SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ४/१३ ४९२ 0 प्रस्थकोदाहरणे नयसप्तभङ्गी । ___ एवं यौगपद्येन, क्रमेण, क्रम-योगपद्याभ्याञ्च तृतीयादिभङ्गेषु योज्यमिति प्रथमा सप्तभङ्गी। तथाहि - (१) केवलम् आकुट्टितनामा प्रस्थकः नैगमनयेन प्रस्थकरूपेण अस्ति। (२) केवलम् आकुट्टितनामा प्रस्थकः सङ्ग्रहादिनयाभिप्रायेण प्रस्थकरूपेण नास्ति । (३) स एव युगपद् नैगम-सङ्ग्रहाद्यभिप्रायेण प्रस्थकत्वेन अवाच्यः। (४) स एव नैगमनयेन प्रस्थकरूपेण अस्ति सङ्ग्रहादिनयाभिप्रायेण च प्रस्थकत्वेन नास्ति । (५) स एव नैगमाभिप्रायेण प्रस्थकत्वेन अस्ति युगपद् नैगम-सङ्ग्रहाद्यभिप्रायेण चाऽवाच्यः । मि (६) स एव सङ्ग्रहाद्यभिप्रायेण प्रस्थकत्वेन नास्ति युगपद् नैगम-सङ्ग्रहाद्यभिप्रायेण चाऽवाच्यः । (૩) આ રીતે યુગપદ્ સર્વ નયોની કે અનેક નયોની અર્પણ કરવાથી ત્રીજો ભાંગો મળશે. (૪) વિધિકોટિમાં એક નય અને નિષેધકોટિમાં બાકીના નયોની ક્રમશઃ અર્પણ કરવાથી ચોથો ભાંગો પ્રાપ્ત થશે. (૫) એક નયની વિધિકોટિમાં વિવક્ષા કર્યા બાદ સાતે નયોની યુગપદ્ વિવક્ષા કરવાથી પાંચમો ભાંગો મળશે. (૬) છ (કે પાંચ વગેરે) નયોની નિષેધકોટિમાં અર્પણ કર્યા બાદ સાતે નયોની યુગપ૬ અર્પણા કરવાથી છઠ્ઠો ભાંગો મળશે. (૭) એક નયની વિધિકોટિમાં અર્પણ કર્યા બાદ છ (કે પાંચ) નયોની નિષેધકોટિમાં અર્પણા એ કરી ત્યાર બાદ સર્વ નયોની યુગપ૬ અર્પણ કરવાથી સાતમો ભાંગો મળશે. આ પ્રમાણે પ્રસ્થક, પ્રદેશ વગેરે દષ્ટાંતમાં પ્રથમ સપ્તભંગી પ્રાપ્ત થશે. આ રીતે બીજી, ત્રીજી વગેરે અનેક સપ્તભંગી થઈ શકે ઘી છે. પરંતુ અધિક ભાંગાને પ્રસ્તુતમાં અવકાશ રહેતો નથી. ૬ પ્રસ્થક દૃષ્ટાંતમાં સપ્તભંગી 9 રર (તથાદિ.) પ્રસ્થક દૃષ્ટાંતમાં નૈગમનયની મુખ્યતાએ જે પ્રથમ સપ્તભંગી સંભવી શકે છે તે આ પ્રમાણે સમજવી. (૧) જેના ઉપર ફક્ત પ્રસ્થક તરીકેનો સિક્કો લાગેલો છે, પરંતુ ધાન્ય માપવાની ક્રિયામાં જે ગોઠવાયેલ નથી, તે પ્રસ્થક નૈગમનયના અભિપ્રાયથી પ્રકરૂપે સત્ છે. (૨) જેના ઉપર ફક્ત પ્રસ્થક તરીકેનો સિક્કો લાગેલો છે, તે પ્રસ્થકરૂપે સંગ્રહ આદિ નયોના મતે સત્ નથી. (૩) તે જ વસ્તુ નૈગમ, સંગ્રહ વગેરે સર્વ નયોની યુગપદ્ વિવક્ષા કરવાથી અવક્તવ્ય (=અવા) છે. (૪) તથા તે જ વસ્તુ (જેના ઉપર ફક્ત પ્રચક તરીકેનો સિક્કો લાગેલો છે તે) નૈગમનયના અભિપ્રાયથી પ્રસ્થકરૂપે સત્ છે અને સંગ્રહ આદિ નયોના અભિપ્રાયથી પ્રસ્થકરૂપે અસત્ છે. (૫) તે જ વસ્તુ નૈગમનયના અભિપ્રાયથી પ્રસ્થકરૂપે સત્ છે અને એકીસાથે નૈગમ, સંગ્રહ આદિ સર્વ નિયોની વિવક્ષા કરવાથી અવાચ્ય છે. (૬) તે જ વસ્તુ સંગ્રહ આદિ નયોની અપેક્ષાએ પ્રકરૂપે અસત્ છે અને સર્વ નયોની એકીસાથે
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy