________________
* अस्तित्व-नास्तित्वपरिणमनविचारः
૪/૨
तथाहि - मृद्द्रव्यस्य पिण्डप्रकारेणाऽस्तित्वं घटप्रकारास्तित्वे परिणमति मृद्रव्यस्यैव च तन्त्वादिरूपेण नास्तित्वं मृन्नास्तित्वरूपे पटे परिणमतीति तयोर्न मिथोऽभिन्नता । अत एव भगवतीसूत्रे “से रा नूणं भंते ! अत्थित्तं अत्थित्ते परिणमइ, नत्थित्तं नत्थित्ते परिणमइ ? हंता गोयमा ! अत्थित्तं अत्थित्ते म परिणमइ नत्थित्तं नत्थित्ते परिणमइ” (भ.सू.१/३/३२) इत्युक्तम् ।
इदमत्राऽकूतम् - उपादानकारणं स्वोपादेयस्वरूपेण परिणमति । अतः उपादानकारणास्तित्वम् उपादेयास्तित्वरूपेण परिणमति । अतः 'अस्तित्वमस्तित्वेन परिणमती त्युक्तम् । तथा उपादानकारणस्य कः विजातीयोपादानकारणरूपेण असत्त्वाद् विजातीयोपादानोपादेयरूपेण परिणमनं न सम्पद्यते। अतः विवक्षितोपादानकारणस्य अविवक्षितोपादानरूपेण नास्तित्वम् अविवक्षितोपादानोपादेयलक्षणनास्तित्वरूपेण परिणमति। एतदभिप्रायेण 'नास्तित्वं नास्तित्वरूपेण परिणमती'त्युक्तम् ।
इदञ्चात्रावधेयम् - नास्तित्वं न अस्तित्वाऽभावात्मकम्, येन वस्तुनि नास्तित्वस्य सर्वथा
४७२
(તદિ.) ઉદાહરણ દ્વારા આ વાતને સમજવી હોય તો એમ કહી શકાય કે માટીના પિંડમાંથી ઘટ નિષ્પન્ન થાય ત્યારે માટી દ્રવ્યનું પિંડસ્વરૂપે જે પૂર્વકાલીન અસ્તિત્વ હતું તે ઉત્તરકાળમાં ઘટાત્મક અસ્તિત્વમાં પરિણમે છે. તેથી ‘અસ્તિત્વનું અસ્તિત્વરૂપે પરિણમન થાય છે' આવો સિદ્ધાન્ત છે. તથા તંતુ આદિ પરદ્રવ્યરૂપે માટીનું અસ્તિત્વ નથી. તન્નુસ્વરૂપે મૃદ્રવ્યનું પ્રસ્તુત નાસ્તિત્વ જ મૃદ્રવ્યનાસ્તિત્વસ્વરૂપ પટમાં પરિણમે છે. તેથી ‘નાસ્તિત્વનું નાસ્તિત્વમાં પરિણમન થાય છે' આવો જૈન સિદ્ધાન્ત છે. આ જ કારણસર અસ્તિત્વ અને નાસ્તિત્વ પરસ્પર જુદા છે, એક નથી. આથી જ ભગવતીસૂત્રમાં જણાવેલ છે કે ‘હે ભગવંત ! શું અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે અનેે નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે? હા, હે ગૌતમ ! અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે અને નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે.’ * ઉપાદાનકારણનું સ્વકાર્યરૂપે પરિણમન ♦
al
(મ.) અહીં આશય એ છે કે ઉપાદાનકારણ પોતાના ઉપાદેય કાર્યસ્વરૂપે પરિણમે છે. તેથી ઉપાદાન કારણનું અસ્તિત્વ ઉપાદેય કાર્યના અસ્તિત્વરૂપે પરિણમે છે. આથી ‘અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે' - આ પ્રમાણે ભગવતીસૂત્રમાં જણાવેલ છે. તેમજ એક ઉપાદાનકારણ વિજાતીયઉપાદાનકારણરૂપે અસત્ છે. તેથી વિજાતીયઉપાદાનકારણના કાર્યરૂપે પણ તે પરિણમતું નથી. દા.ત. માટી દ્રવ્ય તંતુરૂપે અસત્ અવિદ્યમાન છે. તથા તંતુના કાર્યસ્વરૂપ પટરૂપે માટી પરિણમતી નથી. અર્થાત્ પટ માટીદ્રવ્યના નાસ્તિત્વરૂપ છે. આથી કહી શકાય કે માટીદ્રવ્યનું તંતુસ્વરૂપે જે નાસ્તિત્વ છે તે પટસ્વરૂપ નાસ્તિત્વમાં પરિણમે છે. પટ તો મૃદ્રવ્યનાસ્તિત્વસ્વરૂપ છે. આમ વિવક્ષિત ઉપાદાનકારણનું અવિવક્ષિતઉપાદાનકારણરૂપે જે નાસ્તિત્વ છે તે અવિવક્ષિતઉપાદાનકાર્યસ્વરૂપ નાસ્તિત્વમાં પરિણમે છે- તેવું ફલિત થાય છે. આ પ્રકારના આશયથી ભગવતીસૂત્રમાં જણાવેલ છે કે ‘નાસ્તિત્વ નાસ્તિત્વરૂપે પરિણમે છે.' * અસ્તિત્વ-નાસ્તિત્વ સ્વતંત્ર ગુણધર્મ
(ગ્યા.) આ એક વાત અહીં ખ્યાલમાં રાખવી કે નાસ્તિત્વ એ અસ્તિત્વના અભાવસ્વરૂપ નથી 1. તવું જૂનું ભવન્ત ! અસ્તિત્વમ્ અસ્તિત્વે રિળમતિ, નાસ્તિત્વ નાસ્તિત્વે રિળમતિ ? હન્ત ! ગૌતમ ! અસ્તિત્વમ્ અસ્તિત્વ परिणमति, नास्तित्वं नास्तित्वे परिणमति ।
=