SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ५३२ ० नय-प्रमाणसप्तभङ्गीलक्षणप्रदर्शनम् । ૪/૪ प एकत्र रूप-रसादिधर्मसप्तकबोधकेऽतिप्रसङ्गवारणाय ‘सत्त्वाऽसत्त्वादी'ति । खण्डवाक्ये तद्वारणाय पर्याप्तिः । प्रमाणसप्तभङ्गीवद् नयसप्तभङ्ग्या अपि लक्ष्यत्वान्न तत्राऽतिव्याप्तिः। प्रमाण-नयसप्तभङ्ग्योः पृथक् पृथग् लक्ष्यत्वे तु सकलादेशत्व-विकलादेशत्वे विशेषणे देये” (अ.स.ता.१/ म १४/पृ.१८६) इत्येवं स्वाभिप्रायमाविष्कृतवन्तः।। “यः खलु प्रागुपदर्शितान् वस्तुनः सप्त धर्मानवलम्ब्य संशेते, जिज्ञासते, पर्यनुयुङ्क्ते च तं प्रतीयं (વિ.) એક જ પદાર્થમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંસ્થાન, સંખ્યા, સંયોગ જેવા સાત ધર્મનું બોધક વાક્ય પણ સપ્તભંગી ન બની જાય, તે માટે સત્ત્વ-અસત્ત્વ વગેરે ધર્મોનો ઉલ્લેખ સપ્તભંગીલક્ષણદર્શક વાક્યમાં કરવામાં આવેલ છે. સપ્તભંગીના અલગ-અલગ છૂટા-છવાયા વાક્યમાં = ખંડવાક્યમાં સપ્તભંગીના લક્ષણની અતિવ્યાપ્તિ ન આવે તે માટે સપ્તભંગીના લક્ષણમાં પર્યાપ્તિ નો પ્રવેશ કરવામાં આવેલ છે. તેથી સપ્તભંગીના ઘટકમાં સપ્તભંગીલક્ષણની અતિવ્યાપ્તિનું નિવારણ થઈ જાય છે. (માસ) જો કે આ સપ્તભંગીનું લક્ષણ નયસપ્તભંગીમાં પણ જાય છે. કારણ કે વિધિકોટિમાં એક નય અને નિષેધકોટિમાં બીજો નય ગોઠવવાથી જે વાક્ય (= નયસપ્તભંગી) સત્ત્વ-અસત્ત્વઆદિ સાત ધર્મ સંબંધી શાબ્દબોધનું જનક બને છે, તેમાં તાદશશાબ્દબોધજનકતાની પર્યાપ્તિ રહે છે. તેમ છતાં ઉપરોક્ત સપ્તભંગીના લક્ષણમાં અતિવ્યાપ્તિને કોઈ અવકાશ નથી. કારણ કે પ્રમાણસપ્તભંગીની જેમ નયસપ્ત-ભંગી ત્ર પણ ઉપરોક્ત સપ્તભંગીલક્ષણનું લક્ષ્ય જ છે. લક્ષ્યમાં લક્ષણ જાય તો અતિવ્યાપ્તિ દોષ આવતો નથી. (પ્રમાણ-૨) જો પ્રમાણસપ્તભંગીને અને નયસપ્તભંગીને જુદા જુદા લક્ષ્ય તરીકે માનવામાં આવે (અર્થાત્ વા ‘પ્રમાણસપ્તભંગીનું લક્ષણ નયસપ્તભંગીમાં ન જવું જોઈએ તથા નયસપ્તભંગીનું લક્ષણ પ્રમાણસપ્તભંગીમાં ન જવું જોઈએ? - તેવું માનવામાં આવે, તો પ્રમાણસપ્તભંગીમાં સકલાદેશત્વ વિશેષણ અને નયસભંગીમાં સ વિકલાદેશત્વ વિશેષણ મૂકી દેવું.” પ્રમાણસમભંગી અને નચસપ્તભંગી અંગે જુદા-જુદા લક્ષણ છે સ્પષ્ટતા:- પ્રમાણસપ્તભંગીને અને નયસપ્તભંગીને જુદી-જુદી માનવામાં આવે તો “સત્તાવેશત્વે સતિ સત્ત્વાસત્ત્વવિસપ્તધર્મપ્રવઠારશાદ્ધવનનતીપર્વાધિર વાવયં પ્રમાણસપ્તમી - આ પ્રમાણે પ્રમાણસપ્તભંગીનું લક્ષણ તથા ‘વિજ્ઞાવેશત્વે સતિ સર્વસત્ત્વસિપ્તધર્મવારશાદ્ધધનનવતાપર્યાધિશ્વર વાવયં નયસપ્તમી ’ આ મુજબ નયસપ્તભંગીનું લક્ષણ બનાવવાથી ઉપરોક્ત અતિવ્યાપ્તિને અવકાશ નહિ રહે. કારણ કે નયસપ્તભંગીમાં સકલાદેશત્વ ન હોવાથી પ્રમાણસપ્તભંગીનું લક્ષણ નહિ જાય. તે જ રીતે પ્રમાણસપ્તભંગીમાં વિકલાદેશત્વ ન હોવાથી નયસપ્તભંગીનું લક્ષણ નહિ રહે. આમ પ્રમાણસપ્તભંગી અને નયસપ્તભંગી બન્નેના જુદા-જુદા લક્ષણ માનવાથી બન્ને સપ્તભંગી પરસ્પર અસંકીર્ણ સ્વરૂપવાળી બનશે. આ પ્રમાણે અષ્ટસહસ્રી તાત્પર્યવિવરણમાં મહોપાધ્યાયજી મહારાજે પોતાનો આશય દર્શાવવાનો પ્રયાસ કરેલ છે. સકલાદેશ અને વિકલાદેશ બન્નેનું સ્વરૂપ હવે તુરંતમાં જણાવવામાં આવશે. જ ન્યૂનભંગ હોય તો સપ્તભંગી અપ્રમાણ ૪ (“ય હતુ.) મધ્યમપરિમાણ સ્યાદ્વાદરહસ્ય નામના ગ્રંથરત્નમાં મહોપાધ્યાયજી મહારાજે સપ્તભંગી અંગે પોતાનો આશય જણાવતાં કહે છે કે “જે જિજ્ઞાસુ વ્યક્તિ પૂર્વે જણાવેલ સત્ત્વ, અસત્ત્વ વગેરે
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy