ગુણધર્મોના અભેદનું ભાન કરાવી ના શકે. આમ બે પ્રકારે સકલાદેશ સંભવી શકે છે. સુ म ५४२ * વિકલાદેશ બે પ્રકારે CLI स. (વિસ્તા.) આ જ રીતે વિકલાદેશ પણ બે પ્રકારે સંભવે છે. પણ તેમાં અભેદવૃત્તિના બદલે ભેદવૃત્તિ તથા અભેદઉપચારના બદલે ભેદઉપચાર કરીને ક્રમશઃ એક એક ગુણધર્મનું પ્રતિપાદન કરવામાં આવે છે. તે આ રીતે સમજવું. (૧) પર્યાયાર્થિકનયને મુખ્ય કરવામાં આવે તો વસ્તુગત અસ્તિત્વ આદિ કોઈ એક ગુણધર્મમાં બાકીના અનંતા ગુણધર્મોની ભેદવૃત્તિથી (= ભેદપ્રતિપાદક શબ્દશક્તિથી) ક્રમશઃ એક-એક ધર્મનું પ્રતિપાદન કરનારું વાક્ય વિકલાદેશસ્વરૂપ બને છે. પરંતુ (૨) પર્યાયાર્થિકનયને મુખ્ય બનાવવામાં આવે તો વસ્તુધર્મોમાં અભેદનું શબ્દશક્તિથી ભાન ન થવાથી દ્રવ્યાર્થિકનયે ત્યારે વસ્તુધર્મોમાં ભેદનો ઉપચાર કરવો પડે છે. તેવા સંયોગમાં વસ્તુગત અસ્તિત્વ આદિ કોઈ એક ગુણધર્મમાં બાકીના અનંતા ગુણધર્મોના ભેદની લક્ષણા કરીને ક્રમશઃ એક-એક વસ્તુધર્મનું પ્રતિપાદન કરનાર દ્રવ્યાર્થિકનયસંમત તે વાક્ય વિકલાદેશસ્વભાવને ધારણ કરે છે. અહીં મહત્ત્વની એક વાત એ સમજવા જેવી છે કે એક શબ્દ એકીસાથે અનેક અર્થનું પ્રતિપાદન કરવાની શક્તિ ધરાવતો નથી. શબ્દની આ અશક્તિ જ વસ્તુધર્મપ્રતિપાદન કરવામાં ક્રમિકતાને ધારણ કરે છે. તેથી વિકલાદેશ ક્રમશઃ એક-એક ગુણધર્મનું પ્રતિપાદન કરે છે.” * લક્ષણાપ્રયોજન છે (દ્રવ્યા.) દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ એક વસ્તુમાં રહેલા બધા ગુણધર્મોમાં પરસ્પર ભેદ નથી. તે બધા ગુણધર્મો અભિન્ન જ છે. જ્યારે પર્યાયાર્થિકનયની દૃષ્ટિએ વસ્તુમાં રહેલા તમામ ગુણધર્મો ભિન્ન છે. તેથી
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy