SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/ ૨ ☼ व्यञ्जननयस्वरूप-विषयमीमांसा ५१५ तदभिधानाद् वचनमपि तथा व्यपदिश्यते । तत्र शब्द - समभिरूढौ संज्ञा- क्रियाभेदेऽप्यभिन्नमर्थं प्रतिपादयत इति तदभिप्रायेण सविकल्पो वचनमार्गः प्रथमभङ्गकरूपः । एवम्भूतस्तु क्रियाभेदाद् भिन्नमेवार्थं तत्क्षणे प्रतिपादयतीति निर्विकल्पो द्वितीयभङ्गकरूपस्तद्वचनमार्गः। अवक्तव्यभङ्गकस्तु व्यञ्जननये न सम्भवत्येव, यतः श्रोत्रभिप्रायो व्यञ्जननयः स च शब्दश्रवणादर्थं प्रतिपद्यते न शब्दाऽश्रवणात् । अवक्तव्यं तु शब्दाभावविषयः इति नाऽवक्तव्यभङ्गकः व्यञ्जनपर्याये કે દ્રવ્ય). તથા નિર્વિકલ્પ એટલે પર્યાય (અર્થાત્ વિશેષ પ્રકારનો ગુણધર્મ). સવિકલ્પ વસ્તુનું નિરૂપણ કરવાના લીધે વચન પણ સવિકલ્પ કહેવાય છે. તથા નિર્વિકલ્પ વસ્તુનું પ્રતિપાદન કરવાના કારણે વચન પણ નિર્વિકલ્પ કહેવાય છે. તેથી શબ્દાદિ પાછલા ત્રણ શબ્દનયમાં વસ્તુપ્રતિપાદક વચન સવિકલ્પ -નિર્વિકલ્પસ્વરૂપે દ્વિવિધ કહેવાય છે. સંજ્ઞા (= નામ કે સંકેત) બદલાવા છતાં પણ શબ્દનય (સાંપ્રતનય) અર્થભેદને માનતો નથી. તથા ક્રિયા બદલાવા છતાં પણ સમભિરૂઢનય અર્થભેદને માનતો નથી. (કહેવાનો આશય એ છે કે શબ્દનયમતે ઘટ, કુંભ, કળશ વગેરે પર્યાયવાચી શબ્દો બદલાવા છતાં પણ તેનાથી વાચ્ય = પ્રતિપાદ્ય અર્થ બદલાતો નથી. તથા સમભિરૂઢનયના મતે ક્રિયા બદલાય તો પણ અર્થ બદલાતો નથી. અર્થાત્ પનિહારીના મસ્તક ઉપર આરૂઢ થઈને પાણી લાવવાની ક્રિયા કરે કે ન કરે તેમ છતાં બન્ને વિકલ્પમાં ઘડાને ઘડો જ કહેવાય. આમ સમભિરૂઢનય માને છે.) આમ શબ્દનય અને સમભિરૂઢનય ક્રમશઃ નામભેદ કે ક્રિયાભેદ થવા છતાં પણ એક જ અર્થનું (= પદાર્થનું = વાચ્યાર્થનું) પ્રતિપાદન કરે છે. ક્રિયા કરનાર કે ન કરનાર બન્ને ઘટમાં સામાન્ય એવી ઘટપદવાચ્યતાનો સ્વીકાર કરતા હોવાથી CIJ તે બન્ને નયના અભિપ્રાયથી વસ્તુ સવિકલ્પ છે આ પ્રમાણે વાક્યરચના થાય છે. આ પ્રથમ ભાંગો (= પ્રકાર) છે. જ્યારે એવંભૂતનય તો ‘ક્રિયા બદલાય એટલે અર્થ બદલાઈ જ જાય' - તેવું માને ગુ છે. ‘જે સમયે અર્થગત ક્રિયા બદલાય તે જ ક્ષણે અર્થ બદલાઈ જાય છે' - આ પ્રમાણે એવંભૂતનય પ્રતિપાદન કરે છે. માટે એવંભૂતનય પોતાના વિષયમાં ક્રિયાભેદનો વિકલ્પ માન્ય કરતો નથી. માટે તેના મત મુજબ ‘વસ્તુ નિર્વિકલ્પ છે' - આ પ્રમાણે વાક્યરચના થાય છે. તેથી બીજો ભાંગો એવંભૂતનયના મતમાં પ્રાપ્ત થાય છે. :- શબ્દનય પોતાના વિષયમાં સંજ્ઞાભેદનો વિકલ્પ માન્ય કરે છે. સમભિરૂઢનય પોતાના વિષયમાં ક્રિયાભેદના વિકલ્પને સ્વીકારે છે. તેથી શબ્દનય અને સમભિરૂઢનય સવિકલ્પ કહેવાય છે. જ્યારે એવંભૂતનય પોતાના વિષયમાં સંજ્ઞાભેદનો કે ક્રિયાભેદનો વિકલ્પ માન્ય કરતો નથી. માટે એવંભૂતસ્વરૂપ વ્યંજનનય નિર્વિકલ્પ છે. આમ શબ્દ-સમભિરૂઢ-એવંભૂત નયસ્વરૂપ વ્યંજનનયમાં વસ્તુના સ્વરૂપને વિશે સવિકલ્પ અને નિર્વિકલ્પ આમ બે જ ભાંગા સંભવે છે. ઊ વ્યંજનપર્યાયમાં અવાચ્ય વગેરે ભાંગાનો અસંભવ ઊ -- - रा (અવ.) શબ્દ-સમભિરૂઢ-એવંભૂતનયસ્વરૂપ વ્યંજનનયમાં અવક્તવ્ય નામનો ત્રીજો ભાંગો તો નથી જ સંભવતો. કારણ કે શ્રોતાનો અભિપ્રાય (= બોધ) વ્યંજનનય છે. તથા શ્રોતા તો શબ્દને સાંભળવાથી જ અર્થને સમજે છે, સ્વીકારે છે. શબ્દને સાંભળ્યા વિના શ્રોતાને શાબ્દ બોધ થઈ શકતો નથી. વક્તવ્ય = વાચ્ય એટલે શબ્દનો વિષય. અવક્તવ્ય = અવાચ્ય એટલે શબ્દનો અવિષય. અર્થાત્ શબ્દનો જે વિષય ન બને તે અવક્તવ્ય કહેવાય. શબ્દ સાંભળવાથી જે બોધ થાય તે શબ્દનો વિષય ન હોય
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy