________________
असत्त्वस्यैव मिथ्यात्वप्रयोजकता
४/२
"अभेदांशः सत्यो विधिरूपत्वाद्, भेदांशस्तु मिथ्या तुच्छत्वादिति मतम्; भेदांशः सत्यो मिथोविलक्षणत्वमिति अद्वैतवादिमतं निरस्तम्, शुद्धात्मनि ज्ञानाद्यभेदस्याऽपि मिथ्यात्वापत्तेः ।
प
३८०
म
वस्तुतस्तु परापेक्षत्वान्न मिथ्यात्वं किन्तु असत्त्वादेव, अन्यथा व्यवहाराऽभिव्यक्तिकृते परापेक्षाणां ह्रस्वत्व-दीर्घत्वादीनां शरावगन्धादीनाञ्च काल्पनिकत्वं प्रसज्येतेत्यधिकमुपरिष्टाद् (११ / ६) वक्ष्यामः । 'अभेदांशः सत्यो विधिरूपत्वात्, भेदांशस्तु मिथ्या तुच्छत्वादि ति मतम् 'भेदांशः सत्यो અભેદ વાસ્તવિક છે અને ભેદ કાલ્પનિક છે’ - આવું સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તેના પ્રતિવાદમાં જૈનો કહે છે કે “ભેદ અને અભેદ - બન્ને પોતાના વ્યવહાર માટે જ્ઞાનાદિની અપેક્ષા રાખે છે. ‘આત્મદ્રવ્યમાં અભેદ છે' - આવું બોલવાથી શ્રોતાને સંપૂર્ણ બોધ થઈ જતો નથી. પરંતુ ‘શુદ્ધ આત્મદ્રવ્યમાં કોનો અભેદ છે ?’ આવો સંશય કે પ્રશ્ન ઉભો થાય છે. તેના નિરાકરણ માટે એવું કહેવું જ પડે છે કે ‘આત્મદ્રવ્યમાં જ્ઞાનાદિનો અભેદ છે.' આમ દ્રવ્યનિષ્ઠ અભેદના વ્યવહાર માટે જ્ઞાનાદિની અપેક્ષા અવશ્ય રહે જ છે. તેથી ‘પરસાપેક્ષ હોવાથી પદાર્થ મિથ્યા સિદ્ધ થાય' - તેવું માનવામાં આવે તો આત્મદ્રવ્યનિષ્ઠ જ્ઞાનાદિભેદની જેમ જ્ઞાનાદિઅભેદ પણ મિથ્યા સિદ્ધ થશે.”
કાલ્પનિકતાનું નિમિત્ત અસત્ત્વ છે, અન્ય અપેક્ષા નહિ
(વસ્તુ.) વાસ્તવમાં તો પરસાપેક્ષ હોવાથી પદાર્થ મિથ્યા સિદ્ધ થતો નથી. પરંતુ અસત્ = અવિદ્યમાન હોવાથી જ પદાર્થ મિથ્યા સાબિત થાય. (આશય એ છે કે સાંજના સમયે ઘરના અંધારા ખૂણામાં લટકતા દોડાને જોઈને કોઈને તેમાં સાપની બુદ્ધિ થાય તો ત્યાં ભાસમાન સર્પ મિથ્યા કહેવાય. કારણ કે સાપ ત્યાં હાજર ન હોવા છતાં પણ ભાસે છે. માટે અવિદ્યમાનતા પદાર્થના કાલ્પનિકપણાને સિદ્ધ ॥ કરે. પરંતુ પરસાપેક્ષપણું કાલ્પનિકતાને સિદ્ધ ન કરે.) જો પરસાપેક્ષતા પદાર્થની કાલ્પનિકતાને સિદ્ધ
કરે તો સ્વત્વ-દીર્ઘત્વ વગેરે તથા માટીના કોડીયાની ગંધ વગેરે પણ કાલ્પનિક બનવાની આપત્તિ આવશે. કારણ કે તે પણ પોતાના વ્યવહાર અને અભિવ્યક્તિ માટે તો પરસાપેક્ષ જ છે. આ અંગે અમારું અધિક વક્તવ્ય આગળ (અગિયારમી શાખાના છઠ્ઠા શ્લોકમાં) જણાવશું.
સ્પષ્ટતા :- અનામિકા આંગળીમાં હ્રસ્વત્વ અને દીર્ઘત્વ નામના બે ગુણધર્મ રહેલા છે. આ બન્ને ગુણધર્મો વાસ્તવિક છે, કાલ્પનિક નથી. તેમ છતાં તે બન્નેનું જ્ઞાન અને વ્યવહા૨ ક૨વા માટે તે બન્નેને પરની અપેક્ષા અવશ્ય રહે છે. અનામિકામાં મધ્યમા અંગુલીની અપેક્ષાએ દૃસ્વત્વ રહે છે અને કનિષ્ઠા (છેલ્લી આંગળી) ની અપેક્ષાએ દીર્ઘત્વ રહે છે. તથા માટીના કોડીયામાં રહેલી ગંધ વાસ્તવિક હોવા છતાં પણ તેની અભિવ્યક્તિ માટે પાણીની અપેક્ષા રહે જ છે. નવા માટીના કોડીયા પર પાણી છાંટવામાં ન આવે ત્યાં સુધી તેની ગંધ અભિવ્યક્ત થતી નથી. આમ પરસાપેક્ષ હોવા છતાં પણ ગંધ કાલ્પનિક નથી પરંતુ વાસ્તવિક છે. તેથી પોતાની ઉત્પત્તિ, અભિવ્યક્તિ, જ્ઞપ્તિ, સ્થિતિ કે વ્યવહાર અંગે બીજાની અપેક્ષા રાખનાર પદાર્થ કાલ્પનિક બની ન શકે - તેવું સિદ્ધ થાય છે.
વિધિસ્વરૂપ અભેદાંશ સત્ય : અદ્વૈતવાદી
(‘મેવાંશ.) ‘વસ્તુમાં રહેલ અભેદ અંશ સત્ય છે. કારણ કે તે વિધિસ્વરૂપ છે. પરંતુ ભેદ અંશ ♦...। ચિહ્દયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી.કો.(૯)+સિ.માં છે.