________________
३/१५
* एकान्तपक्षहेतवः विरोध-व्यभिचारादिदोषग्रस्ताः
ध्यान्ध्यं चोत्पादयन्तीति विरुद्धा व्यभिचारिणोऽनैकान्तिका इति । अत्र च नित्याऽनित्यैकान्तपक्षप्रतिक्षेप प एवोक्तः । उपलक्षणत्वाच्च सामान्यविशेषाद्येकान्तवादा अपि मिथस्तुल्यदोषतया विरुद्धा व्यभिचारिण एव हेतूनुपस्पृशन्तीति परिभावनीयम् ।
अथोत्तरार्द्धं व्याख्यायते - परस्परेत्यादि । एवं च कण्टकेषु क्षुद्रशत्रुष्वेकान्तवादिषु परस्परध्वंसिषु सत्सु म् परस्परस्मात् ध्वंसन्ते = तव शासनं = स्याद्वादप्ररूपणनिपुणं द्वादशाङ्गीरूपं प्रवचनं पराभिभावुकानां कण्टकानां स्वयमुच्छिन्नत्वेनैवाभावाद् अधृष्यम् अपराभवनीयम् । “शक्ता कृत्याश्च" (सिद्धहेम - ५/४/३५ ) इति कृत्यविधानाद् धर्षितुमशक्यम् क
विनाशमुपयान्तीत्येवंशीलाः सुन्दोपसुन्दवदिति परस्परध्वंसिनः । तेषु हे जिन ! ते र्श
=
–
३५३
હેતુઓ અનિત્યવાદીઓની યુક્તિથી અને અનિત્યવાદીના હેતુઓ નિત્યવાદીની યુક્તિથી વિરુદ્ધ સિદ્ધ થાય છે. તેથી બન્ને પક્ષની વાતો જ્યાં સુધી વિચારવામાં ન આવે ત્યાં સુધી જ રમણીય છે. તથા તે વાતો અવિચારી મૂઢ લોકોની બુદ્ધિમાં મંદતાને ઉત્પન્ન કરે છે. વિચાર કરવામાં આવે તો બંને પક્ષના હેતુઓ વિરુદ્ધ, વ્યભિચાર અને અનૈકાંતિક દોષોથી દુષ્ટ થયેલા જ્ઞાત થઈ શકે. આ પ્રમાણે એકાન્તનિત્યપક્ષનું અને એકાન્તઅનિત્યપક્ષનું ખંડન દર્શાવ્યું. આ જ પ્રમાણે એકાન્તસામાન્યપક્ષના અને એકાન્તવિશેષપક્ષના, એકાન્તવાચ્યતાપક્ષના અને એકાન્તઅવાચ્યતાપક્ષના તથા એકાન્તસપક્ષના અને એકાન્તઅસપક્ષના હેતુઓ પણ પરસ્પર તુલ્ય દોષવાળા હોવાથી વિરુદ્ધ, વ્યભિચારી અને અનૈકાંતિક છે તે સમજી લેવું.
(થોત્ત.) હવે ઉત્તરાર્ધની વ્યાખ્યા થાય છે. સુન્ન અને ઉપસુન્દ નામના બે રાક્ષસોની જેમ એકાન્તવાદીરૂપ ક્ષુદ્ર શત્રુઓ પરસ્પરના પક્ષને પોકળ ઠેરવવા દ્વારા એકબીજાનો પ્રમાણવાદીરૂપે નાશ કરી નાખે છે. આ પ્રમાણે સ્વયં નષ્ટ થયા હોવાથી, તેઓ જિનેન્દ્રશાસનનો પરાભવ કરવા સમર્થ રહેતા નથી. ભગવાનનું શાસન = સ્યાદ્વાદની પ્રરૂપણામાં કુશળ દ્વાદશાંગીરૂપ પ્રવચન. આ શાસન વિરોધીઓનો અભાવ થવાથી અપરાભવનીય બન્યું છે. અહીં ધૃષ્ઠ ધાતુને “જ્ઞાડĚ ત્યાશ્વ” સિદ્ધહેમશબ્દાનુશાસન સૂત્રથી ‘કૃત્ય’ પ્રત્યય લાગ્યો છે. તેથી ‘પરાભવ કરવામાં અશક્ય' અથવા ‘પરાભવને માટે અયોગ્ય' એવો અર્થ પ્રાપ્ત થાય છે. જેમ કોઈ મહાપુણ્યશાળી મહારાજાના શત્રુઓ પરસ્પર લડીને નાશ પામે અને તે મહારાજા ૧.આ બન્ને પક્ષે અનુમાનો પરસ્પરવિરુદ્ધ છે. જ્યારે ‘સત્ત્વ' હેતુ સમાન છે. તેથી નિત્યવાદી સત્ત્વની નિત્યતા સાથે વ્યાપ્તિ દર્શાવે અને દૃષ્ટાંત બતાવે. તેનાથી અનિત્યવાદીના ‘અનિત્યતા' રૂપ સાધ્યથી વિરુદ્ધ નિત્યની સિદ્ધિ થાય. અનિત્યવાદીને સત્ત્વની અનિત્યતા સાથે વ્યાપ્તિ ઈષ્ટ છે. તેથી સત્ત્વહેતુક અનિત્યતાવિરુદ્ધ નિત્યતાની સિદ્ધિ કરતો હોવાથી અનિત્યવાદીના હેતુમાં વિરોધ દોષ આવે. એ જ પ્રમાણે અનિત્યવાદી અનિત્યતાની સાથે સત્ત્વની વ્યાપ્તિ અને દૃષ્ટાંત બતાવે છે. તેથી નિત્યતાથી વિરુદ્ધ અનિત્યતાની સિદ્ધિ થવાથી નિત્યતાપક્ષે પણ વિરોધ દોષ આવ્યો. તથા ‘સત્ત્વ’ હેતુ જેમ નિત્યવસ્તુરૂપ પક્ષમાં રહે છે, તેમ અનિત્યવસ્તુરૂપ વિપક્ષમાં પણ રહેતો હોવાથી નિત્યવાદીને વ્યભિચાર દોષ આવે. એ જ પ્રમાણે સત્ત્વહેતુ અનિત્યપક્ષના વિપક્ષ નિત્યમાં પણ રહેતો હોવાથી અનિત્યવાદીના હેતુમાં પણ વ્યભિચાર દોષ આવ્યો. તથા નિત્ય વસ્તુમાં ‘અનિત્યતાના અભાવ' રૂપ સાધ્યનો અભાવ હોવા છતાં ‘સત્ત્વના અભાવ’રૂપ હેતુનો અભાવ નથી. તેથી અનિત્યવાદીના હેતુમાં વ્યતિરેક વ્યભિચાર પણ આવ્યો. એ જ પ્રમાણે અનિત્ય વસ્તુમાં ‘નિત્યત્વના અભાવ' રૂપ સાધ્યનો અભાવ હોવા છતાં ‘સત્ત્વના અભાવ' રૂપ હેતુનો અભાવ નથી. તેથી નિત્યવાદીના હેતુમાં પણ વ્યતિરેક વ્યભિચાર આવ્યો. ઈત્યાદિ પરસ્પરના જ વિરોધી અનુમાનો, હેતુઓ, યુક્તિઓ અને દૃષ્ટાંતોથી બન્ને પક્ષના અનુમાનના હેતુઓ અનેક દોષોથી દુષ્ટ બને છે. તેથી બંને પક્ષના અનુમાનો પોકળ બનતા હોવાથી હેય બની જાય છે. તેથી બંને પક્ષ પણ નાશ પામે છે. આ જ પ્રમાણે સામાન્ય એકાન્તવાદ અને વિશેષ એકાન્તવાદ વગેરે વાદો એકબીજાને પોકળ સિદ્ધ કરે છે.
મન