SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૨૪ * विकलादेशविमर्शः ५३९ रा विशेषः । इदमेवाभिप्रेत्य “नयविषयीकृतस्य वस्तुधर्मस्य भेदवृत्तिप्राधान्याद् भेदोपचाराद् वा क्रमेण यदभि- प धायकं वाक्यं स विकलादेशः " (रत्ना. अ. ४/४५) इति रत्नाकरावतारिकायां रत्नप्रभसूरयः उक्तवन्तः । इदमत्राऽऽकूतम् - मुख्यवृत्त्या द्रव्यार्थिकनयः द्रव्य-गुण- पर्यायाणाम् अभेदबोधकः, पर्यायार्थिकनयस्तु भेदबोधकः । तौ च यथाक्रमं शक्ति-लक्षणाभ्यां युगपत् प्रवर्तेते तदा सकलादेशः सम्पद्यते । यदा लक्षणया द्रव्यार्थिकः शक्त्या वा पर्यायार्थिकः प्रवर्तते तदा विकलादेशः सम्पद्यते । कालाद्यष्टकदृष्ट्या वस्तुगताऽनन्तपर्यायाणाम् अभेदसाधकं द्रव्यार्थिकनयं प्रति पर्यायार्थिकनय एवं स्वाभिप्रायं दर्शयति (१) एककालम् एकस्मिन्नेव वस्तुनि अनन्तगुणसत्त्वाद् वस्तुनोऽनन्तधर्मात्मकत्वे गुणाश्रयभूतस्य द्रव्यस्य गुणतुल्या एवाऽनन्ता भेदाः स्युः । - નયની પ્રવૃત્તિ વિકલાદેશમાં થાય છે. તેમજ વિકલાદેશ માત્ર વસ્તુના એકાદ અંશનું પ્રતિપાદન કરે છે, વસ્તુની સમગ્રતાનું નહિ. આટલો તે બન્ને વચ્ચે તફાવત છે. મતલબ કે સકલાદેશમાં વસ્તુના અનન્ત ગુણધર્મોનો યુગપત્ અભેદ કરવામાં આવે છે. જ્યારે વિકલાદેશમાં વસ્તુગત અનન્ત ગુણધર્મોમાં ક્રમશઃ ભિન્નતા સાધવામાં આવે છે. શ્રીવાદિદેવસૂરિરચિત પ્રમાણનયતત્ત્વાલોકાલંકારસૂત્ર ઉપર તેમના શિષ્ય શ્રીરત્નપ્રભસૂરિજીએ રત્નાકરાવતારિકા વ્યાખ્યા રચેલી છે. તેમાં ઉપરોક્ત અભિપ્રાયથી જ જણાવેલ છે કે “વસ્તુનો જે ગુણધર્મ પ્રમાણના બદલે નયનો વિષય બને અને તેનું પ્રતિપાદન જે વાક્ય ભેદવૃત્તિપ્રાધાન્યથી કે ભેદોપચારથી ક્રમશઃ કરે તે વાક્ય ‘વિકલાદેશ’ કહેવાય છે.” (ાતા.) કાલ વગેરે આઠ તત્ત્વની દૃષ્ટિએ વસ્તુગત અનંત ગુણધર્મોમાં અભેદને સિદ્ધ કરનાર દ્રવ્યાર્થિકનયની સામે પર્યાયાર્થિકનય પોતાનું મંતવ્ય સ્પષ્ટ કરતાં જણાવે છે કે : htt (વ.) સકલાદેશમાં અભેદવૃત્તિપ્રાધાન્ય અને અભેદઉપચાર બન્નેની વાત કરેલ હતી. જ્યારે પ્રસ્તુત વિકલાદેશમાં ભેદવૃત્તિપ્રાધાન્યને અથવા ભેદઉપચારને દર્શાવેલ છે. તેની પાછળ આશય એ રહેલો છે કે શબ્દશક્તિથી દ્રવ્યાર્થિકનય દ્રવ્ય-ગુણ-પર્યાયમાં અભેદબોધક છે. જ્યારે પર્યાયાર્થિકનય ભેદબોધક છે. દ્રવ્યાર્થિકનયને શક્તિ દ્વારા અભેદમાં તથા પર્યાયાર્થિકનયને લક્ષણા દ્વારા અભેદમાં યુગપત્ પ્રવર્તાવવાથી સકલાદેશ પ્રાપ્ત થાય છે. તથા દ્રવ્યાર્થિકનયને લક્ષણા દ્વારા ભેદમાં પ્રવર્તાવવાથી અથવા પર્યાયાર્થિકનયને ર શક્તિ દ્વારા ભેદમાં પ્રવર્તાવવાથી વિકલાદેશ સંપન્ન થાય છે. અહીં વિકલાદેશ એમ જણાવે છે કે ‘એક કાળમાં એક જ વસ્તુમાં વિભિન્ન ધર્મો = પર્યાયો હોય છે. તેથી પર્યાયાત્મક વસ્તુ પણ વિભિન્નસ્વરૂપવાળી થઈ જશે, એકસ્વરૂપવાળી નહિ રહે.' આમ વિભિન્નગુણધર્મસંબંધી વસ્તુસ્વરૂપ વિભિન્ન જ હોય, એક ન હોય. આથી વસ્તુની અનન્તધર્માત્મકતાનો = સમગ્રતાનો બોધ કરાવવાના બદલે વસ્તુની આંશિકતાનો જ ક્રમશઃ બોધ વિકલાદેશ કરાવે છે. (૧) એક કાળે એક જ વસ્તુમાં અનંત ગુણો રહેવાથી વસ્તુ અનંતધર્માત્મક હોય તો ગુણો જેટલા જ ગુણોના આશ્રય સ્વરૂપ એવા દ્રવ્યના પણ અનંતા ભેદ માનવાની આપત્તિ આવશે. का
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy