________________
૪/૨
* पररूपापेक्षया सर्वज्ञस्याऽसर्वज्ञत्वम्
व्युत्पत्तेः तात्पर्यमुखनिरीक्षकत्वेन सामान्यशब्दस्य विशेषपरत्वे दोषाभावात् ।।१३।। एतेन 'सर्वज्ञोऽप्यसर्वज्ञः स्यात्, सिद्धोऽप्यसिद्धः स्यादिति दूषणद्वयमपि प्रत्युक्तम्, स्वरूप- पररूपाभ्यां स व्युत्पत्तेः तात्पर्यमुखनिरीक्षकत्वेन सामान्यशब्दस्य विशेषपरत्वे दोषाभावात् । इदमत्राकूतम् - पु 'प्रमाणमुद्दिश्य जायमानः 'अप्रमाणमिति प्रयोगः प्रमाणे परस्वरूपापेक्षाऽप्रमाणात्मकतां बोधयतु, प्रत्यक्षप्रमाणमुद्दिश्य जायमानः 'अप्रमाणमिति प्रयोगः प्रत्यक्षप्रमाणे परोक्षप्रमाणभिन्नत्वरूपं परोक्षप्रमाणापेक्षप्रमाणात्मकत्वाभावं बोधयतु' इति वक्तुः स्याद्वादिनः अभिप्रायमवगम्य शब्दव्युत्पत्तिः प्रमाणे प्रत्यक्षप्रमाणे च अप्रमाणपदात् पररूपापेक्षप्रमाणभेदं परोक्षलक्षणप्रमाणविशेषप्रतियोगिकभेदं च श्रोतॄन् प्रति ज्ञापयति । । १३ ।।
एतेन सर्वज्ञोऽप्यसर्वज्ञः स्यात्, सिद्धोऽप्यसिद्धः स्यादिति दूषणद्वयमपि प्रत्युक्तम्, स्वरूप છે શબ્દવ્યુત્પત્તિ પણ તાત્પર્યસાપેક્ષ : જૈન જી
સમાધાન :- (યુ.) ઉપરોક્ત શંકા બરોબર નથી. આનું કારણ એ છે કે હંમેશા પદની વ્યુત્પત્તિ વક્તાની ઈચ્છાસ્વરૂપ તાત્પર્યને જોનાર હોય છે. અર્થાત્ વક્તા કયા અભિપ્રાયથી કયા શબ્દનો પ્રયોગ કરે છે? તેને મુખ્યતયા લક્ષમાં રાખીને જ શબ્દની વ્યુત્પત્તિ પ્રવર્તતી હોય છે. તેથી સામાન્ય શબ્દને પણ વિશેષ અર્થનો જ્ઞાપક માનવામાં કોઈ જાતનો દોષ આવતો નથી. પ્રસ્તુતમાં આશય એ છે કે “પ્રમાણને ઉદ્દેશીને થતો ‘અપ્રમાણ' શબ્દનો પ્રયોગ પરસ્વરૂપસાપેક્ષ અપ્રમાણભૂતતાનો = પ્રમાણભિન્નતાનો શ્રોતાને બોધ કરાવો. પ્રત્યક્ષ પ્રમાણને ઉદેશીને થતો ‘અપ્રમાણ’ શબ્દનો પ્રયોગ પરોક્ષપ્રમાણસાપેક્ષ પ્રમાણાત્મકતાના અભાવનો (= પરોક્ષપ્રમાણભિન્નતાનો) શ્રોતાને બોધ કરાવો” - આ પ્રમાણે સ્યાદ્વાદી એવા વક્તાનો અભિપ્રાય જાણીને અપ્રમાણ શબ્દની વ્યુત્પત્તિ પ્રમાણસામાન્યભેદના બદલે પ્રમાણવિશેષપ્રતિયોગિક ભેદનો પ્રમાણમાં બોધ કરાવશે. સામાન્યવાચક શબ્દ પણ તાત્પર્ય મુજબ વિશેષ અર્થનો વાચક બને તેવી શબ્દવ્યુત્પત્તિ વૈયાકરણોને માન્ય છે. તેથી પ્રસ્તુતમાં ‘અપ્રમાણ’ શબ્દને પ્રમાણસામાન્યપ્રતિયોગિક અન્યોન્યાભાવનો બોધક માનવાને બદલે તાત્પર્યાનુસાર પ્રમાણવિશેષપ્રતિયોગિક સ અન્યોન્યાભાવનો બોધક માની શકાય છે. અર્થાત્ અપ્રમાણશબ્દગત વિશેષ પ્રકારની વ્યુત્પત્તિ દ્વારા શ્રોતાને પ્રમાણમાં પરરૂપસાપેક્ષપ્રમાણભેદનો તથા પ્રત્યક્ષપ્રમાણમાં પરોક્ષપ્રમાણભેદનો પરોક્ષાત્મક પ્રમાણવિશેષપ્રતિયોગિક ભેદનો શાબ્દબોધ થશે. તેથી ‘પ્રમાણ પણ સ્વસ્વરૂપની અપેક્ષાએ પ્રમાણ અને પરસ્વરૂપની અપેક્ષાએ અપ્રમાણ' - ઈત્યાદિ જે બાબત પૂર્વે જણાવેલ તે સત્ય જ છે.
” સ્વરૂપ-પરરૂપ દ્વારા અનેકાંત સંમત
(તેન.) (૧૪-૧૫) પૂર્વે ‘તમામ વસ્તુને અનેકાંતરૂપ માનવામાં સર્વજ્ઞ પણ અસર્વજ્ઞ થશે તથા સિદ્ધ પણ અસિદ્ધ થશે' આ પ્રમાણે જે બે દૂષણ એકાંતવાદીએ જણાવેલ તેનું ઉપરોક્ત ખુલાસા દ્વારા નિરાકરણ થઈ જાય છે. કારણ કે સર્વજ્ઞ પોતાના સ્વરૂપની અપેક્ષાએ સર્વજ્ઞ છે. બીજાના સ્વરૂપની અપેક્ષાએ તો તે અસર્વજ્ઞ જ છે. તેમ જ સિદ્ધ પણ પોતાના સ્વરૂપની અપેક્ષાએ સિદ્ધ છે. બીજાના સ્વરૂપની અપેક્ષાએ તો તે પણ અસિદ્ધ જ છે. આમ સર્વજ્ઞમાં સર્વજ્ઞ-અસર્વજ્ઞરૂપતાનો અનેકાંત તથા
=
४११
ht