SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ४/११ * भिन्नोक्त्या निरूपणसमर्थनम् ४८१ અનઈં ૨ નયના અર્થ મુખ્યપણઈં તો ભિન્નોકિત જ કહિવા ઘટઈં. ઇત્યાદિક યુક્તિ શાસ્ત્રાન્તરથી જાણવી. ।।૪/૧૧/ સ प अथास्त्वत्राप्येकोक्त्या साङ्केतिकपदस्यैकदा भेदत्वाऽभेदत्वाभ्यां भेदाभेदयोर्बोधकत्वमिति चेत् ?, न, इह पर्यायार्थिक-द्रव्यार्थिकनयाभिमतयोः भेदाऽभेदयोः युगपद् मुख्यरूपेण जिज्ञासितयोः भिन्नयोक्त्यैव प्रतिपादयितुं युक्तत्वात् । इत्थमेव सप्तभङ्गीचतुर्थभङ्गोत्थापकजिज्ञासाशमनसम्भवात्। एकपदान्तर्भावेन साङ्केतिकपदात् तत्प्रतिपादने तु 'कस्य नयस्य प्रकृते को विषयः ?' इति न जिज्ञासायाः प्रश्नस्य वा समाधानं नैव स्यात्। तत्कृते भिन्नयैवोक्त्या तन्निरूपणं न्याय्यम् । न चर्श साङ्केतिकपदेनाऽपि भिन्नोक्त्या युगपद् मुख्यरूपेण प्रकृते द्रव्यार्थिक पर्यायार्थिकनयविषयप्रतिपादनं બન્નેનો મુખ્યપણે સ્પષ્ટતયા બોધ કરાવવા માટે સાંકેતિક પદ પણ શક્તિમાન નથી - તેવું ફલિત થાય છે. તેથી સમભંગીના ચોથા ભાંગા સ્વરૂપે અવક્તવ્યત્વનો નિર્દેશ વ્યાજબી જ છે તેમ સમજવું. પૂર્વપક્ષ :- (પ્રધાસ્ત્ર.) જો ‘એકોક્તિથી પુષ્પદંત વગેરે શબ્દ યુગપત્ સૂર્ય અને ચન્દ્ર બન્નેનો બોધ કરાવી શકે' – તેવું તમને માન્ય હોય તો પ્રસ્તુતમાં પણ “એકોક્તિથી (એકપદઅંતર્ભાવ કરીને ઉચ્ચારણ કરવા દ્વારા) ‘ભેદાભેદ’ કે ‘ઘટ-પટ’ વગેરે સાંકેતિક પદ દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક વસ્તુમાં ભેદત્વરૂપે ભેદનો અને અભેદત્વરૂપે અભેદનો બોધ યુગપત્ કરાવી શકે છે” - આવું માની શકાય છે. બન્ને સ્થળે યુક્તિ તો સમાન જ છે. તથા આ પ્રમાણે માન્ય કરવાથી યુગપત્ નયદ્રયની વિવક્ષા કરવામાં આવે તો પણ વસ્તુ અવાચ્ય નહિ પણ વાચ્ય જ બનશે. તેથી સપ્તભંગીનો ચોથો ભાંગો અસંગત જણાય છે. - * એકોક્તિથી અને ભિન્નોક્તિથી અર્થપ્રતિપાદન વિચાર ઉત્તર પક્ષ :- (ન, ૪.) ના, તમારી આ દલીલ વ્યાજબી નથી. આનું કારણ એ છે કે પ્રસ્તુતમાં પર્યાયાર્થિકનયને અને દ્રવ્યાર્થિકનયને માન્ય બને તેવું દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક વસ્તુનું સ્વરૂપ જુદા-જુદા શબ્દ દ્વારા એકી સાથે જણાવવું હોય તો શું કહી શકાય ?' આવા પ્રકારની જિજ્ઞાસા સપ્તભંગીના ચોથા ભાંગાની પ્રયોજક છે. તેથી પર્યાયાર્થિકનયને માન્ય એવો દ્રવ્ય-ગુણાદિનો ભેદ અને દ્રવ્યાર્થિકનયને માન્ય સ એવો દ્રવ્ય-ગુણાદિનો અભેદ એકીસાથે મુખ્યરૂપે પ્રસ્તુતમાં જિજ્ઞાસાનો વિષય બને છે. તેથી બન્ને નયનો મત જુદા-જુદા શબ્દ દ્વારા જ બતાવવો યુક્તિસંગત છે. તો જ જિજ્ઞાસુને સ્પષ્ટપણે ખ્યાલ આવી શકે કે ‘આ વિષય પર્યાયાર્થિકનયનો છે તથા પેલો વિષય દ્રવ્યાર્થિકનયનો છે.’ એક જ સાંકેતિક શબ્દ (દા.ત.ઘટ) દ્વારા કે એક જ સાંકેતિક સામાસિક પદનું (દા.ત. ‘ભેદાભેદ’ કે ‘ઘટ-પટ' પદનું) એકપદઅંતર્ભાવ કરીને ઉચ્ચારણ કરવા દ્વારા જો યુગપત્ ભેદાભેદનું મુખ્યરૂપે પ્રતિપાદન કરવામાં આવે તો જિજ્ઞાસુને ‘દ્રવ્યાર્થિકનયનો વિષય કયો ? અને પર્યાયાર્થિક નયનો વિષય કયો ?’ તેનું સ્પષ્ટપણે ભાન થઈ ન શકે. તેથી સમભંગીના ચોથા ભાંગાની પ્રયોજક એવી જિજ્ઞાસાનું શમન કરવા માટે એકપદઅંતર્ભાવથી ઉચ્ચારણ કર્યા વિના જ (અર્થાત્ ભિન્નોક્તિથી જુદા-જુદા બે શબ્દનો અલગ-અલગ પ્રયોગ કરવા દ્વારા જ) યુગપત્ નયદ્રયવિષયનું મુખ્યરૂપે પ્રતિપાદન કરવું જરૂરી બની જાય છે. પરંતુ તેવું કોઈ સાંકેતિક પદ પણ નથી કે જે ભિન્ન ઉક્તિથી નયદ્રયવિષયનું યુગપત્ મુખ્યરૂપે સ્પષ્ટપણે પ્રતિપાદન કરી શકે. માટે =
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy