________________
४३८
* एकान्तवादिमते कृतनाशादिप्रसङ्गः
४/५
ડનચંત્વયોરનધ્યુપામાર્” (ગા.નિ.૧૦રૂ રૃ.) કૃતિ ।
रा
,
पर्यायभेदे पर्यायिणः सर्वथैवोच्छेदे तु कृतनाशाऽकृतागमौ दोषौ स्याताम् । तदुक्तं वीतरागस्तोत्रे “ स्यातामेकान्तनाशेऽपि कृतनाशाऽकृतागमौ ” (वी. स्तो. ८/१) इति । भेदाभेदाभ्यां परिणामिपक्षे तु न न कश्चिद् दोषः । तदुक्तं मीमांसा श्लोकवार्त्तिके कुमारिलभट्टेन अपि " स्यातामत्यन्तनाशेऽस्य कृतनाशाशुकृताऽऽगमौ । न त्ववस्थान्तरप्राप्तौ लोके बाल - युवादिवद् । ।” (मी.श्लो. वा. आत्मवाद -२३) इति भावनीयम् ।
ki
પામ્યું. પટજ્ઞાન ઉત્પન્ન થયું' - આવો વ્યવહાર થઈ નહિ શકે. તથા એકાન્ત-અનિત્યપક્ષમાં દ્રવ્ય-ગુણાદિનો અભેદ માન્ય ન હોવાના લીધે ‘તે જ આ દેવદત્ત છે જેને પૂર્વે જોયેલો હતો' - ઈત્યાદિ વ્યવહાર અસંગત બની જશે.” આ રીતે શ્રીહરિભદ્રસૂરિજીએ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં ભેદાભેદની સિદ્ધિ કરી છે. પર્યાયભેદે પર્યાયીનો સર્વથા ભેદ અસંગત મ
-
(પર્યાય.) પર્યાય બદલાવાથી જો પર્યાયીનો (= પર્યાયના આશ્રયનો) સર્વથા જ ઉચ્છેદ થઈ જાય તો કૃતનાશ અને અકૃતઆગમ નામના બે દોષો આવી પડે. કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિજી મહારાજે વીતરાગસ્તોત્ર ગ્રંથમાં આ જ અભિપ્રાયથી જણાવેલ છે કે ‘આત્માનો એકાન્ત = સર્વથા નાશ થઈ જાય તો પણ કૃતનાશ અને અકૃતઆગમ નામના બે દોષ આવશે.' પરંતુ પર્યાય-પર્યાયીના ભેદાભેદ દ્વારા પરિણામી પક્ષનો સ્વીકાર કરવામાં આવે તો કોઈ દોષ આવતો નથી. તેથી મીમાંસાશ્લોકવાર્તિકમાં કુમારિલભટ્ટે પણ જણાવેલ છે કે “પરિણામના નાશથી પરિણામીનો અત્યંત નાશ માન્ય કરવામાં આવે શું તો કૃતનાશ અને અકૃતગમ નામના બે દોષ લાગુ પડે. પરંતુ પરિણામ બદલાતા દ્રવ્યનો નાશ માનવાના
બદલે ‘દ્રવ્ય અન્ય પ્રકારની અવસ્થાને પ્રાપ્ત કરે છે' - આ પ્રમાણે માનવામાં આવે તો આ બન્ને દોષો CU લાગુ ન પડે. જેમ માણસની વીસ-બાવીસ વર્ષની ઉંમર થતા લોકોમાં પણ ઘણી વાર કહેવાય છે કે
‘આની બાલ્યાવસ્થા ગઈ, યુવાની આવી છતાં તે તો તેનો તે જ છે. તેનો સ્વભાવ જરા પણ સુધર્યો સૈ નહિ.’ આમ આ પ્રકારના લોકવ્યવહારથી પણ પરિણામ બદલાય ત્યારે પરિણામીનો નાશ સર્વથા થતો આ પ્રમાણે સિદ્ધ થાય છે.” આ વાતની પણ પ્રસ્તુતમાં વાચકવર્ગે ઊંડાણથી વિચારણા કરવી. કૃતનાશ અને અકૃતઆગમ દોષની છણાવટ
નથી’
સ્પષ્ટતા :- ચોરી કરનાર ચોરનો ચોરીની પ્રવૃત્તિ બાદ સર્વથા નાશ થઈ જતો હોય તો તેને ચોરીની સજા કઈ રીતે થાય ? અર્થાત્ ન જ થાય. આમ કરેલી ચોરીની સજા (= ફળ) તેને મળશે નહિ. તેથી કરેલી (= કૃત) ચોરી નિષ્ફળ (= નાશ) જશે. દાર્શનિક જગતમાં આને ‘કૃતનાશ' નામનો દોષ કહેવાય. હકીકત એ છે કે ચોર પકડાયા બાદ રાજા દ્વારા કે (વર્તમાનમાં) સરકાર દ્વારા ચોરને સજા થાય છે. કદાચ રાજા વગેરે ચોરને પકડી ન શકે તો પણ કર્મસત્તા દ્વારા ચોરને નરકાદિ દુર્ગતિમાં સજા થાય જ છે. જો ચોરી કર્યા બાદ ચોરનો (= પર્યાયીનો) નાશ સર્વથા થઈ જતો હોય તો ચોરને થતી સજા ‘અકૃતગમ' નામના દોષને સૂચિત કરશે. કેમ કે જેણે ચોરી કરેલી છે તેનો તો સજા પૂર્વે જ સર્વથા નાશ થઈ ચૂકેલો છે. તથા જેને સજા થાય છે, તેણે ચોરી કરી જ નથી. તેથી ચોરી ન કરવા છતાં તેની સજાનું આગમન થયું. આમ પર્યાયનો (= ચોરી કરવાની પ્રવૃત્તિનો) નાશ (= વિરામ) થવાથી પર્યાયીનો (= ચોરનો) સર્વથા નાશ માનવામાં આવે તો જેને સજા થાય છે તેણે