________________
• પ્રસ્તાવના :
લલકારવા માંડી. સઝાયના પદો નવા નવા બનાવતા જાય અને લલકારતા જાય. એમ બોલતા જ ગયા, બોલતા જ ગયા, બોલતા જ ગયા. પેલો ટીખળી ગૃહસ્થ બબડ્યો : સક્ઝાય કેટલી લાંબી છે, ક્યારે પતશે ? તરત જ પૂ. મહોપાધ્યાયશ્રી બોલ્યા : “કાશીમાં જે ઘાસ વાઢ્યું હતું, તેમાંનો હજુ પહેલો પૂળો બંધાય છે !”
આવા પૂ. મહોપાધ્યાય યશોવિજયજી મ. દ્રવ્યાનુયોગના ખાં હતા. તેમણે દ્રવ્યાનુયોગ ટકાવવા અભુત કમાલ કરી છે. ઘર ઘર ને ઘટ ઘટ સુધી દ્રવ્યાનુયોગનું જ્ઞાન પહોંચાડવા સાવ સરળ ને સોહામણો માર્ગ અપનાવ્યો. પદ્યાત્મકમાં પણ કાવ્યાત્મક પદ્ધતિ, ગેય પદ્ધતિ, ગાતા જાવ ને જ્ઞાન મેળવતા જાવ. જેથી રસ પણ જામતો જાય ને સરળતાથી બોધ પણ મળ્યા કરે. આમ તો આગમિક જ્ઞાન મેળવવું હોય તો સંયમની સાધના સાથે શારીરિક - માનસિક પરિશ્રમયુક્ત યોગોહન કરવા પડે, ત્યારે આગમિક બોધ મળે. જ્યારે પૂ. મહોપાધ્યાય યશોવિજયજી મ.શ્રીએ સ્તવન, સક્ઝાય, રાસ આદિના માધ્યમે સહુને આગમિક જ્ઞાન સરળતાથી મળે - તેવો અભિગમ અપનાવ્યો. “ભગવઈ અંગે ભાખિયો રે, સામાયિક અર્થ; સામાયિક પણ આત્મા રે, ધારો સૂધો અર્થ.” આ રીતે સામાયિકના વાસ્તવિક અર્થનું નિરૂપણ ભગવતી સૂત્રના માધ્યમે સવાસો ગાથાના સ્તવનની ત્રીજી ઢાળમાં સમાવી દીધું. આવી તો ઘણી ખૂબીઓથી આગમજ્ઞાન સરલતમ બનાવેલ છે.
પ્રસ્તુત ગ્રંથ ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' છે. આમાં પણ રાસની પદ્ધતિએ સંક્ષિપ્ત પદોમાં વિસ્તૃત દ્રવ્યાનુયોગ ઠાલવ્યો છે.
આ પુસ્તકમાં દ્રવ્ય-ગુણ-પર્યાય રાસની ૩જી, ૪થી અને પમી ઢાળ સંકળાયેલી છે. ૩જી ઢાળમાં ૧૫ ગાથા, ૪થી ઢાળમાં ૧૪ ગાથા અને પમી ઢાળમાં ૧૯ ગાથા છે. કુલ ૪૮ ગાથામાં મુખ્યતયા વસ્તુના ભેદ-અભેદને સમજાવવા પ્રયત્ન કર્યો છે. આ ભેદ-અભેદની સમજણ માટે અન્ય દર્શનનું ખંડન અને જૈન દર્શનનું ખંડન કરવા પૂર્વક નય અને સપ્તભંગીનો ભરપૂર સહારો લીધો છે.
ત્રીજી ઢાળમાં દ્રવ્ય-ગુણ અને પર્યાય વચ્ચે અભેદની સિદ્ધિ કરી છે. પહેલી ગાથામાં દ્રવ્ય અને ગુણ-પર્યાય વચ્ચે એકાંતે ભેદ માનવામાં ગુણ-ગુણીભાવના ઉચ્છેદની આપત્તિ દર્શાવી છે. બીજી ગાથામાં દ્રવ્યમાં ગુણ-પર્યાયને રહેવા માટે સમવાય સંબંધ કલ્પવામાં અનવસ્થા દોષ દેખાડેલ છે અને અભેદ સંબધ જ સ્વીકારવો જોઈએ - તે સયુક્તિક સાબિત કરેલ છે. આ ગાથામાં નૈયાયિક કલ્પિત સમવાયસંબંધનું ગજબ ખંડન ઉપલબ્ધ થાય છે. ત્રીજી ગાથામાં દ્રવ્ય અને ગુણ-પર્યાય વચ્ચે એકાંતે અભેદ માનતાં વ્યવહારઉચ્છેદ બતાવેલ છે. ચોથી ગાથામાં દ્રવ્ય અને પર્યાયની જેમ જ અવયવ-અવયવી વચ્ચે એકાંતે ભેદ માનતાં પટ વગેરે અવયવીનું વજન દ્વિગુણિત થવાની આપત્તિ દર્શાવી છે. પાંચમી ગાથામાં જેમ ઘર ઈંટ-ચૂનો-સિમેન્ટ વગેરેથી ભિન્ન નથી, તેમ દ્રવ્ય-ગુણ-પર્યાય વચ્ચે પણ એકાંતે ભેદ નથી - તેમ સિદ્ધ કર્યું છે. છઠ્ઠી ગાથામાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોનો જે નિયતરૂપે વ્યવહાર થાય છે, તે પણ દ્રવ્યાદિના અભેદને આભારી છે - આ વાત જણાવી છે. સાતમી ગાથામાં દ્રવ્ય-ગુણ-પર્યાયની જેમ કાર્ય-કારણમાં પણ ભેદ માનવામાં શશશૃંગની ઉત્પત્તિની આપત્તિ આપી છે. આઠમી ગાથામાં સત્કાર્યવાદની સિદ્ધિ છે. નવમી ગાથામાં તૈયાયિકની શંકા દેખાડીને દશમી-અગિયારમી ગાથા દ્વારા તેનું નિરાકરણ કરેલ