________________
૪/રૂ
. अनेकान्तात्मकताया अनतिप्रसञ्जकत्वम् ।
૪૦ ૭ ___यथोक्तं 'किं चानेकधर्मान् वस्तु' इत्यादि तत्रैकेन स्वभावेन नानास्वभावैः वा भिन्नवस्तु भिन्नस्वभावान् व्याप्नुयादिति जैनस्य नाऽभ्युपगमः किन्तु स्वकारणकलापादेकाऽनेकस्वभावात्मकमेव तदुत्पन्नमित्यभ्युपगम રૂતિ ન કોષ: T૧૦-૧૧T.
यच्चोक्तं 'जलादेरप्यनलादिरूपता स्यादिति तदपि न, साजात्यस्येव अनेकान्तात्मकत्वस्य प्रतिस्पं स व्यवस्थितस्य अनतिप्रसञ्जकत्वात्। यथाहि प्रमेयत्वादिनाऽनलसजातीयं जलं न तत्कार्यकारि तथा कथञ्चिदनलानेकान्तात्मकमपीति ।।१२।।
यथोक्तं किं चानेकधर्मान् वस्तु किमेकेन स्वभावेन अनेकस्वभावैः वा व्याप्नुयाद् ?' (शाखा-प ४/१) इत्यादि तत्रैकेन स्वभावेन नानास्वभावैः वा भिन्नवस्तु भिन्नस्वभावान् व्याप्नुयादिति जैनस्य रा नाऽभ्युपगमः किन्तु स्वकारणकलापादेकाऽनेकस्वभावात्मकमेव तदुत्पन्नमित्यभ्युपगम इति न दोषः । TI90-99 II
यच्चोक्तं 'जलादेरप्यनलादिरूपता स्यादिति तदपि न, साजात्यस्येव अनेकान्तात्मकत्वस्य । प्रतिरूपं व्यवस्थितस्य अनतिप्रसञ्जकत्वात् । यथाहि प्रमेयत्वादिनाऽनलसजातीयं जलं न तत्कार्यकारि क तथा कथञ्चिदनलानेकान्तात्मकमपीति ।
એક-અનેક સવભાવાત્મક વસ્તુની ઉત્પત્તિ છે (થો.) (૧૦-૧૧) પૂર્વે “વસ્તુ અનેકધર્મોને એક સ્વભાવથી પ્રાપ્ત કરશે કે અનેક સ્વભાવોથી પ્રાપ્ત કરશે ?' ઈત્યાદિ... કહેવા દ્વારા એકત્વઆપત્તિ નામનો દસમો દોષ અને અનવસ્થા નામનો અગિયારમો દોષ એકાંતવાદીએ દર્શાવેલ હતો. તે પણ વ્યાજબી નથી. કારણ કે તે અંગે જૈનો એમ નથી માનતા કે “એક સ્વભાવથી કે વિવિધ સ્વભાવથી ભિન્ન વસ્તુ વિભિન્ન સ્વભાવને પ્રાપ્ત કરે છે.” પરંતુ જૈનો તો એમ કહે છે કે પોતાના કારણસમૂહ દ્વારા ઉત્પન્ન થયેલી વસ્તુ એક-અનેક સ્વભાવાત્મક જ હોય છે. તેથી એક - અનેક ધર્માત્મકતાના સ્વીકારમાં અનેક ધર્મો એક થવાની આપત્તિ નહિ આવે. શું તથા અનેકસ્વભાવ દ્વારા અનેક ગુણધર્મોને મેળવવામાં તે અનેક સ્વભાવોને પણ અન્ય અનેક સ્વભાવો દ્વારા મેળવવાની કલ્પના નિમિત્તે આવનાર અનવસ્થા પણ જૈન મતમાં નહિ આવે.
અનેકાન્તાત્મક વસ્તુ પણ નિયત ક્રિયાકારી છે (ચવ્યો.) (૧૨) વળી, ‘તમામ વસ્તુને અનેકાંતાત્મકસ્વરૂપે સ્વીકારવામાં પાણી પણ અગ્નિસ્વરૂપ બની જશે' - આ પ્રમાણે એકાંતવાદીએ જૈન મતમાં જે દોષ બતાવેલ તે પણ વ્યાજબી નથી. આનું કારણ એ છે કે નૈયાયિકસંમત સાજાત્યની જેમ જૈનસંમત અનેકાંતાત્મકતા દરેક વસ્તુમાં રહેવા છતાં પણ કોઈ દોષને લાવનાર નથી. તે આ રીતે - અગ્નિ અને પાણી પ્રમેયત્વરૂપે સજાતીય છે. પ્રમેયસ્વરૂપે અગ્નિસજાતીય હોવા છતાં પણ પાણી અગ્નિનું કાર્ય કરતું નથી. આ વાત નૈયાયિકોને માન્ય છે. તે જ રીતે જૈનો પણ કહે છે કે પાણી અનેકાંતાત્મક = અનેકધર્માત્મક હોવાથી કથંચિત્ અગ્નિસ્વરૂપ હોવા છતાં બાળવા વગેરે સ્વરૂપ અગ્નિકાર્યને પાણી કરતું નથી. તેથી પૂર્વે બારમા દોષના ઉભાવનમાં નિયત પ્રવૃત્તિની અસંગતિ થવાની જે આપત્તિ એકાંતવાદીએ જણાવેલી તેને પણ અવકાશ રહેતો નથી.